Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ તેજ

૧૦,૦૦૫ બેઠકો માટે ૩૯,૩૮૬ ઉમેદવારી પત્રો ભરાયા

આંકડા દર્શાવે છે કે, સરેરાશ એક બેઠક દીઠ ચાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જે ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધાનું સંકેત આપે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૩ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે ચૂંટણી જંગ વધુ રોમાંચક બન્યો છે. આજે રાજ્યભરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે આવતીકાલે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.

રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠકો માટે કુલ ૩૯,૩૮૬ ઉમેદવારી પત્રો ભરાયા છે. આ આંકડા દર્શાવે છે કે, સરેરાશ એક બેઠક દીઠ ચાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જે ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધાનું સંકેત આપે છે. ચૂંટણી આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યની ૧૫ મહાનગરપાલિકાની ૧,૦૪૪ બેઠકો માટે ૫,૯૮૪ ઉમેદવારી પત્રો ભરાયા છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ ૧૯૨ બેઠકો માટે ૧,૫૫૩ ફોર્મ નોંધાયા છે, જ્યારે સુરતમાં ૧૨૦ બેઠકો માટે ૧,૦૫૯ ઉમેદવારી પત્રો ભરાયા છે. આ બંને શહેરોમાં રાજકીય રસાકસી વધુ તેજ બનવાની શક્યતા છે.

નગરપાલિકાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ૮૪ નગરપાલિકાની ૨,૬૨૪ બેઠકો માટે કુલ ૭,૮૧૮ ફોર્મ ભરાયા છે. ઉપરાંત ૧૧ નગરપાલિકાની ૧૩ બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીમાં ૧૪૦ ઉમેદવારી પત્રો જમા થયા છે. પંચાયત સ્તરે સૌથી વધુ પ્રતિસ્પર્ધા જોવા મળી રહી છે. ૩૪ જિલ્લા પંચાયતની ૧,૦૯૦ બેઠકો માટે ૪,૯૦૬ ફોર્મ ભરાયા છે, જ્યારે ૨૬૦ તાલુકા પંચાયતની ૫,૨૩૪ બેઠકો માટે સૌથી વધુ ૨૦,૬૩૮ ઉમેદવારી પત્રો નોંધાયા છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે.

Related posts

ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે ગળે ફાંસો ખાધો

Master Admin

ટિકિટ બાબતે શહેર ભાજપ પ્રમુખ ઉપર પથ્થરમારો

Master Admin

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

Master Admin

1 comment

Alexandra1958 April 14, 2026 at 3:42 pm Reply

Leave a Comment

Translate »