Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsGujarat

કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

તમે મારીને આવો, હું છૂટ આપું છું…

હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો યુવક મંડળને સલાહ આપતો વિવાદિત વીડિયો વાયરલ થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — કાલુપુર સ્વામીનારાયણ મંદિરના કોટેશ્વર ગુરૂકુળના રામકૃષ્ણ સ્વામીનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે વધુ એક સ્વામીનારાયણના આચાર્યનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે વિવાદિત અને ઉશ્કેરણીજનક સલાહ સ્વામીનારાયણ સંપ્રદાયના યુવકને આપતા જોવા મળે છે. તેઓ કહે છે કે, માર ખાઇને ન આવશો કોઇને મારીને આવજો, હું તમને છૂટ આપું છું. આપણે પાંગણા ન થવું, કોઇ દિવસ ફરિયાદી તો થવું જ નહિ,. આજે સેલ્ફ ડિફેન્સમાં જો કોઇ ગોળી ચલાવે તો પણ છૂટી જાય છે. હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું. અમને ટીચી નાખ્યાં એવી ફરિયાદ ન આવવી જોઇએ. તમે ટીચ જો હું ખુલ્લી છૂટ આપું છું. આપણે ફરિયાદી નથી બનવાનું આપણે તોહમતદાર બનવાનું છું. આપણે આટલા બધા પાંગળા કેમ થઇ ગયા છીએ મને એજ નથી સમજાતું. આપણે ટાર્ગેટ નથી બનવાનું પણ એમને આપણે ટાર્ગેટ બનાવવાના છે. આ યુવક મંડળ છે તેને શું કરવાનું છે, હવે જે નવા છોકરા આવ્યાં છે., તેને બાંયો ચઢાવવાની છે. કરસત ન કરો તો ચિંતા નથી. બાંયો ચઢાવીને મચી જ પડો.

એક ઉદાહરણ આપું. આપણે ગામમા એક સાહિત્યનું વાન આવ્યું હતું. ત્યારે મે હરિભક્તોને બોલાવીને કહ્યું હતું કે પેલા સાહિત્ય વાળાને કહી દો કે તને ૩૦ સેકન્ડ આપીએ છીએ. અહીથી ઉઠ નહીંતર સળગાવી નાખીશુ. હરિભક્તો દીવાસળી ઘાંસલેટ લઇને ગયા હતા. વાન વાળો ૧૦થી ૧૫ સેકન્ડમાં ભાગી ગયો. આમ કરો , તમે તાકાત દેખાડો ન થાય તો મને કહેજો.

આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ સામે પોલીસ કેસ કરવા જ્યોર્તિનાથ મહારાજે માગ કરી છે. તેમણે કહ્યું કે, શિષ્યોને ગુંડાગર્દીની જગ્યાએ પ્રેમ, વિશ્વાસની વાતો સમજાવો, પહેલા ઘર સંભાળો પછી જગત સંભાળવાની વાતો કરજો,આ નિવેદન પર તો પોલીસ કેસ થવો જોઈએઃસમાજે આવા લોકોને ઓળખવાની જરૂર છે.

Related posts

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

Master Admin

કાલુપુર બ્રિજ નજીક સેવના કારખાનામાં આગ લાગતા દોડધામ

Master Admin

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા

Master Admin

Leave a Comment

Translate »