Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં ધૂમ નફો

ઓઇલ કંપનીઓને રૂ. ૨૬,૦૦૦ કરોડનો નફો

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે નફાના તમામ જૂના રેકોર્ડ તોડ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ મે ૨૦૨૬ — એક તરફ દેશની સામાન્ય જનતા પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવોના કારણે મોંઘવારીનો માર સહન કરી રહી છે, ત્યારે બીજી તરફ દેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા નાણાકીય પરિણામો દર્શાવે છે કે, પેટ્રોલિયમ કંપનીઓને તો જબરદસ્ત નફો થયો છે, પરંતુ સામાન્ય પ્રજાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે.

દેશની અગ્રણી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં નફાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. ૨૬,૦૦૦ કરોડનો ધૂમ નફો થયો છે.

સામાન્ય પ્રજા જ્યારે પેટ્રોલ પંપ પર મોંઘા ભાવનું ઇંધણ ભરાવીને પોતાનું ખિસ્સું ખાલી કરી રહી છે, ત્યારે સરકારી ઓઇલ કંપનીઓની તિજોરીઓ છલકાઈ રહી છે. ઇન્ડિયન ઓઇલ (IOCL)ને માર્ચ ક્વાર્ટર ૨૦૨૬માં રૂ. ૧૪,૬૬૭ કરોડ નફો થયો છે. તો ભારત પેટ્રોલિયમ (BPCL)નો માર્ચ ક્વાર્ટર ૨૦૨૬નો નફો રૂ. ૬,૪૪૨ કરોડ છે. એવી જ રીતે, હિંદુસ્તાન પેટ્રોલિયમ (HPCL) કંપનીનો માર્ચ ક્વાર્ટર ૨૦૨૬નો નફો રૂ. ૪,૯૦૨ કરોડે પહોંચી ગયો છે.

આ કંપનીઓનો દાવો છે કે, બે વાર ભાવ વધારો કર્યા પછી પણ તેઓ પેટ્રોલમાં લીટરે રૂ. ૧૦થી ૧૪ અને ડીઝલમાં લિટરે રૂ.૨૫થી ૩૦ની ખોટ કરી રહ્યા છે. આ અંગે BPCL ફાઈનાન્સ ડિરેક્ટર વી.રામકૃષ્ણ ગુપ્તા જણાવી ચૂક્યા છે કે, તાજેતરમાં ઈંધણના ભાવમાં વધારો કરાયો હોવા છતાં કંપનીને હજુ પણ ડીઝલ પર પ્રતિ લિટર રૂ.૨૫થી ૩૦ અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.૧૦થી ૧૪નું નુકસાન થઈ રહ્યું છે.

હકીકત એ છે કે, સામાન્ય માણસના ઘરનું બજેટ ભલે ખોરવાયું પણ પ્રજાનું તેલ કાઢીને કંપનીઓએ નફાનો જોરદાર બૂસ્ટર ડોઝ મેળવી લીધો છે! રસપ્રદ વાત એ છે કે, ઇન્ડિયન ઓઈલ ભારત સરકારને ૯૦૯ કરોડ ડિવિડન્ડ પણ ચૂકવશે, કંપનીની એક શેર સામે રૂ. ૧.૨૫ ડિવિડન્ડની જાહેરાત કરી છે.

પેટ્રોલિયમ કંપનીઓના આ આંકડા સ્પષ્ટ કરે છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોની સ્થિતિ ગમે તે હોય, કંપનીઓએ પોતાનો નફો સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખ્યો છે. બીજી તરફ સામાન્ય પ્રજા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ મોટો રાહતજનક ઘટાડો ન થતાં, સામાન્ય માણસની આર્થિક ખોટ અને મુશ્કેલીઓ આજે પણ યથાવત રહી છે.

Related posts

Amazon.in દ્વારા 10 ફીચર કેટેગરીમાં સ્માર્ટચોઇસ ફીચરનું વિસ્તરણ, ભારતમાં ઇલેક્ટ્રોનિકની શોપિંગ માટે સૌથી કોમ્પ્રિહેન્સિવ ગાઇડેડ ડિસ્કવરી એક્સપિરિયન્સનો પ્રારંભ

Master Admin

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા

Master Admin

૮૦ ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠક

Master Admin

Leave a Comment

Translate »