Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

દેવપોઢી એકાદશીનું મહત્વ અને સૃષ્ટિનું સંચાલન!(લોકલાડીલા યુવા મહારાજ મહર્ષિ વિપુલ અંબાજીવાળા)

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

અત્રે ભાગળ સ્થિત જૂના અંબાજી રોડ ખાતે ભાવિક ભક્તજનોના હાર્દ સમા તથા આસ્થાનાં પ્રતિક ગણાતા પૌરાણિક શ્રી અંબાજી માતા મંદિરનાં ગાદીપતિ અને સીધી લીટીનાં વારસદાર ટ્રસ્ટી તથા લોક લાડિલા યુવા મહારાજ મહર્ષિ વિપુલ અંબાજીવાળા (૭૯૯૦૮૧૦૧૨૪) તથા સહયોગી ટ્રસ્ટીઓએ એક અખબારી યાદીમાં દેવપોઢી એકાદશીના મહત્વ નિમિતે અને એ દરમિયાન સૃષ્ટિનું સંચાલન કોણ કરશે!? એ વિશે ધાર્મિક માહિતી આપતા જણાવ્યું છે કે, અષાઢ સુદ એકાદશી એટલે દેવ પોઢી એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પોઢી જાય છે. એટલે જ આજથી ચાતુર્માસ નો પ્રારંભ થાય છે.
મહત્વ શું?

૧. સંયમનો કાળઃ ૪ મહિના સુધી માંસ-મદિરા, લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો વર્જિત. ભક્તિ, વ્રત, દાન અને સ્વાધ્યાયનો સમય.

૨. પ્રકૃતિ ચક્રઃ ચોમાસુ ઋતુમાં શરીર નબળું હોય. એટલે શાસ્ત્રોએ ઉપવાસ અને સાત્વિક આહારનો નિયમ આપ્યો.

૩. મોક્ષદાયીઃ આ એકાદશીનું વ્રત કરવાથી હજારો અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે.
તો પછી સૃષ્ટિનું સંચાલન કોણ કરશે?
શાસ્ત્રો કહે છે કે જ્યારે વિષ્ણુદેવ પોઢે, ત્યારે સૃષ્ટિનો ભાર ભગવાન શિવ અને માતા પાર્વતી સંભાળે છે.
– શિવજી સંહાર અને સંતુલનના દેવ તરીકે જગતનું રક્ષણ કરે.
– દેવી શક્તિ સર્જન અને પોષણનું કાર્ય કરે.
– સાથે સપ્ત ઋષિ, દેવગણ અને પિતૃઓ પણ ધર્મની મર્યાદા જાળવી રાખે.
એટલે જ ચાતુર્માસમાં શિવપૂજા અને દેવી આરાધનાનું મહત્વ વધી જાય છે.

ઉપસંહારઃ
દેવ પોઢ્યા, પણ ધર્મ નથી પોઢતો. આ ૪ મહિના આપણા આત્માને જગાડવાના છે. જીભ, ક્રોધ અને લોભ પર કાબૂ રાખવાના છે! એમ એક અહેવાલમાં મહર્ષિ અંબાજીવાળા મહારાજ ટ્રસ્ટીગણ વગેરેએ પવિત્ર દેવ પોઢી એકાદશી નિમિતે હાર્દિક શુભેચ્છા વ્યક્ત કરી જણાવ્યું છે કે,ભગવાન વિષ્ણુ, શિવ સહિત પાર્વતી માઁ સૌની મનોકામના પરિપૂર્ણ કરે તેવી પ્રાર્થનાસહ! ? નમો નારાયણાય. હર હર મહાદેવ!

Related posts

એક સામાન્ય બ્રિક્સ ચલણ વિરુદ્ધ ડિડોલરાઇઝેશનઃ ડોલર સામે બ્રિક્સનો મૌન હુમલો – પુતિન, શી અને મોદીની રણનીતિ યુએસ નાણાકીય વર્ચસ્વને કેવી રીતે હચમચાવી નાખશે?-

Master Admin

ભય અને અવિશ્વાસના પડછાયામાં બોલિવૂડ: સભ્ય સમાજના ન્યાયમાં તારાઓની ઘટતી છબી

Master Admin

Unnati Coffee Partners with Tribal Communities in Odisha to Promote Sustainable Agriculture and Ecotourism

Reporter1

Leave a Comment

Translate »