Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ગુજરાતમાં પેપર લીક કૌભાંડનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચઢ્યા

બાયડ ભાજપ પ્રમુખ વિવાદમાં

ભાજપના મતે કોંગ્રેસ ચૂંટણી ટાણે માત્ર વાહિયાત અને પાયાવિહોણા આક્ષેપો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨ એપ્રિલ ૨૦૨૬ –– ગુજરાતમાં પેપર લીક કૌભાંડનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં જેમની ધરપકડ કરાઇ હતી તેવા આકાશ પટેલને અરવલ્લી જિલ્લાના બાયડ શહેર ભાજપ પ્રમુખ બનાવાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હવે જિલ્લા ભાજપ પ્રમુખે મૌન તોડીને મહત્વની પ્રતિક્રિયા આપી છે.

મળતી માહિતી મુજબ, આકાશ પટેલ પર જુનિયર ક્લાર્કનું પેપર લેવાનો આરોપ છે અને અગાઉ આ કેસમાં એટીએસ દ્વારા તેમની તપાસ અને ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, હાલ આ કેસમાં તેમને જામીન મળેલા છે. આ વિવાદ વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે યુવા શહેર પ્રમુખની નિમણૂક કરવાની સત્તા મંડલ પ્રમુખ પાસે હોય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “જો આકાશ પટેલ આ કેસમાં ગુનેગાર સાબિત થશે, તો પક્ષ દ્વારા તેની સામે ચોક્કસપણે કડક પગલાં લેવામાં આવશે.”
બીજી તરફ, ભાજપ દ્વારા કોંગ્રેસ પર પલટવાર કરવામાં આવ્યો છે. ભાજપના મતે કોંગ્રેસ ચૂંટણી ટાણે માત્ર વાહિયાત અને પાયાવિહોણા આક્ષેપો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આ મામલો સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે, ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં સંગઠન આ અંગે શું નિર્ણય લે છે.

Related posts

સાબરમતી યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ સંપન્ન: 467 વિદ્યાર્થીઓને પદવી અને 25 તેજસ્વીઓને ગોલ્ડ મેડલ એનાયત

Master Admin

જૂનાગઢમાં ૩૦૫ કરોડના સાયબર ફ્રોડમાં ભાજપ કોર્પોરેટર સહિત ૪નું સરઘસ નીકળ્યું

Master Admin

હોળી-ધૂળેટી પર્વે રાહદારીઓ કે વાહનો ઉપર રંગ નાંખવા પર પ્રતિબંધ મુકાયો

Master Admin

Leave a Comment

Translate »