Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

તમિલનાડુમાં બધાને પછાડી પહેલીવાર એનડીએની સરકાર બની શકે છે

ઓપિનિયન પોલના ચોંકાવનારા તારણો

મેટ્રાઈઝ-IANS દ્વારા ઓપિનિયન પોલ હાથ ધરાયો, જેમાં એનડીએની મજબૂત સ્થિતિ હોવાનું કહેવાઈ રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૬ માર્ચ ૨૦૨૬ — ભારતીય ચૂંટણી પંચે રવિવારે ૧૫મી માર્ચના રોજ ૪ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળા, આસામ, તમિલનાડુ, કેરળમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી માટે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. હવે તેને લઈને ઓપિનિયન પોલ પણ સામે આવી રહ્યા છે. જાણો તમિલનાડુમાં શું સ્થિતિ જોવા મળી રહી છે?

ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખો મુજબ તમિલનાડુની ૨૩૪ વિધાનસભા બેઠકો માટે ૨૩મી એપ્રિલના રોજ મતદાન થશે અને ૪ મેના રોજ મતગણતરી હાથ ધરાશે. તમિલનાડુમાં કુલ ૨૩૪ વિધાનસભા મતવિસ્તારોમાં ૫.૬૭ કરોડ મતદારો નોંધાયેલા છે. આ સીટોમાંથી ૪૪ સીટો શિડ્યૂલ કાસ્ટ્‌સ માટે અને ૨ સીટ શિડ્યૂલ્ડ ટ્રાઈબ્સ માટે અનામત છે. પહેલીવાર મતદાન કરનારા મતદારોની સંખ્યા ૧૨.૫૧ લાખ (૧૮-૧૯ વર્ષ) છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જેમાં રાજ્યમાં સત્તાધારી પાર્ટી ડીએમકેના ડાંડિયા ડૂલ થાય તેવી શક્યતા જણાવાઈ છે. જ્યારે આશ્ચર્યજનક રીતે એનડીએના હાથમાં સત્તાની કમાન આવતી જોવા મળી રહી છે. મેટ્રાઈઝ-IANS દ્વારા હાથ ધરાયેલા સર્વેના તારણો મુજબ સત્તાધારી ડીએમકે અને તેના સાથીઓને ૧૦૪થી ૧૧૪ સીટો મળે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે. જ્યારે એઆઈડીએમકેના નેતૃત્વમાં ચૂંટણી લડનારા એનડીએમાં ભાજપ પણ સામેલ છે. આ વખતે આ ચૂંટણીમાં તેને લગભગ ૧૧૪ થી ૧૨૭ બેઠકો મળે તેવું અનુમાન છે. અભિનેતા વિજયની પાર્ટી TVKને ૬થી ૧૨ બેઠકો મળી શકે. જો કે અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ આંકડા થોડા દિવસ પહેલા સુધી જોવા મળી રહેલા રાજકીય સમીકરણોની કહાની દર્શાવે છે.

જો કે આ બધા વચ્ચે મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે એવો પણ દાવો કરાયો છે કે અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કઈગમ (TVK) અને ભાજપ વચ્ચે ગઠબંધન અંગે મંત્રણા અંતિમ તબક્કામાં છે.

સૂત્રો મુજબ ભાજપે વિજયને ગઠબંધનમાં સામેલ કરવા માટે મસમોટી ઓફર મૂકી છે. જેમાં ટીવીકે પક્ષને ૮૦ બેઠકો અને ડેપ્યુટી સીએમ પદ ઓફર મૂકી છે. જો કે એવો પણ દાવો છે કે વિજયને મુખ્યમંત્રી પદ જોઈએ છે અને એટલે હજુ કોઈ નિર્ણય થયો નથી.

Related posts

૪ ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત

Master Admin

પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર

Master Admin

અમદાવાદમાં મતગણતરી માટે ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પરિપૂર્ણ

Master Admin

Leave a Comment

Translate »