Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

મહુવા તાલુકાના ઉમણીયાવર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો

ત્રણ બુથ પર એક પણ મત નથી પડ્યો

નેશનલ હાઈવે ઉપર ‘કટ નહિ તો મત નહિ’ તેવા બેનોરો લાગ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહુવા, તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ –– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હતું. ૧૫ મનપા, ૮૪ પાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત માટે મતદાન થઈ રહ્યું હતું ત્યારે એક તરફ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ મતદારોની નારાજગી પણ જોવા મળી છે. અનેક મતદાન બુથ પર મતદારોએ ‘કટ નહિ તો મત નહિ’ કહીને બહિષ્કાર કર્યો છે. મહુવાના ઉમણીયાવર ગામના ત્રણ બુથ પર સવારથી એક પણ ચકલું ફરક્યું નથી, એક પણ મત મતપેટીમાં પડ્યો ન હતો.

મહુવા તાલુકાના ઉમણીયાવર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. સવારના ૭.૦૦ કલાકથી ૧૦.૦૦ વાગ્યા સુધીના ત્રણ કલાકમાં ત્રણ બુથ ઉપર એક પણ મત પડ્યો ન હતો. તેનું કારણ છે કે નેશનલ હાઈવે ઉપર ‘કટ નહિ તો મત નહિ’ તેવા બેનોરો લગાવવામાં આવ્યા છે. ૨૦ ગામને જોડતા માર્ગમાં કટ ન હોવાને કારણે મહુવા જવા માટે ભારે અગવડતા પડતી હોય છે. તેથી ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરી મતદાન નથી કર્યું.

આ વિશે ઉમણીયાવદર ગામના ઉપસરપંચ રાજુભાઈ હડીયાએ કહ્યું કે, નેશનલ હાઈવે ઉપર કટ નહીં મળતા, તમામ ગામજનોને ૪ કિલોમીટર ફરવા જવું પડે છે. એમ્બ્યુલન્સ તેમજ દર્દીઓને પાગલ મુશ્કેલીઓ પડી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ આવનારી તમામ ચૂંટણીઓનો જ્યાં સુધી કટ નહીં ત્યાં સુધી મોત નહીં તે સૂત્ર સાથે બહિષ્કાર કરવામાં આવ્યો છે. અત્યારની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ પણ ગામની અંદર કોઈપણ પાર્ટીએ મીટિંગ કરવા આવવું નહીં તેવી ચીમકી પહેલી આપી હતી. લોકો હવે વોટ કરવા પણ નથી ગયા.

નેશનલ હાઈવે ૮ ઉપર મહુવા નજીક આવેલ ઉમણીયાવદર ચોકડી પાસે કટ નહીં આપતા ચૂંટણી બહિષ્કાર બેનર લાગ્યા હતા. ઉમણીયાવદરથી રૂપાવટી, કોજળી, કાળેલા, બોરડી, સેદરડા, ભાણવડિયા, બેડા, વાઘવદરડા, તરેડ, કાકીડી, રાજાવદર, બેલંપર, શેતરાણા, ચુણા જેવા ૨૦ ગામોને જોડતો માર્ગ છે. આ દરેક ગામના નાગરિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં હજુ પણ કોઈ પણ પ્રતિસાદ મળ્યો નથી. કંટાળીને તમામ ગામોના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ ફૂંક્યું હતું.

Related posts

વહેલી તકે પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા સરકારનો આદેશ

Master Admin

SIR બાદ ૧૨ રાજ્યો, સંઘપ્રદેશોની યાદીમાંથી ૬ કરોડ મતદાતાઓ ઘટ્યા

Master Admin

Virasat Foundation’s Rohan Jardosh turns son’s birthday into a lesson in giving

Reporter1

Leave a Comment

Translate »