Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ઋષભ પંતે લખનઉ સુપર જાયંટ્‌સની કપ્તાની છોડી

ફ્રેન્ચાઈઝીએ ખુદ તેની જાહેરાત કરી

લખનઉ સુપર જાયંટ્‌સે આ વાતની પુષ્ટિ કરી છે કે ઋષભ પંતે ખુદ કપ્તાની છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ મે ૨૦૨૬ — હાલમાં ચાલી રહેલી આઈપીએલની સિઝન ૨૦૨૬ની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. લખનઉ સુપર જાયંટ્‌સના કપ્તાન ઋષભ પંતે ટીમના કપ્તાની છોડી દીધી છે. પંતે ખુદ ફ્રેન્ચાઈઝીને વિનંતી કરી હતી કે તેને કપ્તાનીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને લખનઉની ટીમે તેની આ વાતનો સ્વીકાર પણ કરી લીધો છે. લખનઉ સુપર જાયંટ્‌સે આ વાતની પુષ્ટિ કરી છે કે ઋષભ પંતે ખુદ કપ્તાની છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને ટીમ મેનેજમેન્ટે તરત સ્વીકાર કરી લીધો છે. જસ્ટિન લેંગરની કોચિંગવાળી આ ટીમે આગળ કહ્યું કે, હવે તેમનું સમગ્ર ધ્યાન એક શાનદાર ટીમ તૈયાર કરવા અને બદલાવ લાવવા પર રહેશે.

LSGએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ઓફિશિયલ નિવેદન જાહેર કરીને કહ્યું કે, લખનઉ સુપર જાયંટ્‌સ આ જાણકારી આપવા માગે છે કે ઋષભ પંતે ખુદને કપ્તાનીની જવાબદારીમાંથી મુક્ત કરવાની વિનંતી કરી હતી અને ફ્રેન્ચાઈઝીએ તેની આ વાતને તરત માની લીધી છે. નિવેદનમાં આગળ કહેવાયું છે કે ઋષભ ખુદ આ રિક્વેસ્ટ સાથે અમારી પાસે આવ્યા હતા અને અમે તેમની વાતનું સન્માન કર્યું. આ પ્રકારના નિર્ણયો લેવા આસાન નથી હોતા. કપ્તાન તરીકે ઋષભે ડ્રેસિંગ રુમમાં જે યોગદાન આપ્યું, તેના માટે અમે તેના આભારી છીએ. હવે અમારું સમગ્ર ધ્યાન આખી ટીમને ફરીથી મજબૂત બનાવવા અને સારા પરિણામ પ્રાપ્ત કરવા પર રહેશે.

લખનઉના કપ્તાન નિયુક્ત કર્યા બાદથી ઋષભ પંતનું પ્રદર્શન આઈપીએલમાં કંઈ ખાસ નથી રહ્યું. તેણે આ ફ્રેન્ચાઈઝી માટે પાછલી બે સિઝનમાં ૨૮ મેચમાં કપ્તાની કરી, જેમાંથી તેમને ખાલી ૧૦ મેચમાં જીત મળી અને ૧૮માં તેમને હારનો સામનો કરવો પડ્યો. આઈપીએલ ૨૦૨૫માં તેમની કપ્તાનીમાં લખનઉની ટીમે ૧૪માંથી ૬ મેચ જીતવામાં સફળતા મળી. તેમની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર રહી. વળી આ સિઝનમાં તેમની ટીમ ૧૪માંથી ખાલી ૪ મેચ જીતવામાં સફળ થઈ શકી અને તેણે સિઝનનો અંત છેલ્લા સ્થાન પર રહીને કર્યો.

આ ૨૮ મેચમાં બેટ્‌સમેન તરીકે તેના આંકડા પર નજર નાખીએ તો ઋષભે આ દરમ્યાન ૨૬ ઈનિંગ્સમાં બેટિંગ કરી અને ત્યાં તેના બેટથી ૨૬.૪૦ની એવરેજથી ૫૮૧ રન આવ્યા. આ દરમ્યાન તે ૧ સદી અને બે અડધી સદી લગાવવામાં સફળ રહ્યો. તેની સ્ટ્રાઈક રેટ ૧૩૫.૭૪ની રહી. તેના બેટથી ખાલી એક સદી પાછલી સિઝનમાં આવી હતી. વળી આ સિઝનમાં તેનું પ્રદર્શન એટલું પણ સારું નથી રહ્યું. આઈપીએલ ૨૦૨૬માં તે ખાલી ૧૪ મેચમાં ૩૧૨ રન જ બનાવી શક્યો.

Related posts

વિરાટ કોહલીને લાગ્યો મોટો ઝટકો, છીનવાયો નંબર-૧નો તાજ

Master Admin

23rd Usha National Athletics Championship for the Blind Kicks Off in Gujarat

Reporter1

Clear Premium Water Makes History with 100% rPET Bottles at the 38th National Games

Reporter1

Leave a Comment

Translate »