Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ધોની-રોહિત નથી કરી શક્યા એ વિરાટ કોહલીએ કરી બતાવ્યું

એક જ મેચમાં ૩ મોટા રેકોર્ડ બનાવ્યા

વિરાટ કોહલીએ આ ઇનિંગ દરમિયાન IPL 2026માં પોતાના ૫૦૦ રન પૂરા કરી લીધા હતા : આવું નવમી વખત બન્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ મે ૨૦૨૬ — IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું રન-મશીન વિરાટ કોહલી એક બાદ એક રેકોર્ડ તોડી રહ્યો છે. રવિવારે (૧૭ મે) ધર્મશાલાના મેદાન પર પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં કિંગ કોહલીએ ફરી એકવાર પોતાની ક્લાસ બેટિંગ બતાવી. કોહલીએ પંજાબના બોલરોની બરાબરની ધોલાઈ કરતા ૩૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ ગગનચુંબી છગ્ગાની મદદથી શાનદાર ૫૮ રનની ઇનિંગ રમી હતી.

૧. આઈપીએલની ૯ સીઝનમાં ૫૦૦થી વધુ રન બનાવનારો એકમાત્ર ’સિકંદર’
વિરાટ કોહલીએ આ ઇનિંગ દરમિયાન IPL 2026માં પોતાના ૫૦૦ રન પૂરા કરી લીધા છે. આઈપીએલના ઇતિહાસમાં આ નવમી વખત બન્યું છે જ્યારે કોહલીએ કોઈ એક સીઝનમાં ૫૦૦ કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ રેસમાં ડેવિડ વોર્નર અને કેએલ રાહુલ પણ કોહલીથી ઘણા પાછળ છે.

IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત ૫૦૦+ રન બનાવનાર બેટરઃ
વિરાટ કોહલી- ૯ સીઝન
ડેવિડ વોર્નર- ૭ સીઝન
કેએલ રાહુલ- ૭ સીઝન
શિખર ધવન- ૫ સીઝન
ધોની-રોહિત નથી કરી શક્યા એ વિરાટ કોહલીએ કરી બતાવ્યું! એક જ મેચમાં ૩ મોટા રેકોર્ડ બનાવ્યા ૨ – ૈદ્બટ્ઠખ્તી

૨. કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન
વિરાટ કોહલી આઈપીએલમાં કોઈ એક ચોક્કસ હરીફ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે પંજાબ કિંગ્સ સામે અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૨૧૫ રન ફટકાર્યા છે, જે કોઈપણ એક ટીમ સામે આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ મામલામાં પણ ટોપ-૨ માં કિંગ કોહલી પોતે જ રાજ કરે છે.

૧૨૧૫ રનઃ* વિરાટ કોહલી વિરુદ્ધ પંજાબ કિંગ્સ
૧૧૭૪ રનઃ વિરાટ કોહલી વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ
૧૧૭૨ રનઃ વિરાટ કોહલી વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ
૧૧૬૧ રનઃ રોહિત શર્મા વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ
૧૧૩૪ રનઃ ડેવિડ વોર્નર વિરુદ્ધ પંજાબ કિંગ્સ
૧૧૨૬ રનઃ વિરાટ કોહલી વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ
ધોની-રોહિત નથી કરી શક્યા એ વિરાટ કોહલીએ કરી બતાવ્યું! એક જ મેચમાં ૩ મોટા રેકોર્ડ બનાવ્યા.

૩. પડિક્કલ સાથે મળીને રચ્યો નવો ઇતિહાસ
મેચ દરમિયાન કિંગ કોહલીએ દેવદત્ત પડિક્કલ સાથે બીજી વિકેટ માટે ૭૬ રનની મજબૂત ભાગીદારી કરી હતી. ચાલુ સીઝનમાં આ છઠ્ઠી વખત બન્યું છે જ્યારે આ જોડીએ ૫૦ કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરી હોય. આઈપીએલની કોઈ એક સીઝનમાં નોન-ઓપનિંગ જોડી માટે આ એક અદ્ભુત રેકોર્ડ છે અને તેઓ હવે એબી ડિવિલિયર્સ અને કોહલીના ૨૦૧૬ના ઓલ-ટાઇમ રેકોર્ડની બિલકુલ નજીક પહોંચી ગયા છે.

IPL સીઝનમાં નોન-ઓપનિંગ જોડી દ્વારા સૌથી વધુ વખત ૫૦+ની ભાગીદારીઃ
૭ વખતઃ વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ, ૨૦૧૬ (૧૩ ઇનિંગ્સ)
૬ વખતઃ માઈકલ હસી અને સુરેશ રૈના, ૨૦૧૩ (૧૨ ઇનિંગ્સ)
૬ વખતઃ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા, ૨૦૨૫ (૧૦ ઇનિંગ્સ)
૬ વખતઃ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ, ૨૦૨૬ (૯ ઇનિંગ્સ)

નોંધનીય છે કે વિરાટ કોહલીના આઈપીએલ કરિયરની આ ૬૭ મી હાફ સેન્ચુરી હતી. આ સિવાય કિંગ કોહલી આઈપીએલમાં ૯ સદી પણ ફટકારી ચૂક્યો છે, જે લીગના ઇતિહાસમાં સૌથી વધુ છે.

Related posts

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત

Master Admin

૧૩ મિનિટમાં બે ગોલ કરી દ.કોરિયાએ ૨-૧થી જીત મેળવી

Master Admin

IndianOil UTT Season 6: Jeet Chandra Stuns WR34 Ricardo Walther to Power Jaipur Patriots Past Ahmedabad SG Pipers

Reporter1

Leave a Comment

Translate »