Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો

રશિયાનો મિસાઇલ અને સેંકડો ડ્રોન દ્વારા ભીષણ હુમલો

આ બંને જહાજોમાંથી એક માર્શલ આઇલેન્ડ્‌સના ધ્વજ હેઠળ અને બીજું ગિની-બિસાઉના ધ્વજ સાથે દરિયાઈ સફર પર હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૯ મે ૨૦૨૬ — રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચીનના પ્રમુખ શી જિનપિંગને મળવા બેઇજિંગ પહોંચે તેના બરાબર એક દિવસ પહેલાં જ કાળા સમુદ્ર (બ્લેક સી)માં એક મોટો વૈશ્વિક તણાવ જોવા મળ્યો છે. અહીં યુક્રેનના બંદરો તરફ જઈ રહેલા બે નાગરિક જહાજો પર રશિયાએ ડ્રોન હુમલો કર્યો છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે એક જહાજ ચીનની માલિકીનું છે. યુક્રેનના સીપોર્ટ્‌સ ઓથોરિટીના જણાવ્યા મુજબ, સોમવારે આ હુમલા ઓડેસા વિસ્તારના બંદરો તરફ આગળ વધી રહેલા નાગરિક જહાજો પર થયા હતા. આ બંને જહાજોમાંથી એક માર્શલ આઇલેન્ડ્‌સના ધ્વજ હેઠળ અને બીજું ગિની-બિસાઉના ધ્વજ સાથે દરિયાઈ સફર પર હતું.યુક્રેનની નેવીના રિપોર્ટ્‌સ અનુસાર રશિયાના ’શાહેદ’ ડ્રોન દ્વારા ચીનની માલિકીના કાર્ગો જહાજ ’દ્ભજીન્ ડેયાંગ’ને નિશાન બનાવવામાં આવ્યું હતું, જે માર્શલ આઇલેન્ડ્‌સના ધ્વજ હેઠળ મુસાફરી કરી રહ્યું હતું. નેવી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક ફોટોગ્રાફમાં આ જહાજનો એક ભાગ હુમલાના કારણે આંશિક રીતે બળી ગયેલો સ્પષ્ટ જોઈ શકાય છે. ચાર વર્ષ પહેલાં યુક્રેન પર આક્રમણ કર્યા પછી, રશિયા યુક્રેનની કૃષિ નિકાસ માટેના સૌથી મહત્ત્વના દરિયાઈ કેન્દ્ર એવા ઓડેસાના બંદર વિસ્તારમાં નાગરિક જહાજો પર સતત હુમલા કરતું આવ્યું છે. પરંતુ, આ વખતનો હુમલો પુતિનની બે દિવસીય બેઇજિંગ મુલાકાત અને શી જિનપિંગ સાથેની બેઠક પહેલાં જ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો ગંભીર માનવામાં આવી રહ્યો છે.

આ હુમલા અંગે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર રશિયાનો પર્દાફાશ કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ’ડ્રોન્સ વડે ઓડેસા પર હુમલો કર્યો અને તેમાંથી એક ડ્રોન ચીનની માલિકીના જહાજ સાથે અથડાયું છે. રશિયા આ વાતથી બિલકુલ અજાણ ન હોઈ શકે કે તે સમયે સમુદ્રમાં કયું જહાજ હાજર હતું.’

યુક્રેનની નેવીના પ્રવક્તા દિમિત્રો પ્લેટેનચુકે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન ડ્રોન હુમલો થયા બાદ જહાજના ક્રૂ મેમ્બર્સે પોતાની રીતે જ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ હુમલામાં ચીની નાગરિકો ધરાવતા ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ નથી અને જહાજ પોતાની આગળની સફર પર રવાના થઈ ગયું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ હુમલા સમયે ’KSL ડેયાંગ’ જહાજ ખાલી હતું અને તે ઓડેસાના પિવડેની બંદરેથી આયર્ન ઓર (લોખંડની કાચી ધાતુ) લોડ કરવા માટે આગળ વધી રહ્યું હતું.રશિયાનો મિસાઇલ અને સેંકડો ડ્રોન દ્વારા ભીષણ હુમલો

ઝેલેન્સ્કીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રશિયન સેનાએ માત્ર આ જહાજો જ નહીં, પણ સમગ્ર રાત્રિ દરમિયાન યુક્રેનના વિસ્તારો પર ૫૨૪ ડ્રોન અને ૨૨ મિસાઇલો (જેમાં બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો સામેલ છે) વડે ભીષણ હુમલા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ચીન હંમેશા આ યુદ્ધને રોકવા માટે શાંતિ વાટાઘાટોની અપીલ કરતું આવ્યું છે અને પોતાને તટસ્થ પક્ષ તરીકે રજૂ કરે છે, પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેનમાં સેના મોકલવા બદલ ચીને ક્યારેય ખુલ્લેઆમ રશિયાની નિંદા કરી નથી. હવે પોતાના જ જહાજ પર રશિયાના હુમલા બાદ પુતિનની ચીન મુલાકાત પર આખી દુનિયાની નજર રહેશે.

Related posts

કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશઃ મૃત્યુઆંક વધીને ૬૬ થયો

Master Admin

મિલિટરી ઓપરેશનમાં વધુ ૬૭ તાલિબાનોને ઠાર માર્યા

Master Admin

ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હુમલાથી ફફડાટ! રશિયાના એન્જિનિયરોએ ભાગવું પડ્યું

Master Admin

Leave a Comment

Translate »