Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એમેઝોન પ્રાઇમ ડેના 10 વર્ષ થયા: વધુ સ્ટોક કરો, વધુ બચત કરો અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓમાં નવી મનપસંદ શોધો

  • 4 જુલાઈથી 6 જુલાઈ સુધી ચાલનારું એમેઝોન પ્રાઇમ ડેનું 10મું એડિશન, પ્રાઇમ મેમ્બરો માટે શાનદાર ડીલ્સ, મોટી બચત, નવા લોન્ચિંગ, બ્લોકબસ્ટર મનોરંજન અને બીજું ઘણું બધું લઈને આવશે
  • પ્રાઇમ મેમ્બરો રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પર 60% સુધી અને તાજા ફળો અને શાકભાજી પર 50% સુધીની છૂટ સાથે મોટી બચત કરી શકે છે
  • દાવત, પિન્ટોલા, બોર્જેસ, ટાટા સંપન્ન, કોન્ટિનેંટલ, નીલગિરી અને બીજી ઘણી બ્રાન્ડના રોજિંદા મનપસંદ ઉત્પાદનો પર 40% સુધીની આકર્ષક બ્રાન્ડ ડીલ્સ શોધો
  • માસ્ટરચો, સનડ્રોપ, પ્યોર એન્ડ શ્યોર અને બીજી ઘણી બ્રાન્ડના 110 નવા લોન્ચિંગ અને લિમિટેડ-એડિશનના ઉત્પાદનો એક્સપ્લોર કરો
  • ટોચની ડીલ્સ અને ઑફર્સ, હાફ-પ્રાઇસ સ્ટોર, સુપર સેવર સ્ટોર અને મોન્સૂન સ્ટોર સહિત ખાસ તૈયાર કરવામાં આવેલી જગ્યાઓ પરથી ખરીદી કરો
  • એમેઝોનના AI-સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ ‘રુફસ’ની મદદથી ઉત્પાદનોને વધુ સાહજિક રીતે શોધો

બેંગલુરુ | ૨૬ જૂન ૨૦૨૬ | એમેઝોન પ્રાઇમ ડે તેના દસમા એડિશનના આયોજન માટે ભારતમાં પાછો આવી ગયો છે, જે 4 જુલાઈના રોજ 12:00 વાગ્યે થી 6 જુલાઈના રોજ 11:59 વાગ્યે સુધી ચાલશે. આ સમય દરમિયાન પ્રાઇમ મેમ્બરોને ગ્રેટ ડીલ્સ, મોટી બચત, નવા લોન્ચિંગ, બ્લોકબસ્ટર મનોરંજન અને ઘણું બધું મળશે. આ વર્ષે, પ્રાઇમ મેમ્બરો કરિયાણા અને તાજા ફળો અને શાકભાજી, આરોગ્ય, બાળકોની સંભાળ અને પાલતુ પ્રાણીઓની સંભાળ જેવી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પર મોટી બચત કરી શકે છે, સાથે-સાથે નવી બ્રાન્ડ્સ, લિમિટેડ-એડિશન લોન્ચિંગ અને ખરીદી કરવાની સ્માર્ટ રીતો શોધી શકે છે. પ્રાઇમ ડે તમારા ઘરની જરૂરિયાતની દરેક વસ્તુમાં નિયમિત સ્ટોક કરવાની પ્રક્રિયાને શોધની ક્ષણો સાથે જોડવાનું સરળ બનાવે છે. અગાઉથી પ્લાનિંગ કરેલો સ્ટોક-અપ હોય કે છેલ્લી ઘડીની જરૂરિયાત, એમેઝોન ઇન્ડિયા ઝડપ, વિશ્વાસ અને પસંદગી – બધુ જ પ્રદાન કરે છે, તેમજ એમેઝોન નાઉ માત્ર ગણતરીની મિનિટોમાં અતિ-ઝડપી ડિલિવરી પૂરી પાડે છે.

અઠવાડિયાના ભોજનની તૈયારી અને સ્વસ્થ નાસ્તાની અદલાબદલીથી લઈને પ્રાદેશિક મનપસંદ, તાજા ઉત્પાદનો અને રાંધવા માટે તૈયાર ભોજન સુધીની દરેક વસ્તુઓ માટે – પ્રાઇમ ડે તમારી કરિયાણાની યાદીમાં સામેલ હોય તેવી દરેક વસ્તુ ખરીદવાનું સરળ બનાવે છે અને સાથે સાથે કંઈક નવું શોધે છે. હાફ પ્રાઇઝ સ્ટોર, સુપર સેવર સ્ટોર અને મોનસૂન સ્ટોર જેવા ખાસ તૈયાર કરવામાં આવેલા સ્ટોરફ્રન્ટ્સ એક જ જગ્યાએ શ્રેષ્ઠ કરિયાણાની ભેગી કરે છે. ગ્રાહકો બોર્જેસ પર 60% સુધી, પિન્ટોલા પર 40% સુધી, દાવત પર 35% સુધીની છૂટ મેળવી શકે છે, તેમજ આકર્ષક નવા લોન્ચિંગ અને લિમિટેડ-એડિશનની મનપસંદ વસ્તુઓનો આનંદ માણી શકે છે – જે દરેક બાસ્કેટને વધુ ફળદાયી બનાવે છે.

ગ્રાહકો ભલે ગમે તે રીતે ખરીદી કરવાનું પસંદ કરે, એમેઝોન ઇન્ડિયા દરેક લાઇફસ્ટાઇલ માટે ડિઝાઇન કરવામાં આવેલો કરિયાણાની ખરીદીનો અનુભવ પ્રદાન કરે છે, જેમાં ગતિ, વિશ્વાસ અને પસંદગી આ બધુ જ મળે છે – એમેઝોન નાઉ દ્વારા ગણતરીની મિનિટોમાં અતિ-ઝડપી ડિલિવરી પૂરી પાડવામાં આવે છે અને દૈનિક જરૂરિયાતની ચીજોનો સ્ટોર Amazon.in પર બાળકોની સંભાળ, પાલતુ પ્રાણીઓની સંભાળ, ગોર્મેટ કરિયાણા અને આરોગ્ય તેમજ વ્યક્તિગત સંભાળ જેવી કેટેગરીમાં સમાન અથવા આગળના દિવસે ડિલિવરી પૂરી પાડવાની સાથે-સાથે વ્યાપક પસંદગી આપે છે. તેમાં ભારતના દરેક ભાગમાં છેલ્લી ઘડીથી લઈને અગાઉથી પ્લાનિંગ કરેલા સુધીની દરેક ગ્રાહકની જરૂરિયાતોને આવરી લેવામાં આવે છે.

એમેઝોનના AI-સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ ‘રુફસ’ દ્વારા ખૂબ સરળતાથી યોગ્ય ઉત્પાદનો શોધી શકાય છે. ખરીદદારો “સ્વસ્થ નાસ્તાના વિકલ્પોની ભલામણ કરો,” “મને દક્ષિણ ભારતીય ચાના સમયના નાસ્તા બતાવો,” “પેન્ટ્રી સ્ટેપલ્સનો સ્ટોક કરવામાં મને મદદ કરો,” અથવા “નવજાત શિશુઓ માટે બાળકની સંભાળ માટે જરૂરી વસ્તુઓ સૂચવો” જેવા વાતચીતના સંકેતો પૂછી શકે છે – અને રુફસ તેમની જરૂરિયાતોને અનુરૂપ સંબંધિત ઉત્પાદનો રજૂ કરશે, જે રોજિંદા ખરીદીને વધુ સ્માર્ટ અને વધુ વ્યક્તિગત બનાવશે.

ભારતમાં પ્રાઇમ ડેના 10 વર્ષ પૂર્ણ થતા, એમેઝોન નવા મેમ્બર માટે મર્યાદિત સમયગાળાની એનિવર્સરી ઑફર પણ રજૂ કરી રહ્યું છે. ગ્રાહકો પ્રાઇમમાં INR 500ની ફ્લેટ છૂટ સાથે જોડાઈ શકે છે, વાર્ષિક પ્રાઇમ મેમ્બરશીપ ફક્ત INR 999 (INR 1,499થી ઘટાડીને), પ્રાઇમ લાઇટ INR 599/વર્ષ (INR 799થી ઘટાડીને) અને પ્રાઇમ શોપિંગ એડિશન INR 299/વર્ષ (INR 399થી ઘટાડીને)માં ઉપલબ્ધ છે, જેનાથી પ્રાઇમ ડે દરમિયાન અને આખા વર્ષ દરમિયાન ખરીદી, બચત અને મનોરંજનનો ઍક્સેસ પહેલા કરતાં વધુ સુલભ થઈ જાય છે.

આ પ્રાઇમ ડે પર તમારી કાર્ટમાં ઉમેરવા યોગ્ય કેટલીક કરિયાણાની શોધ, નવા લોન્ચિંગ અને રોજિંદી મનપસંદ વસ્તુઓ અહીં બતાવી છે.

પ્રાદેશિક મનપસંદ વાનગીઓ સાથે ચાના સમયને નાસ્તામાં ફેરવો: વરસાદી સાંજ વધુ સારા નાસ્તા માટે એકદમ યોગ્ય છે. નીલગીરીના પ્રતિષ્ઠિત મૈસુર મિક્સ્ચર (ચવાણા) અને બટર મુરુક્કુથી ક્રિસ્પી નમકીન અને કોડુબલે સુધી કેટલીય વસ્તુઓ પ્રાઇમ ડેના રસપ્રદ ભાવે મળે છે જેનાથી અસલ દક્ષિણ ભારતીય મનપસંદ વાનગીઓનો સ્વાદ ઘરે બેઠા માણી શકાય છે.

રોજિંદી રસોઈને સરળ બનાવતા પેન્ટ્રી સ્ટેપલ્સ: તમે અઠવાડિયાના ભોજનનું આયોજન કરી રહ્યા હોવ કે વિકએન્ડમાં મિજબાનીઓનું આયોજન કરી રહ્યા હોવ, તમારી પેન્ટ્રીને રીફ્રેશ કરવાનો અત્યારે યોગ્ય સમય છે. INR 136માં 15% ડિસ્કાઉન્ટ સાથે ઓર્ગેનિક બીટન રાઇસ, INR 117માં 6% ડિસ્કાઉન્ટ સાથે ઓર્ગેનિક ગોળ પાવડર અને INR 128માં 22% ડિસ્કાઉન્ટ સાથે ઓર્ગેનિક બ્રાઉન સુગરનો સ્ટોક કરો.

તમારા માટે બેટર-ફોર-પેન્ટ્રી સ્ટેપલ્સ: પેન્ટ્રીને સ્વસ્થ રીતે અપગ્રેડ કરવાનું હવે વધુ લાભદાયી થઈ ગયું છે. પૌષ્ટિક રોજિંદી મુખ્ય વસ્તુઓનો સ્ટોક કરતી વખતે પિન્ટોલા ઉત્પાદનો પર 40% સુધી, દાવત પર 35% સુધી અને બોર્જેસ પર 60% સુધી બચત કરો.

શેલ્ફ પર નવું શું છે: નવું શું છે તે શોધવા માટેનું એક ઉત્તમ બહાનું પણ ‘પ્રાઇમ ડે’ લાવે છે. મસલબ્લેઝ ક્રિએટાઇન ચ્યુઝ ઓછામાં ઓછા 10% ડિસ્કાઉન્ટ પર, લિમિટેડ-એડિશન કોલગેટ x હેરી પોટર ટૂથપેસ્ટ ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ પર અને સ્ટેફ્રી એક્સપર્ટ+ સેનિટરી પેડ્સ ફ્લેટ 10% ડિસ્કાઉન્ટ પર ખરીદો. ગ્રાહકો લિમિટેડ-એડિશન માસ્ટરચો 2X ચિલી ગાર્લિક ક્રિસ્પ પણ મેળવી શકે છે, જે હવે 28% ડિસ્કાઉન્ટ પર INR 289માં ઉપલબ્ધ છે, અને સનડ્રોપ પીનટ બટર જેવી રોજિંદા મનપસંદ વસ્તુઓનો સ્ટોક કરી શકે છે, જે INR 265માં 4% ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે.

વિકસતા પરિવારો માટે નાનકડી આવશ્યકતાઓ: બાળક અને પરિવારની આવશ્યક બાબતોમાં પ્રાઇમ ડે બચતની મદદથી રોજિંદા પેરેન્ટિંગને વધુ સરળ બનાવો. પેમ્પર્સ પ્રીમિયમ કેર પેન્ટ સ્ટાઇલના બેબી ડાયપર 53%ની છૂટ સાથે INR 1,336માં, MamyPoko સ્કીન બ્રીથ અને ફિલિપ્સ એવેન્ટ સ્ટર્લાઇઝર પર 30%ની છૂટ, મુસાફરીમાં જરૂરી બાળકો માટેની આવશ્યક ચીજવસ્તુઓ પર 30% સુધીની છૂટનો આનંદ માણો અને વધુ ખરીદો, એમેઝોન બ્રાન્ડના પુખ્ત લોકોના ડાયપર પર ઓછામાં ઓછા 60%ની છૂટ દ્વારા વધુ બચાવો.

અસ્વીકરણ: ઉત્પાદનની વિગતો, વર્ણન અને કિંમત વિક્રેતાઓ દ્વારા આપવામાં આવે છે. ઉત્પાદનોની કિંમત નક્કી કરવામાં અથવા તેનું વર્ણન કરવામાં એમેઝોન સામેલ નથી અને વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉત્પાદનની માહિતીની ચોકસાઈ માટે જવાબદાર નથી. અમારા નિયમો અને શરતો અહીં વાંચો.

== સમાપ્ત ==

Related posts

સહમતિથી બનાવેલો સંબંધ રેપ ન કહી શકાય

Master Admin

ઓપરેશન સિંદૂર દરમિયાન અમે લાંબી લડાઈ માટે તૈયાર હતા

Master Admin

વિશ્વનો સૌથી પાતળો 8000 mAhસ્માર્ટફોન – POVA Curve 2 નું વેચાણ આજથી શરૂ

Master Admin

Leave a Comment

Translate »