Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ત્રાસવાદ અને અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારને સહાય

 

હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયાં છે. મૂળ બનાસકાંઠાના દિઓદરના રહીશ પરિવારની એક બહેન અને તેના બે પુત્રો રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા હતા તેવે સમયે અચાનક આવેલી ત્રણ હેઠળ કપાઈ જતાં ત્રણેના દુઃખદ મૃત્યુ થયાં હતાં. પૂજ્ય મોરારિબાપુએ આ મૃતકના પરિવારને ૪૫,૦૦૦ની સહાયતા રાશી અર્પણ કરી છે. ગાંધીધામ સ્થિત રામકથાના શ્રોતા શ્રી મોહનભાઈ ઠક્કર દ્વારા આ રાશી પહોંચાડવામાં આવશે.

અકસ્માતના બીજા બનાવમાં પોરબંદર ખાતે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને તેમાં કોસ્ટગાર્ડના ત્રણ અધિકારીઓ શહીદ થયાં હતા. પૂજ્ય બાપુએ આ જવાનોના પરિવારજનોને પણ ૪૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. કોસ્ટગાર્ડમાંથી આ જવાનોના પરિવારજનોની બેંક ડીટેલ્સ મેળવી ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા આ રાશી પહોંચાડવામાં આવશે.

છત્તીસગઢના દાંતેવાડાના બીજાપુરમાં નક્સલી હુમલો થયો હતો જેમાં એક ઓપરેશન પૂરું કરી પરત ફરી રહેલા ડીઆરજી જવાનોના કાફલા પર નક્સલોએ હુમલો કર્યો હતો જેમાં ડ્રાઈવર સહીત ૯ જવાનો શહીદ થયાં છે. પૂજ્ય બાપુએ આ આતંકી હુમલામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. જે પણ ટ્રસ્ટ દ્વારા જવાનોના વેલ્ફેર ફંડમાં પ્રેષિત કરવામાં આવશે. આ બને ઘટનાઓમાં શહીદ થયેલા જવાનોને પૂજ્ય બાપુએ શ્રદ્ધાંજલિ આપી છે. કૂલ મળીને રૂ. ૨,૨૫,૦૦૦ની સહાયતા અર્પણ કરવામાં આવી છે.

Related posts

પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ

Reporter1

દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે

Reporter1

૨ સપ્ટેમ્બરના રોજ ઇડીનો મોટો હુમલોઃ વ્હાઇટ-કોલર ગુનાનો નવો ચહેરોઃ મની લોન્ડરિંગ માટે માર્ગ મોકળો કરનારા મન ઇડી ના રડાર હેઠળ આવ્યા – શું વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ (સીએ), વ્યાવસાયિક એકાઉન્ટન્ટ્‌સ અને કંપની સેક્રેટરીઓ (સીએસ) ની ભૂમિકા સૌથી અગ્રણી તરીકે ઉભરી આવી?

Master Admin
Translate »