Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

જીવનમાં જેટલી આહારની અગત્યતા છે તેટલી જ નિદ્રાની આવશ્યક્તા છે.

ડૉ. શ્રીરામ વૈદ્ય
Mob: ૯૮૨૫૦૦૯૨૪૧

Email: sgvaid19@outlook.com

શરૂઆતમાં તો ઊંઘ લાવવાની ટેવની ખીલવણી કરવી જોઇએ. તમને ઊંઘ આવી શકવાની નથી એ ખ્યાલ મગજમાંથી તમારે દૂર કરવો જોઇએ. અનિદ્રા એટલે ઊંધ ન આવવી, આ કારણે અનિદ્રાથી પિડીત વ્યક્તિઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. શાંત નિદ્રા ઊંઘ નહિં આવવાનાં અનેક કારણોમાં ચઙ્મ, કોફી અને બીજા પીણાઓ પણ છે. તેથી ખાસ કરીને સાંજે તથા રાત્રે તો આવાં પીણાંથી દૂર જ રહેવું જોઇએ. સવારે અને સાંજે બે વખત નહિંતો એક વખત પણ તમારી પ્રકૃતિના પ્રમાણમાં કસરત કરવાની ટેવ રાખજો. રાત્રે સૂવા જતા પહેલા ન્હાવુ જોઇએ. ભારે ખોરાક મોડી રાત્રે લેવો નહિં.વળી ખોરાક લીધા પચી તરત જ સૂવુ નહિં જ્મ્યા પછી ઓછામાં ઓછો કલાકનો સમય ગાળ્યા પછી સૂવાનું રાખવું. સતત શ્રમ એ નિદ્રા લાવવાનો અજોડ ઉપાય છે સંગીત સાંભળતા સૂવો. ગરમીના દિવસોમાં સ્નાન કરી સૂવો, રાત્રિ ભોજન પછી થોડુંક ફરી આવી સૂવો.જેથી આહારનું પાચન થઇ શાંત નિદ્રા આવશે. સૂતી વખતે ઊંચી જાતના પીપરા મૂળનું ચૂર્ણ બે આનીભાર,ભેંસના દૂધ સાથે લેવાથી ઊંઘ આવશે. મન શાંત કરનારા દ્રવ્યો શંખાવલી,બ્રાહ્મી,જેઠીમધનું ચૂર્ણ લેવું.આ જીવનીય ઔષધો છે,જેનાથી આદત પડતી નથી અને લાંબો સમય લેવા છતાં પણ નુકશાન થતું નથી.

અનિદ્રા એ આજે સુધરેલા સમાજની એક મહત્વની સમસ્યા બની ગઇ છે. છેલ્લા આંકડાઓ પણ સમર્થન કરે છે કે,આગળ પડતા સુધરેલા દેશોમાં,અને તેની પ્રજામાં મોટા ભાગના માનવીઓ ઊંઘની ગોળીઓ-મગજનો ઉશ્કેરાટ દબાવનારી દવાઓ ઓશીકા નીચે રાખીને સૂવે છે. એટલે કે,આ માનવીઓ આ દવાથી એટલા બધા ટેવાઇ ગયા છે કે તેમને તેના વગર ચાલતું નથી. માનસિક રોગોના પાયામાં ઊંઘ ન આવવી એ આ રોગનું એક કારણ મનાય છે.આપણે ત્યાં પણ આ રોગનો વિસ્તાર વધતો જાય છે.ભાગ્યે જ એવુ સુધરેલુ ઘર હશે જ્યાં ઊંઘની દવા કે મગજનો ઉશ્કેરાટ શમાવનારી દવાઓ નહીં હોય.

કુદરતે આપેલી અનેક બક્ષિસોમાં તંદુરસ્ત ઊંઘ ઘણી જ અગત્યની છે. નિરાંતની ઊંઘ શરીરને તાજગી,આનંદ અને બળ આપનારી છે.માનવીના સ્વસ્થ જીવનમાં જેટલી આહારની અગત્યતા છે તેટલી જ નિદ્રાની આવશ્યક્તા છે.

મન કે તનથી કામ કરતાં થાક અનુભવાય છે ત્યારે એ થાક ખોયેલી શક્તિને પુનઃ પ્રાપ્ત કરવા માટે ઊંઘ આવવા માંડે છે. થાકનો અર્થ ઝડપથી લોહીનું પરિભ્રમણ થવું, અને તેના પરિણામે તેની શક્તિ ક્ષીણ બનવી, અને રકતના કોશાણુઓમાંથી પ્રાણવાયુ (ઓક્સિજન) નું ક્ષીણ થવું અને તેના પરિણામે,કાર્ય કરવામાં શરીર અસમર્થ બને છે ત્યારે થાક લાગે છે. દૈનિક જીવનમાં પ્રવૃત્તિના પરિણામે, શ્રમ અને શ્રમના શમનાર્થે નિદ્રા ઊંઘ એ જાણીતી ઘટના છે.

સ્વાભાવિક નિદ્રા પોષણ આપનારી તથા માનવીને સુખ, બળ, ઉત્સાહ, દીર્ઘજીવન તથા ચેતન આપનારી નીવડે છે. મહર્ષિ ચરકે, સૂત્ર સ્થાનમાં નિદ્રાના સાત પ્રકારો જણાવ્યાં છે. તેમાં રાત્રિનાં સ્વભાવથી જ આવતીનિદ્રા ભૂતધાત્રી એટલે પ્રાણીઓનું ભરણ પોષણ કરનારી નિદ્રા કહી છે. વાત, પિત્ત, કફ એ દોષો ક્યારેક બહુ વધીને મનોવહ સ્ત્રોતોનો અવરોધ કરે છે ત્યારે સ્વપ્નો ઊઠતાં હોય તેવા ચિત્તના સ્વપ્નોમાં રક્તવર્ણનાં દ્રશ્યો, અગ્નિનાં દ્રશ્યો દેખાય છે, જ્યારે કફપ્રાધાન્ય સ્વપ્નોમાં જળાશય વગેરે દેખાય છે.
આજનો માનવી આધિ-વ્યાધિ અને ઊપાધિથી ઘેરાયેલો હોય છે. સૂવા ટાણે પણ તેનું મન નિવૃત હોતું નથી. તે અનેક વિચારોની પરંપરામાં સૂવે છે. પરિણામે દિવસે જે કાંઇ જોયું હોય, સાંભળ્યું હોય કે અનુભવ્યું હોય અને જેની અસરો મન ઉપર પડી હોય તે સંસ્કારો તે વિચારો જાગૃત થઇને તે જ વિષયોને સ્વપ્નોમાં ફરી પ્રત્યક્ષ કરે છે. જે વિષયો તરફ મન માર્યું માર્યું ફરતું હોય તેનું પ્રત્યક્ષીકરણ સ્વપ્નસૃષ્ટિમાં જોવા મળે છે.

સ્વપનો અને નિદ્રા
આવા આજે અનેક માનવીઓ છે અને તેઓ કહે છે કે, પથારીમાં પડતાં જ સ્વપ્નની હારમાળા શરૂ થાય છે. ક્યારેક ભયંકર સ્વપ્નોમાંથી પસાર થાય છે, ત્યારે માનવી ભયભીત થઇ જાગી જાય છે. આવાં સ્વપ્નાંવાળી નિદ્રા એ નિદ્રા નથી પણ તંદ્રા છે. જેથી ગમે તેટલો સમય પથારીમાં પડ્યા રહેવા છતાંપણ જ્યારે ઊઠે છે ત્યારે સ્વસ્થતા હોતી નથી, પ્રસન્ન્તા હોતી નથી અને એ ફરિયાદ કરે છે કે, ઊંઘ બરાબર આવી નથી.એ હકીકત છે કે, અજંપામાં સૂવે તે અજંપામાં ઊઠે.આ પરત્વે સૂતી વખતે સ્વસ્થ ચિત્તે મનના વિચારોને એક પછી એક દૂર કરી શરીરને ઢીલું કરતા જવું અને ઊંઘવાનો પ્રયત્ન કરવો જોઇએ. ટૂંકમાં સ્વપ્નએ ચિત્તની વૃત્તિ નથી,પરંતુ અજાગૃત અવસ્થાનો ચાલતો મનોવ્યપાર છે

ક્લીટમેનના કથન અનુસાર હાઇપોથેલેમસમાં તથા યોમવંટ્રીકલના તળિયે એક નિદ્રા કેંદ્ર સ્લીપ સેંટંર આવેલુ છે, જેનાથી જાગૃત અવસ્થામાં કે નિદ્રાની અવસ્થામાં કોરેટેક્ષમાં એક મંદ મંદ ગતિ ચાલ્યા કરે છે.

મગજમાં એક બીજું જાગૃત કેંદ્ર -વેકિંગ સેટંર પણ આવેલું છે, જે મગજના વચ્ચેના ભાગ અને હાઇપોથેલેમસનો પાછળનો ભાગ સીમ્પેથીટિક કેંદ્ર્‌ની સાથે આવેલું છે.જે ત્વચા, શાખાઓ, આશયો, તથા મગજના કોરેટેક્ષમાંથી આવેલી સૂચનાઓ-સંજ્ઞાઓ દ્રારા ઉત્તેજીત થયા કરે છે. અને જ્યાં સુધી આ કેંદ્ર ઉત્તેજીત રહે છે ત્યાં સુધી નિદ્રાકેંદ્ર દબાયેલું રહે છે. સૂવાના સમયે શાંત બનીને પડી રહેવાની મગજની જ્ઞાનેંદ્રિયોમાંથી આવતી સંજ્ઞાઓ, સૂચનાઓ ક્રમશઃ શાંત બનતી જાય છે તેમ તેમ નિદ્રાકેંદ્ર પ્રબળ થાય છે. પરિણામે ઊંઘ આવવા માંડે છે. ફરીથી સવાર પડતાં જ, અજવાળું થતાં, ઘોંઘાટ શરૂ થતાં, મળ મૂત્રનો વેગ શરૂ થતાં જ જાગૃતિકેંદ્ર ઉત્તેજીત થવા માંડે છે અને નિદ્રાકેંદ્ર મંદ પડે છે, જેનાથી ઊંઘ ઊડી જાય છે અને જાગૃતિ આવે છે.

ઘસઘસાટ આવેલી નિદ્રા ઊંઘ વખતે શરીરના સ્નાયુઓ શિથિલ બને છે. મગજની વિધૃતગતિ પણ મંદ પડે છે. એક બે સેકંડમાં એક ગતિ જેટલી ધીમી પડે છે તેને (ડેલ્ટા વેવ)કહે છે. નાડીમંડળ કાર્યક્ષમ બને છે,જેથી આંખની કીકી સંકોચાય છે. રક્તવાહિનીઓ ફેલાય છે અને મગજને પણ રક્તનુંપ્રમાણ ઓછું પહોંચેં છે.

કારણો; કોઇપણ પ્રકારની અતિ ચિંતા, ક્ષોભ, નાડીમંડળ ઉત્તેજના, હ્રદયની નિર્બળતા, મગજની ઘમનીઓની કઠોરતાથી મગજને પૂરતું પોષણ ન મળે ત્યારે ઊંઘ ઓછી થઇ જાય છે. વૃધ્ધાવસ્થામાં ઊંઘ ઓછી થઇ જવાના આજ કારણો છે. મૂત્રવિષ અને કડક પીંણાઓના અતિ સેવનથી નિદ્રા ઓછી થઇ જાય છે શરીરના કોઇપણ ભાગમાં વ્યથાના કારણે,વમન કે વિરેચનના અતિયોગથી, તૃષ્ણા, બહુમૂત્રતા, અને હિક્કાથી, શિરશૂલ અથવા સર્વાંગશૂલ, ગેસ થવાથી પણ નિદ્રા ઓઅચી થઇ જાય છે.

મનોનુકુલ વાતાવરણ ન હોવાથી, ઘોંઘાટભર્યા વાતાવરણથી, તીવ્ર, ઉગ્ર, વાસથી, શુધ્ધ હવાના અભાવથી, અમુક પ્રકારની ટેવોથી ટેવાયેલા માનવીઓને તેથી વિરૂધ્ધ પ્રકારનું વાતાવરણ મળેતો ઊંઘ આવતી નથી.ટૂંકમાં ખોરાક વિના દિવસો સુધી ચલાવી શકાય છે, પણ નિદ્રા વિના બેચેનીનો સામનો કરવો મુશ્કેલ થઇપડે છે.

અનિદ્રાનો શરીર અને મન બંને ઉપર એક સાથે પ્રભાવ પડે છે.એમ જોવામાં આવે છે કે, એક જ દિવસની અનિદ્રાને કારણે માનસિક તનાવ,આંખ ઉપર ભાર, અને શરીર શિથિલ બને છે.પણ જ્યારે અનિદ્રાનો રોગ જ લાગુ પડે છે ત્યારે તેનાં વિશેષ લક્ષણો માં આળસ, તંદ્રા, ઉન્માદ, ભ્રમ,વિક્ષેપ, મતિવિભ્રમ, વિસ્મૃતિ, નેત્રરોગ, શિરઃશૂલ, અજીર્ણ, મંદાગ્નિ વગેરે લક્ષણો દેખાય છે. અનિદ્રાનો ઉપદ્ર્‌વ થતાં જ રોજબરોજ કાર્યમાં નવી ભૂલો થવી,કાર્યમાં આળસ, માનસિક ઉશ્કેરાટ વધવો, બેચેની, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, ચક્કર આવવા વગેરે લક્ષણો દેખાય છે.

ઊંઘની દવાઓ
ઊંઘની દવાઓથી ઊંઘ આવે પણ રોગ મટે નહીં. અને જેમ જેમ ઊંઘની દવાઓ લેવાતી જાય, તેમ તેમ તેની ટેવ પડતી જાય, અને જેમ જેમ ટેવ પડતી જાય તેમ તેમ દવાઓની અસર પણ ઓછી થવા માંડે. પરિણામે નિત્ય નવાં ઔષધોની શોધખોળ ચાલ્યા જ કરે છે. એક રોગીનો ઇતિહાસ મને યાદ આવે છે. એ કહે છે કે, વૈદરાજ જીવનના નમતા પહોરે હવે થોડાં વર્ષો કાઢવાના છે ત્યારે નિત્ય ઊંઘની ગોળી લઇ, ઊંઘનું સુખ માણવું જ જોઇએ. સરવાળે મને જાણવા મળ્યુ કે, થોડા વર્ષોમાં જ ઊંઘની દવાઓની અસર તેમને થતી નથી એવી ફરિયાદ કરતા સાંભળ્યા, અને માનસિક સ્થિતિત્યાં સુધી બગડી કે ઊંઘ ન આવવાના પરિણામે આત્મઘાતના જ વિચારો આવવા માંડ્યા. આ છે ઊંઘની દવા લેનાર દર્દીની દયાજનક સ્થિતિ. ઊંઘની દવાઓ બાબત બીજી એક વાત પણ નોંધવા જેવી છે કે, ટ્રાંકવીલાઇઝરો અને નિદ્રા લાવનારી દવાઓ લેવાથી ગાઢ નિદ્રા આવતી નથી, પરંતુ તંદ્રા અને સ્વપ્નવાળી ઊંઘ આવે છે. પડી રહેવાનુ મન થાય. સવારે ઊંઘમાંથી ઊઠ્યા પછી જે શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર શરીરમાં લાગવો જોઇએ,તે લાગતો નથી. શરીર થાકેલું અને સુસ્તી આળસ વાળું લાગે છે. આવાં ઔષધોનો અતિરેક માનસિક રોગને નોતરે છે.

ઉપચારો એક અસરકારક ટીકડી;
ઘટકો; સર્પગંઘા ૯૦ મિલિગ્રામ, શતાવરી ઘન ૨૦ મિલિગ્રામ, અશ્વગંધા ઘન ૨૦ મિલિ ગ્રામ, સુતશેખર રસ ૨૦ મિલિ ગ્રામ, જટામાસી ૬૦ મિલિ ગ્રામ, શંખપુષ્પી ઘન ૨૦ મિલિ ગ્રામ, સારસ્વત ચૂર્ણ ૬૦ મિલિ ગ્રામ.

આધુનિક યુગમાં મનુષ્યને અનેક સંઘર્ષો વચ્ચે પણ સતત કાર્યશીલ રહેવું પડે છે.તેથી સ્વાભાવિક રીતે મગજ થાકી જાય છે. અને તેને આરામની જરૂર જણાય છે.પણ સંજોગાનુસાર આરામ લઇ શકાતો નથી. પરિણામે માનસીક અશાંતિ વધે છે. તેમ જ મગજની સહનશીલતા ઘટી જાય છે. ને સમય જતા અનેક માનસિક વિકારોથી ઘેરાઇ જાય છે. આ પરિસ્થિતિમાં એકજ માર્ગ રહે છે કે તે એવી ઔષધીનું સેવન કરે જે શરીર તેમજ મનની સ્વાભાવિક કાર્યક્ષમતાને ઉત્તેજના કે શિથિલ કર્યા સિવાય માનસિક અશાંતિ દૂર કરે,અને સહનશીલતાને સમતુલ બનાવવાનું કાર્ય આ ટીકડી કરે છે.

આ ટીકડીમાં મગજના ઉત્તેજના શામક અને નાડીતંત્રને શક્તિ આપવાવાળી ઔષધિઓનું મિશ્રણ ઘણાં લાંબા સમયના અનુભવ બાદ કરવામાં આવ્યું છે. શામક પ્રભાવ હોવા છતાં પણ શરીર અને મનની પ્રાકૃતિ ક્ષમતાનો હાસ આ ઔષધિના સેવનથી થતો નથી. ટીકડીમાં સર્પગંધા જટામાંસી અશ્વગંધા શંખપુષ્પી અને શતાવરી જેવા દ્રવ્યો છે. જે નાડી સંસ્થાન પર શામક અને પોષક પ્રભાવશાળી સાબિત થયા છે. અને તેની કોઇ હાનિકારક અસર હજુ સુધી જણાઇ નથી.સારસ્વત ચૂર્ણમાં ૫૦% વજનો યોગ છે. આયુર્વેદમાં સારસ્વત ચૂર્ણન૦ પ્રયોગ અપસ્માર આદિ માનસિક વિકારોમાં હજારો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે.

આ ટીકડીમાં ક્ષોભહર દ્રવ્યોનું સપ્રમાણ મિશ્રણ છે. જેનાથી ચિંતા વગેરેનું શમન થવા છતાં મનની ક્ષમતા શક્તિને સ્થિર રાખે છે. ચિંતાઓનો પરાભવ થવાથી ભાવાત્મક સ્થિરતા પ્રાપ્ત થાય છે.જેનાથી વ્યક્તિ પૂર્ણ માનસિક સમતુલતા રાખી પોતાનું દૈનિક કાર્ય સ્વાભાવિક શક્તિ અને ક્ષમતા સાથે કરી શકે છે.નાડી સંસ્થાનમાં વિકૃતિ થવાથી માનસિક ક્ષોભ પેદા થાય છે. આ ટીકડીનો ઉપયોગ તેને સમતુલીન અને વ્યવસ્થિત કરે છે. જેથી જ્ઞાનતંતુઓનું નિયંત્રણ થવાના કારણે રોગીને સ્વાભાવિક નિદ્રા આવે છે.આવી અવસ્થામાં નિદ્રાનું મહત્વ જાણીતું છે. માનસિક દબાણની સાથે સાથે શારિરીક દબાણ પણ સ્વાભાવિક રીતે વધે છે જ્યારે માનસિક દબાણનું શમન થવાથી શારિરીક સ્વાસ્થ્ય આપમેળે સ્વસ્થ બની જાય છે. આ ટીકડીની વિશિષ્ટ ક્રિયા થેલેમસ અને સુષુમ્નાશીર્ષ પર થવાના કારણે સંભવતઃ આ ક્રિયા થાય છે. જેથી શારિરીક અને માનસિક દબાણની સ્થિતિમાં વિશેષ રીતે ઉપયોગી છે.

 

Related posts

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન

Reporter1

હું મા થી જ માનસ સુધી પહોંચ્યો છું” ગુરુને દેવ નહીં ભગવાન માનવા,દેવ તો સ્વાર્થી પણ હોઈ શકે છે. દરેક લાભ શુભ નથી હોતો,પણ દરેક શુભ લાભદાયી હોય છે. સત્ય આકાશમાં,પ્રેમ ધરતી ઉપર અને કરુણા પાતાળ જેટલી ઊંડી હોય છે

Reporter1

રક્તપિત્ત સામે સરકારની નિર્ણાયક લડાઈ, ભારત જાગૃતિ, સારવાર અને આદર તરફ

Master Admin

Leave a Comment

Translate »