Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટની શાનદાર જીત

વિનેશ ફોગાટે ૭-૧થી મારી બાજી

તેણે હરિયાણાની જ્યોતિને ૭-૧ થી હરાવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૦ મે ૨૦૨૬ — એશિયન ગેમ્સની પસંદગી (સિલેક્શન) માટે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ચાલી રહેલા ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટ ૫૩ાખ્ત વજન વર્ગમાં ભાગ લઈ રહી છે. તેણે પોતાની પહેલી મેચ મોટા અંતરથી જીતી લીધી છે. તેણે હરિયાણાની જ્યોતિને ૭-૧ થી હરાવી છે. તમને જણાવી દઈએ કે આજે સવારે વિનેશ કઈ કેટેગરીમાં રમશે? તેને લઈને ઘણો હોબાળો થયો હતો. વાસ્તવમાં જ્યારે તેને જણાવવામાં આવ્યું કે તેને માત્ર ૫૦ાખ્ત વર્ગમાં જ સ્પર્ધા કરવાની પરવાનગી મળશે, ત્યારે આ મહિલા કુસ્તીબાજે તેનો વિરોધ કર્યો હતો અને ફેડરેશન પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.

શુક્રવારે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ વિનેશ ફોગાટનો એશિયન ગેમ્સમાં સિલેક્શન માટે ટ્રાયલ આપવાનો રસ્તો સાફ થયો હતો. તે ૫૩ાખ્ત વજન વર્ગમાં ભાગ લઈ રહી છે. જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેને માત્ર ૫૦ાખ્ત વર્ગમાં જ સ્પર્ધા કરવાની પરવાનગી મળશે, ત્યારે તેણે તેનો વિરોધ કર્યો હતો. ઉહ્લૈં ના પ્રમુખ સંજય સિંહે જણાવ્યું કે, જ્યારે વિનેશે આરોપો લગાવ્યા ત્યારે અમે તેને વજન કરવાની મંજૂરી આપી હતી. તેનું વજન ૫૩.૯ હતું, તેથી તેને ૫૩ાખ્ત કેટેગરીમાં સ્પર્ધા કરવાની મંજૂરી આપી દેવામાં આવી.

ટ્રાયલ શરૂ થતાં પહેલાં વિનેશ ફોગાટે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેનો ઈરાદો આગામી ઓછામાં ઓછા ૨ વર્ષ સુધી પ્રોફેશનલ કુસ્તી ચાલુ રાખવાનો છે. તેણે એવા આક્ષેપો પણ કર્યા કે વજન કરાવવા માટે તેણે લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી હતી અને આ સિવાય પણ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે વધુમાં ઉમેર્યું કે, હવે તેને કોઈના પર ભરોસો રહ્યો નથી અને તે પોતાના ખાવા-પીવાનો સામાન પણ જાતે જ સાથે લઈને આવી છે.

Related posts

ભારત ૧૦મી વખત અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં

Master Admin

યશ અનિલ રાશિયા : સુરતનો વિશ્વ ચેમ્પિયન જેણે ભારતને રોલ બોલમાં ગૌરવ અપાવ્યું

Master Admin

National Sports Day: 16,000 participate in PEFI Gujarat’s fitness and sports activities

Reporter1

Leave a Comment

Translate »