Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મજૂરને ગંભીર ઈજા થઈ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના

ઈજાગ્રસ્ત મજૂરની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — અમદાવાદના વટવા રિંગરોડ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં એક મજૂરને ગંભીર ઈજા થતાં અન્ય મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને વટવા રિંગરોડ પર આવેલા ફ્લાયઓવરની નીચે મજૂરો એકત્ર થયા ગઈ હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મજૂર ઊંચાઈથી નીચે પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું શ્રમિકોનું કહેવું છે. દુર્ઘટનાને પગલે સ્થળ પર હાજર અન્ય કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મજૂરની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટના બાદ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મજૂરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. આ મામલે અન્ય મજૂરો એકઠાં થઈને હોબાળો મચાવ્યો હતો.

Related posts

ટેનિસ કોચે વિદ્યાર્થીના ઘરેથી લાખોના સોનાના દાગીના ચોર્યા

Master Admin

નિર્માણ હાઇસ્કૂલ વસ્ત્રાપુર ખાતે ટી૨૦ વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનું ભવ્ય આગમન

Master Admin

અમદાવાદના 16 અગ્રણી બિઝનેસ નેટવર્ક્સ “નેટવર્કર્સ મહાકુંભ 2.0” માટે એક મંચ પર

Master Admin

Leave a Comment

Translate »