Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
entertainment

જીયા સંજયભાઈ ત્રિપાઠીની શૉર્ટ ફિલ્મ ‘સંસ્કાર’ થઈ લૉન્ચ કચ્છ – મોરબીના સાસંદ વિનોદભાઈ ચાવડા રહ્યા હાજર

સાંપ્રત સમાજમાં છાને ખૂણે કરાતા અપરાધો પ્રત્યે સમાજને જાગૃત કરવા માટે બનતી ટૂંકી ફિલ્મો પણ મોટો સંદેશ આપી જતી હોય છે. 18મી જાન્યુઆરીએ ભુજ ખાતે મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે નાની બાલિકા જીયા સંજયભાઈ ત્રિપાઠી અભિનીત અને જીયા ફિલ્મ્સ દ્વારા નિર્મિત ટૂંકી ફિલ્મ ‘સંસ્કાર’નું લોકાર્પણ કરતાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બાલિકા જીયાને નાના ગજે સમાજને મોટી વાત કરવા બદલ બિરદાવી હતી.

આ અવસરે જીયા અભિનીત અને જીયા ફિલ્મ્સ દ્વારા જ નિર્મિત અન્ય ફિલ્મ `દીકરી વહાલનો દરિયો’ ટૂંકી ફિલ્મની રજૂઆત પણ કરવામાં આવી હતી.  આરંભમાં વિજયજરાજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે પુસ્તકાલય દ્વારા કરાતી સાહિત્ય ઉપરાંતની સામાજિક પ્રવૃતિઓનો ખ્યાલ આપી આ પ્રકારની સામાજ ઉદ્ધારક પ્રવૃતિઓ માટે પુસ્તકાલયનો હંમેશ સહયોગ આપવાની ખાતરી આપી હતી.  જિલ્લા પોલીસની શી ટીમના અધિકારી રમીલાબહેન શાહુએ પોલીસ બેડાની શી ટીમ દ્વારા કરવામાં આવતી વરિષ્ઠ નાગરિકોની સમસ્યા હલ કરવા કરાતાં કાર્યોની વિગત આપી પ્રવર્તમાન સમયમાં બનતી ઘટનાઓ પ્રત્યે વાલીઓને જાગૃત બનવા જણાવ્યું હતું.  સામાજિક અગ્રણી અને કચ્છ ક્ષત્રિય સમાજના પૂર્વ અઘ્યક્ષ જોરાવરસિંહ રાઠોડ, હિતેશભાઈ ઠક્કર, સામાજિક અગ્રણી રસિકભાઈ મકવાણા, જીયાના માર્ગદર્શક પરાગ પોમલ વગેરે મંચસ્થ રહ્યા હતા. જીયાની શાળા રાવલવાડી પ્રાથમિક શાળાના આચાર્ય ગોરભાઈ તથા શાળા પરિવારે જીયાનું સન્માન કર્યું હતું તથા આચાર્ય શાંતિલાલ મોતાએ આભારની લાગણી વ્યકત કરી હતી. સામાજિક આગેવાન અજિતભાઈ માનસતાએ પ્રવચન કર્યુ હતું.  વિજયરાજજી પુસ્તકાલયના વરિષ્ઠ કારોબારી સભ્ય પીયૂષભાઈ પટ્ટણી, જવેરીલાલ સોનેજી મહેમાનોના સન્માનમાં જોડાયા હતા. સંચાલન પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય ઠાકરે તથા આભારવિધિ મંત્રી નરેશ અંતાણીએ કરી હતી. પુસ્તકાલયના આ અવસરે જીયા ત્રિપાઠીના પિતા સંજયભાઈ ત્રિપાઠી તથા પરિવાર, કારોબારી સભ્યો રેશમાબેન ઝવેરી, દિનેશભાઈ મહેતા, કરીમભાઈ ખીયરા, જાગૃતિ વકીલ, મિહીર વોરા, પત્રકાર જયેન્દ્રભાઈ ઉપાધ્યાય, નગરસેવક કમલભાઈ ગઢવી, નિતીનભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીયા ત્રિપાઠીએ આ ઉપરાંત ફુલવાડી, સ્વપ્ન પેન્સિલ, રિશ્તો કી ડોર અને પહલ સહિતની શૉર્ટ ફિલ્મમાં કામ કર્યું છે.

Related posts

Three men, one mission: Revolutionizing menstrual hygiene on Shark Tank India 4

Reporter1

Badshah Gets Emotional on Indian Idol as Mika Singh’s Performance Sparks Memories of Sidhu Moose Wala

Reporter1

‘MeetCute’ માં શ્રૃતિ ઝા અને શબ્બીર આહલુવાલિયા સાથે યોજાઈ જૂના જમાનાના રોમાંસની ખાસ ઉજવણી

Master Admin
Translate »