Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

“બોલો… મારા માં અને રાહુલ ગાંધી માં એક લક્ષણ સામાન્ય નીકળ્યું…!!!”

“અનંતનો નિર્મલાનંદ-૭૭”
અનંત દવે ‘ઢ ’ (અમદાવાદ)

email : daveanant748@gmail.com

’પહેલા… રાહુલ ગાંધી ની વાત…’
થોડા દિવસ પહેલા ભાઇ શ્રી રાહુલ ગાધી એ… માન મર્યાદા નેવે મુકી… બુદ્ધિમતા ભૂલી… અને વિષય ની પુરી જાણકારી વગર… નરેન્દ્ર મોદી અને તેની સરકાર ના સહભાગીઓ ને અને ભારતના ચીફ ઇલેક્શન કમિશનર ને વગોવવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી પોતાનો જ ફજેતો કર્યો….!!
રાહુલ ભાઇ ને દુખતું તુ પેટ અને કુટતા તા માથું…’
પત્રકાર પરિષદ નો હેતુ … ભારતની પ્રજા ને એ વાહિયાત જાણ કરવાનો હતો… કે…કેંદ્ર માં ત્રણ ટર્મ થી ભાજપ અને તેના સહયોગી ની દ્ગડ્ઢછ ની સરકાર જ કેમ જીતી ને સત્તા પર બિરાજમાન થાય છે…!!!???
“મારી કોંગ્રેસ કેમ સત્તારૂઢ થતી નથી…??”
અને… રાહુલ ગાંધી ને બળતરા થયા રાખે…!!!
રાહુલ બાબા નું એવું પણ કહેવું હતું…કે… બીજા રાજ્યોમાં છેલ્લા ૨૦ કે ૨૫ વર્ષ થી ભાજપ ની સરકાર જ કેમ બને છે…??!!
રાહુલ ગાંધી ને ચિંતા થયે રાખે..કે.. આમ ને આમ રહેશે તો હું વડાપ્રધાન ક્યારે બનીશ…??
“અમારી ૧૫૦ વર્ષ જુની કોંગ્રેસ સરકાર કેમ ચુંટાતી નથી.. ??”
નક્કી ભાજપના અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ચીફ ઇલેક્શન કમિશનર(ઝ્રઈઝ્ર) સાથે ગોઠવાઈ ગયેલ છે… અને… દ્ગડ્ઢછ વાળા નક્કી વોટ ચોરી કરીને જ જીતે છે…!!!
દરેક રાજ્યો ની ચુંટણી ના પરિણામો જાહેર થવાના હોય… ત્યારે આ ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધનવાળા મોટી આશા એ બેઠા હોય કે.. અમારી કોંગ્રેસ કે ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધન પાર્ટી હવે તો જીતવી જ જોઈએ ને…
પણ…હારી જાય એટલે ઝ્રઈઝ્ર જ્ઞાનેશકુમાર અને ભાજપવાળા ઉપર દોષ નો ટોપલો ઢોળવા બેસી જાય…
’હવે…મારા… એવા જ એક લક્ષણ ની વાત જણાવુ…!!’
મારું મોટાભાગનું બાળપણ થી જીજીઝ્ર .. મેટ્રીક સુધી નું જીવન વેરાવળમાં એક જ મિત્રવર્તુળ સાથે જ પસાર થયેલ.
જીજીઝ્ર સુધી દરેક પરીક્ષા માં મારા સહઅભ્યાસી મિત્રો… સુનીલ વણઝારા… હરેશ રેલવાણી… વિનય પંડ્યા… શશીકાંત… અજીત શાહ…વિનય પટેલ બધાય ને ત્રિમાસિક… છમાસિક… વાર્ષિક કે કોઇપણ પરીક્ષામાં… મારા કરતા હંમેશા વધારે જ માર્ક આવે…બોલો.. !!!
અને..
“દરેક પરીક્ષા ના પરિણામ ના દિવસે માર્કશીટ મળે… પછી એ બધાના પરિણામ જોઇ મારે ઓછા માર્કે જીવ બાળવાનો જ વારો આવતો….!!!”
તમે નહીં માનો.. !!!!
બહુ વર્ષો થી આવું ચાલતું રહ્યું… એટલે મનમાં ધીરે ધીરે એવું નક્કી થવા માંડ્યું કે.. “નક્કી.. મારી સ્કુલના સાહેબો… આ બધા ને પરીક્ષા પહેલા પોતાના ઘરપર બોલાવી.. પેપર ના સવાલો લખાવી દેતા હશે…!! અને.. એટલે… આ મિત્રો ’પેપર ચોરી’ કરી… મારા કરતાં વધારે માર્કે પાસ થઈ જતાં હશે…બોલો..!!!”
’હવે.. આપને મનમાં થતું હશે…કે… આમાં મારા અને રાહુલ ગાંધી વચ્ચે સામ્યતા ક્યાંઆવી..??’
તો આવો આપને સમજાવું…!!
મને એ વખતે મનમાં થતું જ નતું કે.. મને ઓછા માર્ક કેમ આવ્યા..?? તેના કરતાં મારા મિત્રો ને કેમ વધુ માર્ક આવ્યા…??? એ વાતમાં મારો જીવ બળે રાખતો હતો…!!!???
બોલો…એવું જ રાહુલ ગાંધી ને પણ થાય છે…!!! પોતાને ઓછી સીટો પર જીત મળી એની એને ચિંતા નથી… પણ નરેન્દ્ર મોદી ને વધારે કેમ મળે છે…??!!! એમાં એને બળતરા થયે રાખે છે…!!! બોલો..
“જેમ ઓછા માર્ક આવે… ત્યારે…મને એમ ન..તું.. થતું… અથવા .. હું એ વખતે સ્વિકારતો પણ… ન હતો કે…મારા બુદ્ધિ ના સ્તર કરતાં એ મિત્રો નું સ્તર ઉંચું છે.. જ…!!!”
તો…જ.. માર્ક વધારે આવે,…ને.. ??!!!
એમ…
“રાહુલ ગાંધી પણ સમજતો નથી… કે…. એના કરતાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની ટીમ ના સભ્યો નુ રાજકીય બુદ્ધિ નું સ્તર એના કરતાં ઉંચું છે…!!!”
બીજું…
“એ જમાનામાં મને એમ નતું થતું કે… મારા મિત્રો કરતાં વધારે માર્ક લાવવા… વાંચવું વધારે પડે…!! કે…ભણવામાં ધ્યાન આપવું પડે…!! કે… જે ભણીએ છીએ તે…યોગ્ય રીતે સમજવું પણ પડે…!!!”
તેમ રાહુલ ગાંધી નું પણ એવું જ છે…
દ્ગડ્ઢછ કરતાં વધારે સીટો જીતવા માટે… ભારતના ગામે ગામ ફરવું પડે.. સંગઠન મજબૂત કરવું પડે… લોકો ની સમસ્યાઓ સમજી તેનો ઉકેલ કેવી રીતે લાવવો..??? તેનો દ્રષ્ટિકોણ તૈયાર કરવો પડે… મારા દેશ નું નામ ઉચું કેમ આવે…
તેનો સતત વિચાર કરતા રહેવું પડે…!!!
તો..જ.. સીટો વધારે મળે… કે સત્તારૂઢ થઈ શકાય છે.
એનું જ્ઞાન તો રાહુલ બાબા ને પહેલે થી.. છે જ નહીં..!!! બોલો…!!!
પછી.. ગા.. ગા.. કરે છે… કે… મમ્મી…મારે વડાપ્રધાન થવું છે…!!!
એમ વડાપ્રધાન ના થવાય..??
બીજું બધું ઘેર ગયું…
પણ…
હવે…હુ અનંત દવે… જે ’ઢ’ હતો તોય… જીજીઝ્ર પાસ થઈ ગયો… પણ.. રાહુલ ગાંધી… હજુ વડાપ્રધાન બન્યા નથી..!!!..
અને… એ થશે કે કેમ… તેની મને એકલા ને નહીં.. આખી દુનિયા ને શંકા છે.. !!!

Related posts

ભારતીય સિનેમા માટે એક ગર્વની ક્ષણ, ‘ગાંધી’ ફિલ્મે ટોરોન્ટોને હચમચાવી નાખ્યું, વર્લ્ડ પ્રીમિયરમાં ઉભા થઈને તાળીઓ પાડી

Reporter1

માસિક પીરિયડ્સ દરમિયાન મહિલાઓને થતી સમસ્યા

Master Admin

All Gujarat Federation of Tax Consultants (AGFTC) and Income Tax Bar Association (ITBA) successfully organize Two-Day Tax Conclave 2025

Reporter1

Leave a Comment

Translate »