Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

મતદાન પહેલા જ પાંચ નગર પાલિકા ભાજપના ખાતામાં

કુલ ૬૦૦થી વધુ બેઠકો બિનહરીફ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતા ત્રણ ગણી બેઠકો બિનહરીફ થઈ છે. ગત ચૂંટણીમાં ૨૨૯ જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી.

ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂરો થયા બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ભારતીય જનતા પાર્ટીએ મતદાન પહેલા ૫ નગરપાલિકા કબજે કરી લીધી છે. ગણદેવી, કડી, શહેરા, ઊંઝા અને બાયડ નગર પાલિકામાં ભાજપે બિનહરીફ જીત મેળવી લીધી છે.

આ સિવાય રાજ્યની કુલ ૧૭ મહાનગર પાલિકામાં ભાજપના ૨૦થી વધુ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે નગર પાલિકાની ૧૭૮થી વધુ બિનહરીફ બેઠક ભાજપના ખાતામાં આવી છે. જિલ્લા પંચાયતની ૧૨થી વધુ બેઠકો પણ બિનહરીફ જાહેર થઈ છે, જે ભાજપના ફાળે ગઈ છે. તાલુકા પંચાયતની ૯૦થી વધુ બેઠકો પર ભાજપને લાભ થયો છે.

ગુજરાતમાં મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. અનેક જગ્યાએ વિપક્ષી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જેનો ફાયદો ભાજપને થયો છે. ગુજરાતમાં ૬૦૦થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ગુજરાતમાં ૨૬ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન થશે. જ્યારે ૨૮ એપ્રિલે પરિણામ જાહેર થશે.

Related posts

ઈરાનના ૧૦૦ શહેરોમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શનો : પોલીસકર્મીની ચાકુ મારીને હત્યા

Master Admin

રાજનીતિક સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો

Master Admin

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો

Master Admin

Leave a Comment

Translate »