Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પહેલીવાર ગુજરાત પ્રવાસે

માર્ગદર્શન આપશે અને અમદાવાદમાં ભવ્ય જનસભાને સંબોધન કરશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પાર્ટી કાર્યકરોને બુસ્ટ અપ કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ – અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીન પહેલી વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. આગામી ૨૦ ફેબ્રુઆરીએ નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રદેશની પ્રવાસે આવી રહ્યા છે.

જે અંતર્ગત તેઓ કાર્યકર્તાઓ સાથે મિલન મુલાકાત કરવાના છે. તદુપરાંત કાર્યકર્તાઓ સાથે વિવિધ શુભેચ્છા સંદેશનું પણ આદાન-પ્રદાન થાય તે પ્રકારની પણ રૂપરેખા ઘડાઈ રહી છે.

એક બાદ એક નેતાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલ નીતિન નબીન સાથે મુલાકાત કરી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એક બાદ એક નેતાઓ તેમની પાસે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ભાજપના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાજપના યુવા અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથેની શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે યોજી હતી. ત્યારે આવનારા દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતનો પ્રવાસ પણ ખેડશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દેશભરના વિવિધ રાજ્યના પ્રવાસ અર્થે જવાના છે. તે અંતર્ગતની રૂપરેખા પણ રાષ્ટ્રીય સ્તરે ઘડાઈ રહી છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવનારા સપ્તાહમાં ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે મુજબ તેઓ ૨૦થી ૨૨ ફેબ્રુઆરી એમ ૩ દિવસ ગુજરાતમાં રહેશે અને વિવિધ શહેરોમાં કાર્યકરોને મળશે.

મહત્વનું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસને સમયે અમદાવાદમાં ભવ્ય જનસભાનું આયોજન પણ થઈ રહ્યું છે. નીતિન નબીન અમદાવાદમાં પણ એક ભવ્ય સભાને સંબોધન કરશે. જેમાં કાર્યકર્તાઓ સાથે નીતિન નબીન વાર્તાલાપ પણ કરશે. ચૂંટણી હોય કે પછી સંગઠનની સંરચના હોય રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાત પ્રદેશની મુલાકાત યોજાતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્તિ બાદ હવે નીતિન નબીન પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

ગુજરાત પ્રવાસ દરમિયાન નીતિન નબીન પાર્ટી કાર્યકર્તાઓને બુસ્ટ અપ કરશે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નીતિન નબીન કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ પૂરું પાડશે. તદુપરાંત આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કેવા પ્રકારની રૂપરેખા અને કેવા પ્રકારના નવા નિયમો ઘડે છે તે જોવું રહેશે.

Related posts

ગનરકૂક એલએલપીના ચાર્વી રાજપૂતને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત

Master Admin

પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની મદદ કરી છે

Reporter1

ગુજરાતમાંથી જૈશના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

Reporter1

Leave a Comment

Translate »