Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારત-જર્મની વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારીઓ શરૂ

નૌસેનાને મળશે ૬ અત્યાધુનિક સબમરીન

રાજનાથ સિંહ જર્મની પહોંચી મોટી ડિફેન્સ ડીલ કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ એપ્રિલ ૨૦૨૬ — વર્તમાન સમયમાં અત્યાધુનિક હથિયારોની તાતી જરૂરીયાતને ધ્યાને રાખીને ભારત-જર્મની વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલ થવાની છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ૨૧ એપ્રિલથી ૨૩ એપ્રિલ દરમિયાન જર્મનીનો પ્રવાસ કરવાના છે, જ્યાં તેઓ નૌસેના માટે ૬ અત્યાધુનિક સબમરીન સહિત અનેક ડિફેન્સ ડીલ કરવાના છે.

ભારત-જર્મની વચ્ચે સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સંરક્ષણ મંત્રીનો જર્મની પ્રવાસ નિર્ધારીત કરાયો છે. બર્લિનમાં યોજાનારી બેઠકમાં રાજનાથ સિંહ જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિસ અને અન્ય નેતાઓ સાથે ડિફેન્સ ડીલની વાતચીત કરશે, જેમાં ‘ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ રોડમેપ’ને અંતિમરૂપ આપશે. તેનો અર્થ એ છે કે, ભારત-જર્મની સાથે મળીને સૈન્ય હથિયારોનો વિકાસ અને ઉત્પાદન કરશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારી વધારવાનો, સેના-સેના વચ્ચે સંબંધ મજબૂત કરવાનો, સાઈબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડ્રોન જેવી નવી ટેકનોલોજી પર કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા થશે.

આ ઉપરાંત રાજનાથ સિંહ જર્મનીના સંરક્ષણ ઉદ્યોગના મોટા પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, બંને દેશોના સંરક્ષણ મંત્રીઓની ઉપસ્થિતિમાં અનેક ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થશે. આમાં સંરક્ષણ ઉદ્યોગોમાં ભાગીદારી વધારવાનો રોડમેપ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, સાત વર્ષ બાદ પહેલીવાર ભારતના કોઈ સંરક્ષણ મંત્રી જર્મની જઈ રહ્યા છે. આ પહેલા નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી-૨૦૧૯માં જર્મનીની મુલાકાત કરી હતી.

ભારત-જર્મની વચ્ચે છ અત્યાધુનિક ડીઝલ-ઈલેક્ટ્રીક સબમરીન અંગે પણ ચર્ચા થવાની છે. વર્ષ ૨૦૨૩માં ભારતની મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) અને જર્મનનીની થિસનકુપ મરીન સિસ્ટમ (TKMS) કંપની વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. ત્યારે આ સમજૂતીથી જોડાયેલ ટેકનોલોજીનું આદાન-પ્રદાન કરવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી વધારવા માટે બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે વિસ્તારપૂર્વક ચર્ચા થશે.

આ સબમરીનની ખાસિયતની વાત કરીએ તો આ સબમરી AIP ટેકનોલોજીથી સજ્જ હોવાથી નૌસેનાની તાકાતમાં વધુ વધારો થશે. જો ડીલ ફાઈનલ થશે તો આ ભારત માટે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ડીલ હશે. AIP ટેકનલોજીના કારણે સબમરીન પાણીની સપાટી પર આવ્યા વગર બેથી ત્રણ સપ્તાહ સુધી પાણીમાં રહી શકે છે. આ જ ખાસિતય દુશ્મનથી બચીને વ્યૂહાત્મક અભિયાનનો અંજામ આપી શકે છે.

Related posts

CLAPS ઇન્ડસ્ટ્રીઝે માસિક ધર્મમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને ટેકો આપવા CLAPSFEMINA™️ લોન્ચ કર્યું

Reporter1

દેશભરમાં મેઘતાંડવઃ ઉત્તરાખંડ અને આસામમાં ૧૧ના મોત

Master Admin

મોટી રાહતઃ પેટ્રોલ પંપ પર ફરીથી ટાંકી ફુલ કરાવી શકશો

Master Admin

Leave a Comment

Translate »