Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

ગુજરાત માથે રૂપિયા ૩.૮૦ લાખ કરોડનું દેવું

કેગ અહેવાલમાં ખુલાસો

એક વર્ષમાં દેવામાં ૨૨ હજાર કરોડનો વધારો થયો છે, મહેસુલી આવકમાં ઘટાડો છતાં ખર્ચ નિયંત્રણથી મહેસુલી પુરાંત નોંધાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૫ માર્ચ ૨૦૨૬ — ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે આજે નિયામક અને મહાલેખાપરીક્ષક (ઝ્રછય્)નો મહત્વપૂર્ણ અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નો આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યની નાણાકીય સ્થિતિ, જાહેર દેવું અને આવક-ખર્ચ અંગેના મહત્વપૂર્ણ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ, ગુજરાતનું કુલ જાહેર દેવું ૩.૮૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જાહેર દેવામાં અંદાજે ૨૨ હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે, જે રાજ્યના વધતા નાણાકીય બોજ તરફ સંકેત કરે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી બજાર લોન પણ નોંધપાત્ર રીતે વધી છે. અહેવાલ મુજબ બજાર લોનનો આંક ૩.૧૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે ગત વર્ષ કરતા લગભગ ૧૬ હજાર કરોડ રૂપિયા વધુ છે.

નાણાકીય પરિસ્થિતિના અન્ય પાસાઓ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યની મહેસુલી આવકમાં ઘટાડો નોંધાયો છે. અગાઉના વર્ષની તુલનાએ મહેસુલી આવકમાં ૧.૮૯ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અંદાજપત્રીય લક્ષ્યાંકોની સામે આ આવક ૪.૮૩ ટકા ઓછી રહી છે. રાજ્યના સકલ ઘરેલુ ઉત્પાદન (ય્જીડ્ઢઁ)ની દૃષ્ટિએ મહેસુલી આવક ૮.૧૮ ટકા રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. તેમ છતાં, રાજ્ય સરકારે મહેસુલી ખર્ચ પર નિયંત્રણ જાળવવામાં સફળતા મેળવી હોવાનું પણ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન રૂ. ૧૮,૯૪૨.૯૪ કરોડની મહેસુલી પુરાંત નોંધાઈ છે, જે અંદાજપત્રીય અંદાજ કરતાં બમણી હોવાનું નોંધાયું છે. આ આંકડો રાજ્ય સરકારના ખર્ચ નિયંત્રણના પ્રયાસોને દર્શાવે છે.

કરવેરા આવકના મુદ્દે રાજ્યની કામગીરી સ્થિર રહી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. અંદાજપત્રીય અંદાજોની સામે રાજ્યની પોતાની કરવેરા આવકમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. બીજી તરફ, કેન્દ્રીય કરવેરાના હિસ્સામાં વધારો નોંધાયો છે, જેના કારણે અન્ય આવકના ઘટકોમાં થયેલી ખાધ આંશિક રીતે સંતુલિત થઈ શકી છે.

કેગના આ અહેવાલથી રાજ્યની નાણાકીય સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે, જેમાં એક તરફ દેવામાં વધારો અને આવકમાં ઘટાડો જેવી ચિંતાજનક બાબતો છે, તો બીજી તરફ ખર્ચ નિયંત્રણ અને મહેસુલી પુરાંત જેવી સકારાત્મક બાબતો પણ નોંધાઈ છે.

Related posts

81 વર્ષની ઉંમરે પ્રોસ્ટેટ કેન્સર પર રોબોટિક સર્જરીથી સફળ જીત: HCG Cancer Centre Vadodaraમાં માત્ર 3 દિવસમાં ડિસ્ચાર્જ

Master Admin

ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કોર્પોરેટરની દારૂના કેસમાં ધરપકડ

Master Admin

સુરતમાં દારૂના નશામાં કારે એક પછી એક ત્રણ વાહનોને લીધા અડફેટે

Master Admin

1 comment

Aiden2350 March 26, 2026 at 7:12 am Reply

Leave a Comment

Translate »