Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ઈટ, ડ્રિન્ક એન્ડ બી મેરી – હુરતી લાલા એ લહેરી લાલા!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

શું તમે હુરતી છો!? આ સવાલ સાંભળીને તળ સુરતી નહીં હસે તો કોણ હસશે?! હાહાહા! ખીખીખી!
ખાવું, પીવું અને મોજ કરવી. આ ત્રણ શબ્દોમાં આખું જીવન સમાઈ જાય છે. હુરતી લાલા એ લહેરી લાલા. એની ફિલસૂફી સીધી છે – ટેન્શન લેવું નહીં, પણ ટેન્શન દેવું! બોલચાલની અપભ્રંશ ભાષા, અસલ સુરતીને બદલે હુરતી લાલા એ લહેરી લાલા! જીવન નાનું છે. ખાવું, પીવું અને મોજ કરવી. આ જ હુરતી ફિલસૂફી! બહારનો માણસ પૂછે – હાઉ આર યુ? હુરતી કહે – “કાં લાલા, ખાધું કે નહીં?”! હુરતી માટે ઈટ એટલે લોચો, ડ્રિન્ક એટલે વહીસકી – બિયર, રમ – વોડકાને બદલે છાશ – શેરડીનો રસ અને બી મેરી એટલે મિત્રો સાથે હાહાહા! ટેન્શન છોડો!” ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા ઔર સરકાર કે જમાઈ બાબુ બનકર હરામ કા પેન્શન ખાને કા!” (હરામ કા ખાઓ ઔર મશીદ કે બહાર સોઓ…!) હાહાહા!

આમ, ઈટ એટલે ખાવું. હુરતી માટે ખાવું એટલે ઉત્સવ. સવારે ચા ભજીયા, બપોરે લોચો ખમણ, સાંજે ઉંધીયું અને રાત્રે ઘારી. હુરતી કેલેરી નથી ગણતો, મજા ગણે છે. ડોક્ટર કહે ઓછું ખાવ, હુરતી કહે ખાઈને જીવો. શરીર નશ્વર છે, સ્વાદ અમર છે! આપ મૂઆ જગ ડુબા! વાસી બચે નહીં ઔર કુત્તા ખાયે નહીં! તરત દાન, મહા પુણ્ય!

આમ ભારપૂર્વક ડ્રિન્ક એટલે પીવું. હુરતી માટે અગાવ કહ્યું તેમ પીવું એટલે શેરડીનો રસ, નારિયેળ પાણી, ઠંડી છાશ, મસાલા ચા. ચોમાસામાં ભજીયા સાથે ચા પીવાની મજા સ્વિટ્‌ઝરલેન્ડમાં નથી. હુરતી પાણી પણ મોજથી પીએ છે.

અને બી મેરી એટલે મસ્ત રહેવું. ધંધામાં નુકસાન જાય તો પણ સાંજે મિત્રો સાથે હાહાહા ખીખીખી. હુરતી જાણે છે કે પૈસો આવે જાય, પણ મોજ કાયમ રહે.

બહારનો માણસ પૂછે – હાઉ આર યુ? હુરતી કહે – “કાં લાલા, ખાધું કે નહીં? મોજમાં ને?” આ જ ફરક છે. બહારના લોકો ડિક્શનરીમાં શબ્દો શોધે, હુરતી ટોન શોધે.

આજની પેઢી મોબાઈલમાં જીવે છે. પણ જીવન તો બહાર છે. મિત્રો સાથે બેસીને ખાવામાં, સાથે ચા પીવામાં, ખુલ્લા દિલથી હસવામાં છે. એટલે જ કહું છું – તમે હુરતી છો તો સમજી જશો. ખાવ, પીવો અને મોજ કરો. કાલની ચિંતા છોડો. આજને માણો. સુરતનું જમણ અને કાશીનું મરણ – આ કહેવત હુરતીએ જ બનાવી છે! અંતે, રંગીલા – મિજાજી સુરતીઓ ગાળ બહુ બોલે જેથી સુરતમાં ગાળોનો ખૂબ થાય!વરસાદ! હાહાહા!

Related posts

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન

Master Admin

યવતમાલ મહારાષ્ટ્રથી મોરારિબાપુની ૯૬૩મી રામકથાનો મંગલ આરંભ

Reporter1

સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સમયમર્યાદાઃ તારીખ પછી તારીખ કામ કરશે નહીં. ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે, સિદ્ધાંત કહે છે, ચુકાદો છુપાવવો એ પણ અન્યાય છે. બંધારણની કલમ ૨૧ નું ઉલ્લંઘન – ભારતીય ન્યાયિક પ્રણાલીમાં જવાબદારીનો નવો યુગ

Master Admin

Leave a Comment

Translate »