Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ટાટાની કંપનીને મળી ૧,૭૫૫ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ

સોમવારે શેરમાં જોવા મળી શકે અસર

કંપનીએ FY 2000-01થી FY 2006-07ની વચ્ચે નક્કી મર્યાદાથી વધારે ૧,૬૨,૪૦,૩૯૯ મેટ્રિક ટન ખનિજ કોલસો નીકાળ્યાનો આરોપ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.એપ્રિલ ૨૦૨૬ — ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલને ૧,૭૫૫.૧૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ મળી છે. આ નોટિસ વધારે કોલસા ખાણકામ સંબંધિત છે. કાલે ૬ એપ્રિલના રોજ શેરબજાર ખુલતા જ આ કંપનીના શેર પર આ ખબરની અસર જોવા મળી શકે છે. જો કે, કંપનીએ આ ડિમાન્ડને વિવાદિત જણાવી છે. આવો વિગતમાં જાણીએ. ટાટા સ્ટીલ લિમિટેડે હાલમાં જ ઝારખંડના રામગઢ સ્થિત ડિસ્ટ્રિક્ટ માઈનિંગ ઓફિસથી ૧,૭૫૫.૧૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ મળી છે. આ નોટિસ કંપનીની West Bkoaro Collieryમાં કથિત રૂપથી વધારે કોલસા ખાણકામ સંબંધિત છે. આ નોટિસ ૩૦ માર્ચ ૨૦૨૬ની છે અને કંપનીને ૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ પ્રાપ્ત થઈ. આમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંપનીએ હ્લરૂ ૨૦૦૦-૦૧થી હ્લરૂ ૨૦૦૬-૦૭ની વચ્ચે નક્કી મર્યાદાથી વધારે લગભગ ૧,૬૨,૪૦,૩૯૯ મેટ્રિક ટન ખનિજ કોલસો નીકાળ્યો છે.

આ માંગણી સુપ્રીમ કોર્ટ દ્વારા કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયામાં દર્શાવેલ આધારો પર આધારિત છે, જેમાં ગેરકાયદેસર ખાણકામ અને વધારાના ઉત્પાદન સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. કથિત વધારાના ઉત્પાદનને કારણે માંગવામાં આવેલી કુલ રકમ રૂ.૧,૭૫૫,૧૦,૫૪,૦૨૯ છે.

કંપનીએ શું કહ્યું?- કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ટાટા સ્ટીલ લિમિટેડને ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ઝારખંડના રામગઢ જિલ્લા ખાણ કાર્યાલય (DMO) દ્વારા જારી કરાયેલ ડિમાન્ડ નોટિસ મળી છે. તેમાં આરોપ છે કે, કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૦૦-૦૧થી નાણાકીય વર્ષ ૨૦૦૬-૦૭ દરમિયાન West Bkoaro Collieryમાંથી નિર્ધારિત મર્યાદા કરતાં આશરે ૧,૬૨,૪૦,૩૯૯ મેટ્રિક ટન ખનિજ કોલસો કાઢ્યો હતો. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ડિમાન્ડ નોટિસ સુપ્રીમ કોર્ટના કોમન કોઝ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા કેસ (૨૦૧૪ ના WPC નં. ૧૧૪)માં ઉલ્લેખિત આધાર પર ડ્ઢર્સ્ં દ્વારા જારી કરવામાં આવી છે. કથિત વધારાના ઉત્પાદનને કારણે કુલ ૧૭૫૫,૧૦,૫૪,૦૨૯ રૂપિયાની માંગ કરવામાં આવી છે.

કંપનીએ આ ડિમાન્ડને વિવાદિત જણાવી છે. કંપનીના અનુસાર, આ માંગ યોગ્ય આધાર અને ઠોસ કારણ રહિત છે. ટાટા સ્ટીલે કહ્યું કે, તે આ ડિમાન્ડને પડકાર આપવા માટે યોગ્ય ન્યાયિક અથવા અર્ધ-ન્યાયિક મંચોમાં કાનૂની ઉપાયો અપનાવશે.
ટાટા સ્ટીલ શેર પ્રાઈસની વાત કરીએ તો તે હાલ ૧૯૩.૫૦ રૂપિયા પર છે. ૫ દિવસોમાં આમાં ૦.૭૪ ટકા અને ૧ મહિનામાં ૩.૫૨ ટકા ઘટાડો આવ્યો છે, જ્યારે ૬ મહિનામાં શેર ૧૩.૭૮ ટકા વધ્યા છે.

 

Related posts

સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ, ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન

Master Admin

Rapido Promises Festival-on-Time: Unveils Two New Ad Campaigns

Reporter1

૨૬૦ કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું

Master Admin

Leave a Comment

Translate »