Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

વિરમગામના ભરબજારમાં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલનો હંગામો

કાર ચાલક સાથે જાહેર રસ્તા પર મારામારી

જાહેર રસ્તા પર પબ્લિક ડ્રામા વધતો જોઈ વિરમગામ પોલીસે ત્વરિત એક્શન લીધા હતા અને મામલો થાળે પાડ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૮ મે ૨૦૨૬ –– કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા જ એક રક્ષકે નશાના ઓઠા હેઠળ ભક્ષક બનીને જાહેર રસ્તા પર આતંક મચાવ્યો હોવાની શરમજનક ઘટના વિરમગામ શહેરમાંથી સામે આવી છે. વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહાર આવેલી ભરી બજારમાં કાયદાના નશા કરતા દારૂના નશામાં વધુ ધૂત એવા એક પોલીસ કોન્સ્ટેબલે ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ કોન્સ્ટેબલે માત્ર સામાન્ય નાગરિક સાથે જ ગુંડાગર્દી નથી કરી, પરંતુ બચાવવા આવેલા પોતાના જ અધિકારી PSI સામે પણ સરેઆમ ખાખીનો રોફ જમાવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, ગોલવાડી દરવાજા સર્કલ પાસેથી એક કાર પસાર થઈ રહી હતી. આ સમયે સાદા કપડામાં અને નશાની હાલતમાં ચૂર જયંતીભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલે અચાનક જ કાર ચાલક સાથે કોઈ નજીવી બાબતે માથાકૂટ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે નશામાં ધૂત કોન્સ્ટેબલે કાયદાનું ભાન ભૂલીને કાર ચાલક સાથે જાહેર રસ્તા પર મારામારી શરૂ કરી દીધી હતી અને આવેશમાં આવીને કારના કાચ પણ તોડી નાખ્યા હતા. ભરબજારમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

આ હંગામાની જાણ થતાં જ વિરમગામ ટાઉન પોલીસ મથકના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોતાના જ સાથી કર્મચારીને આ સ્થિતિમાં જોઈ પીએસઆઈએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નશામાં અંધ બનેલા કોન્સ્ટેબલ જયંતીભાઈએ પીએસઆઈ સામે પણ સરેઆમ ઉગ્ર બોલાચાલી કરીને રોફ જમાવ્યો હતો.જાહેર રસ્તા પર પબ્લિક ડ્રામા વધતો જોઈ વિરમગામ પોલીસે ત્વરિત એક્શન લીધા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ટાઉન પોલીસે નશાની હાલતમાં આતંક મચાવનાર પોતાના જ કોન્સ્ટેબલ જયંતીભાઈની અટકાયત કરી લીધી હતી. હાલમાં પોલીસ કોન્સ્ટેબલ અને ભોગ બનનાર કાર ચાલક બંનેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે, જ્યાં ગુનો નોંધીને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની અને ખાતાકીય કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

નર્મદામાં ભાજપે કોંગ્રેસના મહિલા ઉમેદવારને હાઇજેક કરીને ફોર્મ પરત ખેંચાવવાનો કર્યો પ્રયાસ

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર

Master Admin

જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મંત્રીઓ અધિકારીઓનાં વાહનો પર પણ પ્રતિબંધ

Master Admin

3 comments

Dora4581 May 19, 2026 at 2:07 am Reply
Mallory1129 May 19, 2026 at 9:54 am Reply
Jayla1264 May 20, 2026 at 2:58 am Reply

Leave a Comment

Translate »