Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

કોંગ્રેસ અને ભાજપે એક જ પરિવારની બે વહુને આપી ટિકિટ

ચૂંટણી જંગમાં દેરાણી-જેઠાણી આમને-સામને!

રેણુકાબેન સોલંકી ભાજપ દ્વારા અમરેલી શહેરમાં કરેલા વિકાસના મુદ્દે તેઓ લોકો પાસે મત માંગશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી, તા.૧૩ એપ્રિલ ૨૦૨૬ — રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. તો આ વચ્ચે અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગ જામ્યો છે. અમરેલીના વોર્ડ નંબર ૯માં સગા દેરાણી અને જેઠાણી ચૂંટણી જંગમાં આમને સામને છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા દેરાણી જેઠાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

રાજકારણે એક જ પરિવારની બે વહુઓને ચૂંટણી જંગમાં આમને સામને લાવી દીધી છે. અમરેલીના વોર્ડ નંબર ૯માં દેરાણી જેઠાણીની લડાઈ કે દેરાણી જેઠાણીનો જંગ નથી, બે વિચારધારાઓની લડાઈ છે, બે વિચારધારાઓની જંગ છે. અમરેલી શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર ૯ માં કાજલબેન સોલંકીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. તો આ જ વોર્ડ નંબર ૯ માં રહેતા ભાજપના ઉમેદવાર રેણુકાબેન સોલંકીએ ઉમેદવારી કરે છે. કાજલબેન સોલંકી અને રેણુકાબેન સોલંકી સગા દેરાણી-જેઠાણી છે.
રેણુકાબેન સોલંકી ભાજપની વિચારધારા ભાજપની કામ કરવાની પદ્ધતિ અને ભાજપ દ્વારા અમરેલી શહેરમાં કરેલા વિકાસના મુદ્દે તેઓ લોકો પાસે મત માંગશે. તો તેમની સામે તેમના દેરાણી ઉભા છે, તેની પરવાર નથી. કારણ કે તેઓ માને છે કે, અમારી વિચારધારા અલગ છે. અમારા પરિવારમાં પણ કોઈ પ્રકારનો વિખવાદ કે નારાજગી નથી. પરંતુ જેઠાણીને પૂરો ભરોસો છે કે તેમને જન સમર્થન મળશે. ભાજપ દ્વારા કરેલા કાર્યો અને વિકાસના આધારે ત્યારે જેઠાણીએ દેરાણી ઉપર ચોક્કસ વિજય મેળવશે તેઓ રેણુકાબેનને પાક્કો ભરોસો છે.

અમરેલી શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર ૯ માં કાજલબેન સોલંકીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. તેઓનો વિસ્તાર પછાત, પાણી, ગટર અને સફાઈ મુદ્દે તેઓ નગરપાલિકાના ગત ટર્મના શાસનથી નારાજ છે. કાજલબેને કહ્યું, તો હું જીતીશ તો વિસ્તારમાં સુશાસન લાવીશ. લોકોનું સમર્થન પણ છે અમરેલી શહેરના આ વિસ્તારમાં ઘણો વિકાસ કરવો જરૂરી છે. તેઓ પૂરા વિશ્વાસ સાથે એવું પણ જણાવી રહ્યા છે કે, ભલે સામે મારા જેઠાણી હોય અમારી વિચારધારા જુદી છે. જોકે પરિવારમાં સામસામે ઊભા છીએ એટલે કોઈ નારાજગી કે વિખવાદ નથી. પરંતુ દેરાણીને વિશ્વાસ છે કે હું ચોક્કસ મારી જેઠાણીને હરાવીને જ રહીશ
આમ, દેરાણી અને જેઠાણી બંનેએ પોતાની જીતનો વિશ્વાસ છે. જેઠાણી ભાજપના કરેલા વિકાસના કામોને લઇ અને લોકો સમક્ષ જશે તો તેની સામે દેરાણી પોતાનો વિસ્તાર અલગ જ રીતે બદલવાની વાત કરે છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જેઠાણી દેરાણીને હરાવશે કે દેરાણી જેઠાણીને હરાવશે તે આવનારો સમય બતાવશે.

Related posts

ઈરાનના ૧૦૦ શહેરોમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શનો : પોલીસકર્મીની ચાકુ મારીને હત્યા

Master Admin

તમિલનાડુમાં બધાને પછાડી પહેલીવાર એનડીએની સરકાર બની શકે છે

Master Admin

હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી

Master Admin

Leave a Comment

Translate »