Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મહારાષ્ટ્ર સહિત ૭ રાજ્યોમાં ચોમાસાની થયેલી એન્ટ્રી

૧૬ રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ

આગામી એક અઠવાડિયામાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ જૂન ૨૦૨૬ — દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂને હવે જોરદાર રફતાર પકડી લીધી છે. હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) ના તાજા અહેવાલ મુજબ, ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આ ચોમાસાએ ૪ જૂનના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દીધી હતી અને તેના માત્ર ૪૮ કલાકની અંદર જ તે દેશના સાત રાજ્યો સુધી પહોંચી ગયું છે. હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં ચોમાસાના વાદળો છવાઈ ગયા છે. આ સિવાય ગોવા અને આંધ્રપ્રદેશમાં પણ ચોમાસાની વ્યાપક અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ ૭ થી ૨૦ સેમી સુધીનો વરસાદ ખાબકી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં ત્રણ દિવસ મોડું પહોંચ્યું છે, સામાન્ય રીતે તે ૧ જૂને કેરળ પહોંચતું હોય છે. આગામી ૨ થી ૫ દિવસમાં મોનસૂન મહારાષ્ટ્રના બાકીના ભાગો, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તરમાં આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે તાપમાન સરેરાશ કરતાં ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગના મતે ૭ જૂને દિલ્હીના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે, જેના કારણે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ, બિહારના પટના, ગયા, જમશેદપુર, વૈશાલી, સારણ, બક્સર અને રોહતાસ સહિતના અનેક જિલ્લાઓમાં ૭ જૂન માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાંકા અને ભાગલપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે ૭ જૂનના રોજ દેશના ૧૬ રાજ્યોમાં તેજ પવન અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, લદ્દાખ, ઓડિશા, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર, ઉત્તરાખંડ, ગોવા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, મણિપુર અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આકાશી વીજળી પડવાનો પણ મોટો ખતરો વ્યક્ત કરાયો છે.

એક તરફ જ્યાં દેશના અડધા ભાગમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યો હજુ પણ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. હરિયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઓડિશાના મોટા ભાગોમાં ૮ થી ૧૨ જૂન દરમિયાન તીવ્ર લૂ (હીટવેવ) ચાલવાની આશંકા છે. પશ્ચિમ યુપીમાં ૧૨ જૂન સુધી લૂનું એલર્ટ છે, જ્યારે પૂર્વી યુપીના મઉ, આઝમગઢ, વારાણસી અને અયોધ્યા જેવા જિલ્લાઓમાં ૭ જૂને આંધી-તોફાન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

Related posts

દેશની સરહદો અત્યંત સુરક્ષિત છે : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

Master Admin

અદાણી એરપોર્ટ્સે ભારતનાં પાંચ રાજ્યોમાં 655 એકરથી વધુ વિસ્તારમાં એકીકૃત એરપોર્ટ સિટી વિકાસનું અનાવરણ કર્યું

Master Admin

ડિજિટ ઇન્શ્યોરન્સના એમડી અને સીઈઓ જસલીન કોહલીને ‘ગ્લોબલ ફિનટેક એવોર્ડ્સ ૨૦૨૬’માં ‘ગ્લોબલ ફિનટેક પર્સન ઓફ ધ યર – ફીમેલ’ તરીકે પસંદ કરવામાં આવ્યા

Master Admin

Leave a Comment

Translate »