Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા (JCI) ઝોન 8 દ્વારા વિધાનસભાની મુલાકાત

 

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા (JCI) ઝોન 8 ના સભ્યો આગામી 18મી માર્ચ, મંગળવાર ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન આશરે 500 જેટલા JCI સભ્યો, ઝોન ગવર્નિંગ બોર્ડ સભ્યો, પૂર્વ ઝોન પ્રમુખશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

 

આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ખાસ મુલાકાત યોજાશે. સાથે જ સચિવાલય ભવન ખાતે વિધાનસભા સત્રની કામગીરીનું અવલોકન કરવામાં આવશે. જેઓ આ મુલાકાત દરમિયાન વિવિધ સામાજિક અને યુવા વિકાસ સંકળાયેલા માંગણીના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે અને લેવાયેલા નિર્ણયો માટે સાક્ષી બનશે.

 

JCI (Junior Chamber International) એક વૈશ્વિક યુવા સંસ્થા છે, જે છેલ્લા 108 વર્ષથી 120 કરતાં વધુ દેશોમાં 18 થી 40 વર્ષના યુવાનો માટે કાર્યરત છે. આ સંસ્થાએ વિશ્વભરમાં અનેક નામાંકિત નેતાઓના ઘડતર માં મહત્વની ભૂમિકા નિભાવેલી છે.

Related posts

આત્મહત્યા કરતા પહેલા, જનરલ ઝેડ એ વિચારવું જોઈએ કે શું તેઓ કૌટુંબિક, નૈતિક અને સામાજિક ગુનેગાર બની રહ્યા છે. – એક પીડાદાયક સામાજિક વાસ્તવિકતા.

Master Admin

વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ, સપ્ટેમ્બર ૨૦૨૬ – શું પ્લાસ્ટિક અને ઇ-કચરો નવી અર્થવ્યવસ્થાનું પ્રેરક બળ બનશે? – ફેંકી દેવાની સંસ્કૃતિથી વિરામ, કચરામાંથી કમાણીના નવા ચક્ર માટે વૈશ્વિક આહવાન! 

Master Admin

હ્રદયરોગ અને ઓબેસીટી

Master Admin
Translate »