Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

૩૫ નહીં, ૨૫ દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર

રિફિલ બુકિંગની સમયમર્યાદામાં કોઈ ફેરફાર નથી

કેન્દ્ર સરકારે LPG સિલિન્ડર બુકિંગની સમયમર્યાદામાં ફેરફાર અંગે વાયરલ થતા સમાચારોને ફગાવી દીધા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ માર્ચ ૨૦૨૬ — કેન્દ્ર સરકારે LPG સિલિન્ડર બુકિંગની સમયમર્યાદામાં ફેરફાર અંગે વાયરલ થતા સમાચારોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે બુકિંગના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હાલની સિસ્ટમ યથાવત છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલાક મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્‌સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) કનેક્શન માટે ૪૫ દિવસ, નોન-ઁPMUY સિંગલ સિલિન્ડર કનેક્શન માટે ૨૫ દિવસ અને ડબલ સિલિન્ડર કનેક્શન માટે ૩૫ દિવસની નવી સમયમર્યાદા લાગુ કરવામાં આવી છે. સરકારે આ દાવાઓને ભ્રામક અને ખોટા ગણાવ્યા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે LPG રિફિલ બુકિંગ માટેની હાલની સમયમર્યાદા પહેલાની જેમ જ અમલમાં રહેશેઃ શહેરી વિસ્તારોમાં ૨૫ દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ૪૫ દિવસ, જે તમામ પ્રકારના જોડાણો પર સમાન રીતે લાગુ પડે છે. સરકારે નાગરિકોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અથવા તેને વાયરલ ન કરવા અપીલ કરી છે. વધુમાં, ગ્રાહકોને LPG બિનજરૂરી અથવા ગભરાટ ભર્યું બુકિંગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. મંત્રાલયે ગ્રાહકોને ખાતરી પણ આપી હતી કે દેશમાં પૂરતા પ્રમાણમાં LPG ભંડાર છે અને કોઈ અછતની શક્યતા નથી, તેથી ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી.

સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG ની કોઈ અછત નથી. પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ઘરેલું જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેથી, જો તમને ગેસ બુક કરવામાં સમસ્યા આવે તો ગભરાવાની જરૂર નથી. જો તમારું બુકિંગ નિષ્ફળ જાય તો તમે યોગ્ય પ્લેટફોર્મ પર ફરિયાદ કરી શકો છો. ગેસ એજન્સી તમારી વાત સાંભળી રહી નથી અથવા જાણી જોઈને તમારી વિનંતીમાં વિલંબ કરી રહી છે, તો તમે સીધી PG પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો. આ એક સરકારી પ્લેટફોર્મ છે જ્યાં તમારી ફરિયાદ સીધી સંબંધિત વિભાગ સુધી પહોંચે છે અને તેની તાત્કાલિક પ્રક્રિયા કરવામાં આવે છે.

Related posts

નારી શક્તિ વંદન બિલ ૨૧મી સદીનો ઐતિહાસિક નિર્ણય

Master Admin

US ટ્રેડ ડીલના નામે ભારતના ખેડૂતો સાથે દગો : રાહુલ ગાંધી

Master Admin

રાજનીતિક સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો

Master Admin

Leave a Comment

Translate »