Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાન-અમેરિકા તણાવઃ પુતિને આપ્યો ઈરાનને સાથ

રશિયાની એન્ટ્રીથી બદલાયા અરાઘચીના તેવર

અરાઘચીએ રશિયાને વિશ્વની સાચી મહાશક્તિ ગણાવી બંને દેશો વચ્ચેની વ્યૂહનીતિને વધુ મજબૂત કરવાની વાત પર ભાર મૂક્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૮ એપ્રિલ ૨૦૨૬ — આ મુલાકાત દરમિયાન પુતિને ઈરાનને દરેક રીતે સાથ આપવાનો ભરોસો આપ્યો છે. રશિયાનું સમર્થન મળતા જ ઈરાનના તેવર બદલાયા છે અને અરાઘચીએ અમેરિકા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અમેરિકા ઈરાન સામેના યુદ્ધમાં ખરાબ રીતે નિષ્ફળ ગયું છે. એટલું જ નહીં, તેમણે એવો દાવો પણ કર્યો કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ઈરાન સાથે વાતચીત કરવા માટે આજીજી કરી રહ્યા છે. અરાઘચીએ રશિયાને વિશ્વની સાચી મહાશક્તિ ગણાવી બંને દેશો વચ્ચેની વ્યૂહનીતિને વધુ મજબૂત કરવાની વાત પર ભાર મૂક્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા હાલમાં ખોરવાઈ ગઈ છે, જેના માટે અરાઘચીએ ટ્રમ્પ સરકારની અયોગ્ય શરતોને જવાબદાર ગણાવી છે. ઈરાને પાકિસ્તાન દ્વારા અમેરિકાને એક લેખિત પત્ર મોકલ્યો છે, જેમાં પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પોતાની અંતિમ શરતો(રેડ લાઇન્સ) સ્પષ્ટ કરી દીધી છે. ઈરાને યુદ્ધ રોકવા માટે એક નવો પ્રસ્તાવ પણ મૂક્યો છે, જે મુજબ હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ ફરીથી ખોલવા અને ત્યાંથી અમેરિકન નૌકાદળની નાકાબંધી હટાવવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેમના દૂતોની મુલાકાત રદ કરી દીધી છે અને સાફ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન ખરેખર વાતચીત કરવા માંગતું હોય, તો તે સીધો અમારો સંપર્ક કરી શકે છે.

આ સંઘર્ષની સૌથી વધુ આર્થિક અસર ખાડી દેશો પર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે આ દેશોના ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં યુનાઇટેડ આરબ એમિરેટ્‌સ(ેંછઈ)ના પ્રમુખના સલાહકાર અનવર ગરગશે અન્ય ખાડી દેશોની ટીકા કરતા જણાવ્યું છે કે ઈરાન પ્રત્યે તેમનું વલણ ઘણું નબળું રહ્યું છે અને ઈરાનને રોકવાની નીતિ ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. એક તરફ શાંતિ માટે રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે, તો બીજી તરફ લેબેનોન સરહદે ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ છતાં હિંસા ચાલુ રહેતા સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે.

Related posts

જાપાન વિશ્વને ઘાતક શસ્ત્રો વેચશેઃ બીજા વિશ્વયુદ્ધ પછીની શાંતિની નીતિ ફગાવી

Master Admin

ઈરાને ડિએગો ગાર્સિયા પર છોડી મિસાઈલ, રેન્જ જોઈ દુનિયા સ્તબ્ધ

Master Admin

હોર્મુઝ માટે ઇરાન અને અમેરિકાના હુમલા : ૪ લોકોના મોત, ૧૦ ઘાયલ

Master Admin

Leave a Comment

Translate »