Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

કેસ નંબર શ્રી ૪૨૦ – એક ડાયરીની કિંમતઃ સત્ય ફાંસી એ ચઢે, અસત્ય રાજ ગાદી એ!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

શહેરના એક ખૂણામાં, જ્યાં દિવસના અજવાળામાં પણ કોઈ જોવા નથી માંગતું, ત્યાં એક સ્ત્રી રહે. સમાજ તેને વૈશ્યા કહે છે. તેનું સદરહુ નામ શું કામ પૂછવું?! તેની કોઈ ઓળખ નથી. તે ગરીબ છે, મજબૂર છે!

એક દિવસ સવારે તેના ઘરનો દરવાજો જોરથી ખખડ્યો. બહાર આયકર વિભાગની ટીમ ઉભી હતી. હાથમાં વોરંટ. કહ્યું – રૂટિન સર્વે છે, રેન્ડમલી સિલેક્શન થયું છે. પણ અંદર આવતાની સાથે જ આખું ઘર ઉથલાવી નાખ્યું. કબાટ, પલંગ, રસોડું – બધે તપાસ.

મજકુર સ્ત્રી પાસે જે કંઈ બચત હતી તે સામે આવી. થોડી રોકડ, થોડા ઘરેણાં. પણ અધિકારીઓને તે રકમ નાની લાગી. તેમને મોટી રકમ જોઈતી હતી. તેમને ટાર્ગેટ પૂરો કરવો હતો, પ્રેસમાં જાહેરાત કરવી હતી કે આટલા કરોડની રેડ પાડી!
રકમ કબૂલ કરાવવા માટે ભારે દબાણ શરૂ થયું. માનસિક ટોર્ચર!

પેલી બિચારી મજબૂર તેણી / બાઈ શું બોલે?! જે સત્ય હતું તે કોઈ માનવા તૈયાર નહોતું!

ત્યારે રાતના અંધારામાં તેણીએ તેના પોતાના એક વિદ્વાન સી.એ. ની સલાહ લીધી. સી.એ. એ કહ્યું – “બેન, આ કળયુગમાં સત્ય ફાંસી એ ચઢે છે અને અસત્ય રાજ ગાદી એ બેસે છે. તારે પણ તેમની જ ભાષામાં વાત કરવી પડશે.”!

બીજા દિવસે સવારે જ્યારે ફરી ટીમ તપાસ માટે આવી, ત્યારે તેમને બાઈના પલંગ નીચેથી એક જૂની ડાયરી મળી આવી. ડાયરી ફાટેલી હતી, પણ અંદર હિસાબ સ્પષ્ટ હતો.

ડાયરીમાં લખ્યું હતું – છેલ્લા બે વર્ષમાં ગ્રાહક બનીને આવતા લોકોના નામ અને તેમણે રોકાણ કરવા આપેલા નાણાં. બે નંબરના લાંચના નાણાં. અને એ નામો બીજા કોઈના નહીં, પણ આયકર વિભાગના મોટા અધિકારીઓના જ હતા!
અને એ જ ડાયરીમાં બીજી એક વાંધાજનક અને રહસ્યમય નોંધ મળી કે, “રૂપિયા ૫૦૦૦ કૂતરાના બિસ્કિટ ખાતે…!”
આ એક લીટી આખા કેસને ભૌતિક અને ખાતાકીય તપાસનો વિષય બનાવી દે છે!

હવે સવાલ ઉઠે છે – કૂતરો કોણ?! કૂતરાના બિસ્કિટ ખાતે ૫૦૦૦ રૂપિયા કોને અપાયા?! શું આ કોઈ કોડવર્ડ છે?! શું કૂતરા એટલે કોઈ ખબરી?! કે કોઈ અધિકારી જેને બિસ્કિટ એટલે લાંચ કહેવાય છે?! કે પછી ખરેખર કૂતરાને બિસ્કિટ ખવડાવવા માટે ૫૦૦૦ નો હિસાબ લખાયો છે?!

આ નોંધ ભૌતિક તપાસ માંગે છે – કૂતરો છે કે નહીં, બિસ્કિટ ક્યાંથી આવ્યા, બિલ ક્યાં છે?! અને ખાતાકીય તપાસ માંગે છે – આ ૫૦૦૦ રૂપિયા કઈ બુકમાંથી ગયા, કોને ગયા, અને કેમ ગયા?!

આ નોંધે અધિકારીઓના હોશ ઉડાડી દીધા!.
ભગવાન જાણે ડાયરી સાચી કે સી.એ. એ બનાવેલી ખોટી, પણ ડાયરી હવે સત્તાવાર રીતે કેસ ફાઈલનો ભાગ બની ગઈ હતી!

આખો કેસ ફસાઈ ગયો. જે અધિકારીઓ બાઈ પાસે રકમ કબૂલ કરાવવા આવ્યા હતા, તે પોતે જ હવે આરોપી બની ગયા. રેડ પાડવા આવેલી ટીમ હવે પોતાની જ ડાયરી અને પેલા ૫૦૦૦ ના બિસ્કિટની તપાસમાં વ્યસ્ત થઈ ગઈ!
અને પેલી તેણી બાઈ?! તે તો છૂટી ગઈ. કારણ કે હવે કોઈ તેની પાસે રકમ કબૂલ કરાવવા માંગતું નહોતું!
તંત્રની આ જ કરુણતા છે. જ્યારે સત્યથી ન્યાય ન મળે, ત્યારે અસત્ય જ રાજ ગાદી એ બેસે છે!

Related posts

17th PharmaTech Expo & LabTech Expo to showcase the future of pharma innovation

Reporter1

જાહેર ટ્રસ્ટ (સુધારા જોગવાઈઓ) અધિનિયમ, ૨૦૨૬, ભય-આધારિત શાસનથી ટ્રસ્ટ-આધારિત શાસન તરફ નિર્ણાયક પરિવર્તન દર્શાવે છે.

Master Admin

શિક્ષણ મંત્રીનું રાજીનામું અને પ્રથમ નિર્ણાયક કાર્યવાહીઃ ૧૪ ધરપકડો, ૨૭ અધિકારીઓનું સસ્પેન્શન, અને એક નવો, કડક કાયદો. શું ભારતે પરીક્ષા પ્રણાલીમાં ઐતિહાસિક સુધારો શરૂ કર્યો છે?

Master Admin

Leave a Comment

Translate »