Nirmal Metro Gujarati News
article

મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને પ્રસન્નતા અનુભવી

 

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત,” મડઈ જા માડૂ” કે જેમાં માંડવી કે તાલુકાના અમદાવાદ/ ગાંધીનગરમાં રહેતા હોય તેવા પરિવારોના સભ્યો તાજેતરમાં જ ગુજરાત વિધાનસભા ગૃહ ની ‘લાઈવ’ કાર્યવાહી નિહાળીને વિશેષ પ્રસન્નતા અનુભવી હતી.
માંડવી -૨ વિધાનસભા મતવિસ્તાર ના યશસ્વી, વતન પ્રેમી અને આ “રામસેતુ ગ્રુપ” ના જ મેમ્બર એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ના સંપૂર્ણ સાથ- સહકાર થી ગુજરાત વિધાનસભા સચિવાલયની મુલાકાત માટે અગાઉથી પરવાનગી, સેક્શન ઓફિસર પાસેથી મેળવીને સૌને ગૃહમાં પ્રવેશ આપ્યો હતો.જેમાં તેમના આસિસ્ટન્ટ હિતેશભાઈ કન્નડ ખૂબ જ સહયોગી રહ્યા હતા.
રોમાંચિત ચહેરે સભાગૃહમાં સૌ મેમ્બર શ્રીઓએ પ્રવેશ મેળવી પ્રેક્ષક ગેલેરીમાં પોતાની બેઠક પર શાંતિપૂર્વક બેસીને જિંદગીમાં પહેલી જ વાર વિધાનસભા ગૃહની લાઈવ કાર્યવાહી નિહાળી હતી. આ ગૃહની બેઠક વ્યવસ્થા, અધ્યક્ષ શ્રી નું સંચાલન, ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોની રજૂઆત વગેરે ખૂબ જ આકર્ષિત હતી. જે સૌ મેમ્બરશ્રીઓએ નજરે નિહાળતા સૌ આનંદિત થયા હતા.
“સર્વાંગી વિકાસ અને પ્રજા કલ્યાણની તીર્થ ભૂમિ એટલે આ વિધાનસભા” એમ માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ એ જણાવતા આ રામસેતુ ગ્રુપને હૃદય પૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સાથે- સાથે માંડવી અને અમદાવાદ વચ્ચે સેતુ સમાન આ ગ્રુપમાં પરસ્પર પારિવારિક સંબંધો વધુ વિકસે અને સ્નેહ, સહકાર અને સંગઠન ની ભાવના વધુ ખીલે અને આજે આપ શ્રી સૌ મારા મહેમાન હોતા,આજે વિધાનસભા ગૃહ માં મારા તરફથી સૌ મેમ્બર શ્રીઓને સ્વરૂચિ ભોજન સાથે લેવાનું છે તેવું જણાવી ને સૌ મેમ્બર સાથે સામૂહિક તસવીર માં જોડાયા હતા. જેમાં વિધાનસભા ના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ સાથ નિભાવી, સંઘ ભાવના ના દર્શન કરાવ્યા હતા. તેઓ શ્રી એ પણ રામસેતુ ગ્રુપ ને અભિનંદન આપી, ભવિષ્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી ઉચ્ચારી હતી.
પ્રારંભે વ્યવસ્થા કમિટીના ‘મીઠડા માડૂ ‘ શ્રી ઉદયભાઇ કારાણી એ સૌનું શબ્દો થી સ્વાગત કર્યું હતું. પ્રસંગ પરિચય ડોલર ભાઈ કાનાણી એ આપ્યો હતો. જ્યારે કમિટી મેમ્બર અને મિડિયા કન્વીનર ઈશ્વરલાલ ગણાત્રા એ લોકશાહી ના ધબકારા, ‘વિધાનસભા ગૃહ ‘વિષે વિશેષ વિગતો આપી હતી. નેક્સસ નમકીન્સ નાં હરેશભાઈ સેંઘાણી અને શિરીષભાઈ શનિશ્ચરા એ રામસેતુ ગ્રુપના ભાવિ કાર્યક્રમો ની રૂપરેખા આપી હતી.તો વળી’ માળા ના મણકા’ સમાન એકબીજા ને પરોવવાની કામગીરી કરનાર કિશોરભાઈ શાહ ,નીતિનભાઈ ચાવડા અને કમલભાઈ વેદે સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. રામ સેતુ ગ્રુપના મેમ્બર એડવોકેટ રાજેશભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ હોવાથી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ તમામ ગ્રુપ મેમ્બરશ્રીઓએ શુભેચ્છા પાઠવી હતી.
“વિધાન એટલે કાયદો ઘડતી સભા તે વિધાનસભા”. વિઠ્ઠલભાઈ પટેલ- વિધાનસભા ગૃહ વિશે સૌથી નાની વયના આ ગ્રુપના મેમ્બર , કારાણી કેદાર તેમજ સેંઘાણી સોહમ એ શિક્ષણ મેળવતી વખતે વાંચ્યું હતું. પણ આજે લાઈવ નજરે ગૃહ ને નિહાળતા આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. અને સાથે આશ્ચર્ય પણ અનુભવ્યું હતું. તો સૌથી મોટી વય ધરાવતા વડીલ રમણીકભાઈ કંદોઈ નાં ‘ પગમાં જાણે પાંખો આવી ગઈ હોય ‘ એવી ઝડપે ગૃહ ને નિહાળવામાં મશગુલ થઈ ગયા હતા.
વિધાનસભા ગૃહ નુ લાઈવ દર્શન નો લાભ અપાવવા બદલ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ તેમના પી.એ.હિતેશભાઈ કન્નડ વગેરે નો પૂર્વ સનદી અધિકારી શ્રી વી.કે.સોલંકી એ આભાર સહ અભિનંદન પાઠવ્યા હોવાનો પાર્થ ભાવેશભાઈ દવે એ જણાવ્યું હતું.

Related posts

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

Reporter1

Step by Step First Aid for Heart Attacks: Recognize and Respond Fast Dr Dinesh Raj, Senior Interventional Cardiologist, HCG Hospitals, Rajkot

Reporter1

તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે. – શ્રી મિથલેશ નંદિનીશરણજી મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યો

Reporter1
Translate »