Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકાએ ચીનની ત્રણ જિનોમિક્સ કંપનીઓનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો

ઉઇગરો પાસે મજૂરીના આરોપે ચીનને ઝટકો

શિનજિયાંગમાં બળજબરીથી મજૂરી કરાવવાના આરોપો બાદ અમેરિકાએ BGI સહિતની કંપનીઓ સામે કાર્યવાહી કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૬ — અમેરિકા અને ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. અમેરિકી સરકારે ચીનની ત્રણ જિનોમિક્સ કંપનીઓનાં ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીઓ પર ચીનના શિનજિયાંગ વિસ્તારમાં ઉઇગર અને અન્ય વંશીય લઘુમતી સમુદાયોના લોકો પાસે બળજબરીથી મજૂરી કરાવવાના કામમાં સામેલ હોવાનો આરોપ છે. અમેરિકાના આ નિર્ણયથી ચીનના બાયોટેકનોલોજી અને જિનોમિક્સ ક્ષેત્ર પર દબાણ વધવાની શક્યતા છે.અમેરિકાના નિશાન પર આવેલી કંપનીઓમાં મ્ય્ૈં ય્ીર્હદ્બૈષ્ઠજ, સ્ય્ૈં ્‌ીષ્ઠર અને જીરીહડરીહ મ્ય્ૈં ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅનો સમાવેશ થાય છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, જીરીહડરીહ મ્ય્ૈં ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅને મ્ય્ૈં ય્ર્િેના નામથી પણ ઓળખવામાં આવે છે. અમેરિકાનો આરોપ છે કે આ કંપનીઓએ શિનજિયાંગની સ્થાનિક સરકાર સાથે મળીને બળજબરીથી મજૂરી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને શક્ય બનાવવામાં મદદ કરી હતી. આ આરોપોના આધારે અમેરિકી વહીવટીતંત્રે આ કંપનીઓનાં ઉત્પાદનોની આયાત પર નિયંત્રણો લાદ્યાં છે.ત્રણેય કંપનીઓ જિનોમિક્સ અને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત છે. જિનોમિક્સમાં સજીવના ડ્ઢદ્ગછ અને જનીનોનો અભ્યાસ કરવામાં આવે છે. આ ટેન્કોલોજીનો ઉપયોગ તબીબી સંશોધન, બીમારીઓની ઓળખ અને વૈજ્ઞાનિક અભ્યાસમાં થાય છે. મ્ય્ૈં ય્ીર્હદ્બૈષ્ઠજ અને સ્ય્ૈં ્‌ીષ્ઠર શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ છે. મ્ય્ૈં ય્ીર્હદ્બૈષ્ઠજના શેર ચીનના શેનઝેન સ્ટોક એક્સચેન્જમાં, જ્યારે સ્ય્ૈં ્‌ીષ્ઠરના શેર શાંઘાઈના જી્‌છઇ માર્કેટમાં ટ્રેડ થાય છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે આ કંપનીઓ માટે અમેરિકી બજારમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બની શકે છે.ચીનનો શિનજિયાંગ વિસ્તાર લાંબા સમયથી માનવાધિકારોને લઈને આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહ્યો છે. અહીં ઉઇગર સહિતના મુસ્લિમ લઘુમતી સમુદાયો વસે છે. આ સમુદાયોના લોકો સામે કથિત દુર્વ્યવહાર, દેખરેખ અને બળજબરીથી મજૂરી કરાવવાના આરોપો અગાઉ પણ સામે આવ્યા છે. અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશો ચીન પર આ સમુદાયોના અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવતા રહ્યા છે. બીજી તરફ, ચીન આ આરોપોને નકારી કાઢે છે અને શિનજિયાંગમાં બળજબરીથી મજૂરી તથા માનવાધિકારના ઉલ્લંઘન અંગેના દાવાઓને ખોટા ગણાવે છે.

Related posts

કોંગોમાં ૬૫ લોકોના મોતથી અફરાતફરી, સેંકડો સંક્રમિત

Master Admin

અમે ઈરાન પર ૨-૩ અઠવાડિયા ભયાનક હુમલા કરીશું : ટ્રમ્પ

Master Admin

ફ્લોરિડા એક વર્ષ માટે H-1B વિઝા હેઠળ ભરતી પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં

Master Admin

Leave a Comment

Translate »