Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન

ભારતના ૩ હથિયારોનો દુનિયામાં વાગ્યો ડંકો

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની સૌથી ઘાતક મિસાઇલ બ્રહ્મોસનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ મે ૨૦૨૬ —  પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે ગત વર્ષે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આજે આ ઐતિહાસિક સૈન્ય કાર્યવાહીને એક વર્ષ પૂર્ણ થયું છે. ૭ મે, ૨૦૨૫ના રોજ ભારતીય સેનાએ ર્ઁદ્ભ અને પાકિસ્તાનની અંદર ઘૂસીને કુલ ૯ આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા હતા. આ પહેલીવાર હતું જ્યારે ભારતે પાકિસ્તાની સીમામાં આટલે ઊંડે સુધી જઈને પ્રહાર કર્યો હોય અને આશ્ચર્યની વાત એ હતી કે પાકિસ્તાનને આ હુમલાની કાનોકાન ખબર પણ પડી નહોતી.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની સૌથી ઘાતક મિસાઇલ બ્રહ્મોસનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુખોઈ ફાઈટર જેટીથી છોડવામાં આવેલી આ સુપરસોનિક મિસાઇલે પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી. અવાજ કરતાં ત્રણ ગણી ઝડપે (૩૭૦૦ કિમી/કલાક) ગતિ કરતી આ મિસાઇલ એટલી નીચી ઊંચાઈએ ઊડે છે કે પાકિસ્તાની રડાર તેને પકડવામાં નિષ્ફળ રહી હતી. ૩૦૦ કિલો સુધીના વિસ્ફોટકો લઈ જવાની ક્ષમતા ધરાવતી આ મિસાઇલના ખૌફનો સ્વીકાર ખુદ પાક પીએમ શાહબાઝ શરીફે પણ કરવો પડ્યો હતો.

યુદ્ધ દરમિયાન ભારતની સ્વદેશી આકાશ એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિસ્ટમના કારણે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો ભારતીય સરહદમાં પ્રવેશવાની હિંમત કરી શક્યા નહોતા. સપાટીથી હવામાં માર કરતી આ મિસાઇલ દુશ્મનના વિમાન કે ડ્રોનને હવામાં જ તોડી પાડવાની ૧૦૦ ટકા ક્ષમતા ધરાવે છે. તેની ૩૦૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ અને એકસાથે અનેક લક્ષ્યોને વીંધવાની તાકાતે પાકિસ્તાની વાયુસેનાના હોંશ ઉડાવી દીધા હતા. ઓપરેશન દરમિયાન પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવાની જરૂર પણ ન પડી, કારણ કે તેના બોર્ડર પર તહેનાત થવા માત્રથી પાકિસ્તાને હથિયાર હેઠા મૂકી દીધા હતા. આ સિસ્ટમ માત્ર ૪૪ સેકન્ડમાં ૭૨ રોકેટ છોડી શકે છે, જે દુશ્મનના ૧૦૦૦ ટ ૮૦૦ મીટરના વિસ્તારને સંપૂર્ણપણે રાખમાં ફેરવી દેવાની શક્તિ ધરાવે છે. આ હથિયારની ક્ષમતા જોઈને ફ્રાન્સ અને આર્મેનિયા જેવા દેશો પણ તેને ખરીદવા માટે ઉત્સુક છે.

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દુનિયાભરમાં ભારતીય હથિયારોની માંગ વધી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનું ઘરેલું સંરક્ષણ ઉત્પાદન મહત્ત્વના સ્તરે પહોંચીને ૧.૫૪ લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ આંકડાને સ્પર્શી ગયું છે. આ સાથે જ ભારતનો ડિફેન્સ એક્સપોર્ટ પણ વધીને ૩૮,૪૨૪ કરોડ રૂપિયા થયો છે. અમેરિકન પ્રમુખ હોય કે અન્ય દેશોના વડા, આજે દરેક ભારતીય ટેક્નોલોજી પર વિશ્વાસ મૂકી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ખાનગી કંપનીઓના સહયોગથી આજે ભારત રક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે.

Related posts

RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત

Master Admin

સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનનો ભારત સર્વે ફોર એડટેક રિપોર્ટ ગુજરાતમાં શાળાએ જતા બાળકો અને શિક્ષકોમાં ડિજિટલ ઍક્સેસ અને એડટેકના ઉપયોગ અંગે આંતરદૃષ્ટિ જાહેર કરે છે.

Master Admin

કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી મ્ત્નઁની પોસ્ટર વોર

Master Admin

Leave a Comment

Translate »