Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

પોલીસ ભરતી માટે ૧૦ લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?

ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર

વર્તમાન ભરતીમાં ૧૦,૯૦૨ કોન્સ્ટેબલની પોસ્ટમાંથી ૯૭૨૪ ઉમેદવારોની નિમણૂકને મંજૂરી આપી દેવામાં આવી છે

૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — દેશના વિવિધ રાજ્યોમાં તોફાનોને કારણે થતા જાન-માલના નુકસાન અને પોલીસની ભૂમિકા સહિતના મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો PIL(જાહેર હિતની અરજી) દાખલ કરી છે. આ મામલે થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોલીસ તંત્રમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અને તેના આંકડા રજૂ કર્યા હતા. જેમાં ફેઝ-૨ની પોલીસ ભરતીમાં ૧૦ લાખ ફોર્મ ભરાયા હોવાની વિગત સાંભળી હાઇકોર્ટે સરકારને માર્મિક ટકોર કરતા કહ્યું કે, ‘જો ભરતીના બીજા તબક્કામાં જ ૧૦ લાખ ફોર્મ ભરાયા હોય, તો તેના પરથી વિચારો કે રાજ્યમાં કેટલી બેરોજગારી પ્રવર્તી રહી છે?’ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે સરકારને પોલીસ ભરતીની પ્રક્રિયા સતત ચાલુ રાખવાની તાકીદ કરી છે અને આ કેસની વધુ સુનાવણી મે મહિનામાં નિયત કરી છે. સરકાર પક્ષ તરફથી આજે ભરતી પ્રક્રિયાની વિગતો રજૂ કરતા અદાલતને જણાવાયું હતું કે, વર્તમાન ભરતીમાં ૧૦,૯૦૨ કોન્સ્ટેબલની પોસ્ટમાંથી ૯૭૨૪ ઉમેદવારોની નિમણૂકને મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે બાકી રહેલા ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણીની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.૪૭૨ જેટલી PSIની પોસ્ટ માટેની પરીક્ષામાં ૮૬,૭૨૭ ઉમેદવારો લેખિત પરીક્ષામાં બેઠા હતા, જેનું પરિણામ ૨૬ ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી માસમાં ઉમેદવારો પાસેથી રિચેકિંગની અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેની પ્રક્રિયા હાલ ચાલુ છે અને માર્ચ-૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે.સરકાર પક્ષે વધુમાં જણાવ્યું કે, ફેઝ-૨ની ભરતી પ્રક્રિયાના અનુસંધાનમાં પોલીસ ભરતી માટે ૧૦ લાખથી વધુ ફોર્મ ભરાયા હતા, જ્યારે ફેઝ-૧માં પણ ૧૫ લાખ જેટલા ફોર્મ આવ્યા હતા. છેલ્લા ૧૬ મહિનામાં ૧૨,૩૫૦ જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવી છે, જ્યારે ૧૩,૫૯૧ કર્મચારીઓની નવી ભરતીમાં ઁજીૈંનો પણ સમાવેશ થાય છે. હાલ રાજ્યના ૧૫ ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ ચાલી રહ્યા છે, જે પણ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે.

Related posts

ગુજરાતમાં ૫૦ ટકા જેટલી વધી જશે વિધાનસભાની બેઠકો

Master Admin

અમેરિકાથી ડોલર વરસશે, રાજ્યને થશે મોટા ફાયદાઓ

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા

Master Admin

Leave a Comment

Translate »