સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
આ દેશમાં સૌથી મોટી સમસ્યા ગરીબી નથી, ભ્રષ્ટાચાર છે. ગરીબી ભ્રષ્ટાચારમાંથી જ જન્મે છે. જ્યારે નેતા, અધિકારી અને દલાલ ભેગા મળીને દેશને લૂંટે છે, ત્યારે સામાન્ય માણસ પીસાય છે. તેને ન્યાય કોણ અપાવે?ન્યાય અપાવે છે આ દેશની તટસ્થ અને પ્રામાણિક તપાસ એજન્સીઓ!
આજે લોકોને એવું લાગે છે કે આ એજન્સીઓ સરકારની છે. ના, આ એજન્સીઓ બંધારણની છે, દેશની છે. આ એજન્સીઓ કોઈના ઇશારે નહીં, પુરાવાના આધારે કામ કરે છે.
૧. CBI – દેશની આંખ
CBI – એ દેશની સૌથી મોટી તપાસ એજન્સી છે. જ્યારે રાજ્યની પોલીસ કોઈ કેસમાં નિષ્ફળ જાય, જ્યારે મોટા નેતા, મોટા અધિકારી સંડોવાયેલા હોય, ત્યારે ઝ્રમ્ૈં તપાસ કરે છે. CBI નો ડર હોવો જોઈએ. જે અધિકારી કરોડોની લાંચ લે છે, તેને ખબર હોવી જોઈએ કે CBI એક દિવસ તેના ઘરનો દરવાજો ખખડાવશે.
૨. ED – કાળા નાણાનો કાળ
આજે દેશમાં ઘણા લોકો ચૂંટણી જીતવા માટે કાળા નાણા વાપરે છે, ગરીબોની જમીન પડાવી લે છે, પછી વિદેશમાં પૈસા મોકલી દે છે. આવા લોકોની કમર તોડવાનું કામ ઈડ્ઢ કરે છે.ઈડ્ઢ એટલે ઈહર્કષ્ઠિીદ્બીહં ડ્ઢૈિીષ્ઠર્ંટ્ઠિીં. તે મની લોન્ડરિંગનો કાયદો લગાવે છે. જ્યારે ઈડ્ઢ કોઈની મિલકત જપ્ત કરે છે, ત્યારે તે સંદેશ જાય છે કે લૂંટનું ધન પચશે નહીં.
૩. IT વિભાગ – બેનામી સંપત્તિનો હિસાબ
આવકવેરા વિભાગ માત્ર ટેક્સ લેવા માટે નથી. તેની ૈંહદૃીજૈંખ્તટ્ઠર્ૈંહ ઉૈહખ્ત એ જોવે છે કે જે વ્યક્તિનો પગાર ૫૦ હજાર છે, તેની પાસે ૫૦ કરોડની મિલકત ક્યાંથી આવી? આ પૈસા ગરીબોના હકના છે. ૈં્ વિભાગ દરોડા પાડે છે, હિસાબ માંગે છે. આ કાર્યવાહી જરૂરી છે.
૪. ડ્ઢઇૈં – દેશની સરહદનો ચોકીદાર
ડ્ઢઇૈં એટલે ડ્ઢૈિીષ્ઠર્ંટ્ઠિીંર્ ક ઇીદૃીહેી ૈંહીંઙ્મઙ્મૈખ્તીહષ્ઠી. તે સોના, ડ્રગ્સ, હથિયારોની દાણચોરી રોકે છે. આ દાણચોરીથી જ આતંકવાદને પૈસા મળે છે. ડ્ઢઇૈં ની કાર્યવાહી એટલે રાષ્ટ્રની સુરક્ષા.
૫. ફૈખ્તૈઙ્મટ્ઠહષ્ઠી – છઝ્રમ્ / ઝ્રફઝ્ર – અંદરનો કચરો સાફ કરવો
સરકારી કચેરીમાં નાનો માણસ જાય અને લાંચ વગર કામ ન થાય, તેનાથી મોટું પાપ બીજું કોઈ નથી. ફૈખ્તૈઙ્મટ્ઠહષ્ઠી અને છઝ્રમ્ આવા લાંચિયા અધિકારીઓને રંગે હાથે પકડે છે. આ એજન્સીને વધુ મજબૂત કરવી પડશે.
અન્ય જરૂરી એજન્સીઓ
૬. દ્ગૈંછ – જે દેશ તોડવાની વાત કરે, આતંક ફેલાવે, તેના માટે દ્ગૈંછ. તેની તપાસમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ.
૭. દ્ગઝ્રમ્ – આજે યુવાનોને ડ્રગ્સમાં ધકેલવામાં આવી રહ્યા છે. આની પાછળ મોટી ગેંગ છે. દ્ગઝ્રમ્ એ આ ગેંગને ખતમ કરવી જોઈએ.
૮. જીર્હ્લૈંં – મોટી કંપનીઓ રોકાણકારોના હજારો કરોડ લઈને ભાગી જાય છે. જીર્હ્લૈંં એ આવા સફેદ કોલર ગુનેગારોને પકડવા જોઈએ.
૯. ડ્ઢય્ય્ૈં – ય્જી્ ૈંહીંઙ્મઙ્મૈખ્તીહષ્ઠી – વેપારી પ્રામાણિક છે તેને સલામ, પણ જે બોગસ બિલથી દેશની તિજોરીને નુકસાન કરે છે, તેને ડ્ઢય્ય્ૈં એ છોડવો ન જોઈએ.
અત્રેથી મોદી સરકાર કને સ્પષ્ટ માંગ એવી છે કે,
લોકહિત માટે આ એજન્સીઓએ કોઈના પણ દબાણમાં આવ્યા વગર કામ કરવું જોઈએ. ભલે તે સત્તા પક્ષનો હોય કે વિપક્ષનો, ભલે તે ગમે તેટલો મોટો ઉદ્યોગપતિ હોય, જો તેણે ભ્રષ્ટાચાર કર્યો છે તો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ.
આ એજન્સીઓને રાજકીય હથિયાર ન સમજો, આ એજન્સીઓ લોકશાહીની રક્ષા માટે છે. તેમને ખુલ્લી છૂટ આપો, તેમને મજબૂત બનાવો, તેમની પાસે સ્ટાફ વધારો. અને જે અધિકારી પ્રામાણિક તપાસ કરે તેને રક્ષણ આપો.
જ્યારે ઈડ્ઢ, ઝ્રમ્ૈં, ૈં્, ડ્ઢઇૈં, ફૈખ્તૈઙ્મટ્ઠહષ્ઠી, દ્ગૈંછ, દ્ગઝ્રમ્ એક સાથે પ્રામાણિકતાથી કામ કરશે, ત્યારે જ આ દેશમાંથી ભ્રષ્ટાચાર, દાણચોરી, ડ્રગ્સ અને આતંકવાદ ખતમ થશે. અને સામાન્ય માણસને લાગશે કે આ દેશમાં કાયદો છે!સત્યમેવ જયતે!
