Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

પુરુષોની સરખામણીએ થાઇરોઇડની બીમારી આઠ ઘણી વધારે મહિલાઓમાં થાય છે.

ડૉ. શ્રીરામ વૈદ્ય
Mob: ૯૮૨૫૦૦૯૨૪૧

Email: sgvaid19@outlook.com

યુવાન રહેવું અને બનવું સૌને ગમે છે. જે સતત ઉત્સાહી છે, સ્ફૂર્તિલો છે અને ચૈતન્ય થી ભરેલો છે તે યુવાન. આરોગ્ય ની પણ આ જ પરિભાષા છે કે આપણા શરીર ના હોર્મોન, અંત્સ્ત્રાવી ગ્રંથીઓ (હાયપોથેલેમસ, પિચ્યુટરી, થાયરોઈડ, પેરા થાયરોઈડ, થાયમસ, પેન્ક્રીયાસ, એડ્રીનલ, ઓવરી, ટેસ્ટીઝ) જેમના શરીર માં યોગ્ય રીતે કામ કરે છે તે આરોગ્ય ની દ્રષ્ટિએ યુવાન છે. અન્યથા યુવાની તો માનસિક અને વૈચારિક છે. મેદ ધાતુ નો અગ્નિ યોગ્ય સમાન હોય તો શરીર મધ્યમ હોય, આંખ-વાળ નું સૌંદર્ય શ્રેષ્ઠ હોય, ભૂખ અને પાચન પણ સારું હોય, વજન ના વધુ હોય કે ના ઓછું હોય, શ્રમ કરવામાં થાક અનુભવાય નહિ એટલે કે શ્રમ ને સહન કરી શકે, માનસિક સ્વાસ્થ્ય સારું હોય, યાદશક્તિ, ઊંઘ ઉત્તમ હોય, મન શાંત હોય ને સ્વસ્થતા થી નિર્ણય લઈ શકે તેવું હોય આ બધાજ લક્ષણો તંદુરસ્તી ની નિશાની છે.

લક્ષણોઃ તો જાણીએ આખરે આ બીમારીના લક્ષણ શું છે? આજકાલ ઘણા લોકોને થાઇરોઇડની બીમારી થતી જોવા મળે છે. થાઇરોઇડ ગ્રંથિ ગળાની સામેની તરફ, શ્વાસનળીની ઉપર અને સ્વર યંત્રની બંને તરફ બે ભાગોમાં બનેલી હોય છે. તેનો આકાર પતંગિયા જેવો હોય છે. અને તે થાઇરોક્સિન નામના હોર્મોન બનાવે છે. જેનાથી શરીરની ઊર્જા ક્ષય, પ્રોટીન ઉત્પાદન અને અન્ય હોર્મોન પ્રત્યે થતી સંવેદનશીલતા નિયંત્રિત થાય છે. હાઇપોથાઇરોઇડિઝ્‌મ

થાઇરોઇડ ગ્રંથિથી જો થાઈરોક્સિન ઓછું બનવા લાગે તો તેને ‘હાઇપોથાઇરોડિઝમ’ કહે છે. આનાથી નીચેના રોગોના લક્ષણો ઉત્પન્ન થાય છે. શારીરિક અને માનસિક વિકાસ ધીમો થઇ જાય છે. તેની ઉણપથી બાળકોમાં, ૧૨થી ૧૪ વર્ષના બાળકની શારીરિત વૃદ્ધિ રોકાઇ જાય છે. શરીરનું વજન વધવા લાગે છે અને શરીરમાં સોજો પણ આવી જાય છે. વિચારવાની અને બોલવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. શરીરનું તાપમાન ઓછું થઇ જાય છે, વાળ ખરવા માંડે છે તથા માથા પર ટાલ પડે છે. હાઇપરથાઇરોડિઝ્‌મ- આમાં થાઇરોક્સિ હોર્મોન વધુ બનવા લાગે છે. આ અસામાન્ય અવસ્થાઓ કોઇપણ ઉંમર ધરાવતી વ્યક્તિમાં થઇ શકે છે. પુરુષોની સરખામણીએ આ બીમારી પાંચથી આઠ ગણી વધારે મહિલાઓમાં થાય છે. તેનાથી નીચેના રોગોના લક્ષણો ઉત્પન્ન થાય છે. શરીરમાં આયોડીનની ઉણપ સર્જાય છે. ગોઇટર રોગ સર્જાય છે. શરીરનું તાપમાન સામાન્ય કરતા વધુ થઇ જાય છે. અનિંદ્રા, ઉત્તેજના તથા ગભરામણ જેવા લક્ષણો ઉત્પન્ન થાય છે. શરીરનું વજન ઓછું થવા લાગે છે. ઘણાં લોકોના હાથ-પગની આંગળીઓમાં કંપારી ઉત્પન્ન થાય છે. ડાયાબીટિઝ રોગ થવાની સંભાવનાઓ પ્રબળ બની જાય છે.

રીપોર્ટ માં ્‌જીૐ નું પ્રમાણ વધુ આવે તો આંખો બહાર નીકળે, જીભ થોથવાઈ ને જાડી થઈ જાય, શરીર માં સ્થૂળતા જણાય, લોહી ઘટે, ભૂખ ની વિષમતા થાય, વાળ ખરે, ચામડી લૂખી પડે, આંખો નબળી પડે છે. અને જો થાયરોઈડ નો સ્રાવ વધી છે, જેમાં રોગી ભય થી ગભરાયેલ અને શરીર થી સૂકાતો જતો જોવા મળે છે. થાયરોઈડ ના રોગો કે મેદ ધાતુ ના અગ્નિ ની વિષમતા માટે હવા, પાણી, નમક, ખોરાક, વ્યાયામ, ઊંઘ ની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ તેટલું જ જવાબદાર છે.

લક્ષણોમાં જોઈએ તો કબજીયાત, થાઈરોઈડ થી કબજિયાત ની સમસ્યા ઉત્ત્પન્ન થઇ જાય છે. ખાવા નું પચાવવામાં તકલીફ થાય છે. સાથે જ ખાવાનું સરળતાથી ગળાથી નીચે પણ નથી ઉતરતું. શરીરના વજન ઉપર પણ આડ-અસર થાય છે. થોડા થોડા સમયે હાથ તથા પગ ઠંડા પડી જવા. આ રોગ ને લીધે માણસ ને તાવ આવવા માંડે છે અને આ તાવ સામાન્ય તાવ થી જુદો હોય છે અને તે ઠીક પણ નથી થતો. થાક આ તકલીફ થી પીડાતો માણસ જલ્દી થાકી જાય છે. તેનું શરીર સુસ્ત રહે છે. તે આળસુ થઇ જાય છે અને શરીરની ઉર્જા ની ઉણપ થાય છે. પ્રતિરોધક શક્તિ નબળી પડી જવી. થાઈરોઈડ થવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી થઇ જાય છે. ઈમ્યુન સીસ્ટમ નબળી થવાને કારણે ઘણી બીમારીઓનુ ઘર બની જાય છે. આ રોગ થી માણસ હંમેશા ડીપ્રેશન માં રહેવા લાગે છે. તેનું કોઈ કામમાં મન નથી લાગતું, મગજ ની સમજવા કે વિચારવાની શક્તિ ક્ષિણ થઇ જાય છે અને તેથી યાદશક્તિ પણ નબળી થઇ જાય છે.. ત્વચામાં સુકાપણું આવી જાય છે. ત્વચાના ઉપરના ભાગના સેલ્સ ની ક્ષતિ થવા લાગે છે જેથી ત્વચા રૂખી-સુકી થઇ જાય છે. શારીરિક અને માનસિક વિકાસ માં પણ અવરોધ રૂપ બને છે આ રોગ. જો તમને આવા કોઈપણ લક્ષણ જોવા મળે છે તો તમે તમારા ચિકિસ્તક નો સંપર્ક કરો તમને થાઈરોઈડ ની સમસ્યા હોય શકે છે. આ રોગ થવા થી માણસના વાળ ખરવા લાગે છે અને ટાલીયાપણું આવી જાય છે. સાથે-સાથે તેની ભ્રમરના વાળ પણ ખરવા માંડે છે. માંસપેશીઓ અને સાંધામા દુઃખાવો આ રોગ થી આપડી માંસપેશીઓ અને સાંધા માં દુઃખાવા થાય છે તેમજ શરીર નબળું થતું જાય છે. એ પણ આ રોગ ના સામાન્ય લક્ષણ હોઈ શકે છે.

જો તમારા કુટુંબમાં કોઈને થાઈરોઈડ ની સમસ્યા હોય તો તમને થાઈરોઈડ થવાની શક્યતા વધુ રહે છે. થાઈરોઈડ રોગ એક જ કુટુંબ માં ઘણા લોકોને અસર કરી શકે છે. થાઈરોઈડ તે માત્ર એક વધેલી ગ્રંથિની સમસ્યા છે જેમાં છે, જેમાં થાઈરોઈડ હોર્મોન બનાવવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. સોયા ઉત્પાદનોની જરૂર થી વધુ ઉપયોગ થી પણ થાઈરોઈડ થવાના કારણો હોઈ શકે છે. ઘણી વખત દવાઓની આડ અસર ને લીધે પણ થાઈરોઈડ થાય છે. થાઈરોઈડ ની સમસ્યા પીટ્યુટરી ગ્લેન્ડ ને કારણે પણ થાય છે કેમ કે તે થાઈરોઈડ ગ્રંથી હોર્મોન ના ઉત્પાદન કરતા સાવધ નથી કરી શકતી. ભોજનમાં આયોડીન નમક ની અછત કે વધુ ઉપયોગ થી પણ થાઈરોઈડ ની સમસ્યા ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓ માં થતી રજો નિવૃત્તિ પણ થાઈરોઈડ નું કારણ છે. કેમ કે રજોનિવૃત્તિ ના સમયે પણ એક સ્ત્રીમાં ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફાર થતા હોય છે. જે ઘણી વખત થાઈરોઈડનું કારણ બની શકે છે.

વાળ ખરવા, નખ તૂટી જવા, આખા શરીરમાં કળતર, ઊંઘ ન આવવી વગેરે ચિન્હો સાથેના આ હાઈપોથોયરાઇડીજ્મ નામના દર્દને મટાડવા માટે સુવર્ણ ભસ્મયુક્ત વસંત કુસુમાકર રસ કે સુવર્ણ વસંત માલતી રસની એક-એક ગોળી સવારે અને સાંજે મધ સાથે લસોટીને લેવી. સુવર્ણ ભસ્મ જીવન વિનિમય પ્રક્રિયાની ક્ષમતામાં વધારો કરે છે. જેથી ધાતુમાં કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી. ધાતુની ઘનતા વધતાં વાળનો વિકાસ ઝડપી થાય છે. શરીર તંદુરસ્ત બને છે અને ઊંઘ પણ સારી આવે છે. આયુર્વેદ ચિકિત્સકે દરદીઓ માં શાસ્ત્ર ના સિદ્ધાંત અનુસાર જરૂર પડે તો શુદ્ધ ગુગ્ગુલુ, અભ્રક ભસ્મ, હરિતકી, પુનર્નવામંડુર જેવા બને એટલા એકલાં ઔષધ યોગ નો પ્રયોગ કરવો જોઈએ. તથા હરિદ્રા, સુવા, ગોળ, કુલત્થ કવાથ, તલતેલ જેવા સાદા આહાર ઔષધો ની યોજના કરવી જોઈએ..અખરોટ અને બદામ માં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે. જે આ રોગની સમસ્યા ના ઉપચાર માં ફાયદાકારક સાબિત થાય છે. ૧ આખી અખરોટ માં ૫ માઈક્રો.ગ્રામ. સેલેનિયમ હોય છે. અખરોટ અને બદામ ના સેવન થી થાઈરોઈડ ના કારણે ગળા માં થતા સોજા માં પણ કેટલાક અંશે ઓછુ કરી શકાય છે. અખરોટ અને બદામ સૌથી વધુ ફાયદાકારક હાઈપોથોયરાઇડીજ્મ હોય છે. તેની સાથે રાત્રે સુતા સમયે ગાયનું ગરમ દૂધ સાથે ૧ ચમચી અશ્વગંધા ચૂર્ણનું સેવન કરો. આ માટે સૌપ્રથમ ૨૦૦ થી ૧૨૦૦ મિલી ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને ચાની સાથે ભેળવીને પીવામાં આવે તો થાઇરોઇડની સમસ્યામાંથી છુટકારો મળે છે. તમે આ ચાનો સ્વાદ વધારવા માટે તુલસીના પાન નો પણ ઉપયોગ કરી શકો છો. અશ્વગંધા નિયમિત રૂપે સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર પૂરતી ઊર્જા મળી રહે છે. જેથી કરીને તમારી કાર્યક્ષમતામાં વધારો થાય છે.

Related posts

Morari Bapu’s tributes and assistance to victims of Maliyasan road accident

Reporter1

Beach Days, Street Food & Shopping Sprees: City-Hopping Across Southeast Asia

Reporter1

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે

Master Admin

Leave a Comment

Translate »