Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મુંબઈમાં ૧૫ દિવસમાં બીજી વખત CNG માં ૨ રૂપિયાનો વધારો

રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો

ભાવ વધારા બાદ મુંબઈમાં સીએનજી હવે દેશની રાજધાની દિલ્હી કરતા પણ મોંઘો થઈ ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૩૦ મે ૨૦૨૬ — વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરૂ બન્યું છે, જેની સીધી અસર હવે ભારતના સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે. મુંબઈ અને તેની આસપાસના મેટ્રોપોલિટન રિજન માં સીએનજી ના રીટેલ ભાવમાં પ્રતિ કિલો રૂ. ૨ નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારો ૨૯ મે ૨૦૨૬ ની મધ્યરાત્રિથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.મુંબઈમાં સીએનજી ગ્રાહકો માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા ૧૫ દિવસની અંદર જ કિંમતોમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ પૂર્વે ગત ૧૪ મે ના રોજ પણ સીએનજીના ભાવમાં રૂ. ૨ નો વધારો કરાયો હતો, જેના કારણે કિંમત રૂ. ૮૨ થી વધીને રૂ. ૮૪ થઈ હતી. હવે આ તાજા વધારા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજીનો રેટ રૂ. ૮૪ થી વધીને રૂ. ૮૬ પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. કંપની દ્વારા તમામ ડીલરોને સુધારેલા દરો તાત્કાલિક ધોરણે લાગુ કરવા માટે નિર્દેશ આપી દેવાયા છે.સીએનજીની કિંમતોમાં સતત થઈ રહેલા આ વધારાના કારણે ખાનગી વાહનચાલકો ઉપરાંત સૌથી મોટો ફટકો ટેક્સી, ઓટો રિક્ષા અને અન્ય વ્યાવસાયિક વાહનો ચલાવતા લોકોને પડ્યો છે. સતત વધી રહેલા ઇંધણના ભાવના કારણે તેમના રોજના બજેટ પર વિપરીત અસર પડી રહી છે અને આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.આ ભાવ વધારા બાદ મુંબઈમાં સીએનજી હવે દેશની રાજધાની દિલ્હી કરતા પણ મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં હાલમાં સીએનજીનો ભાવ રૂ. ૮૩.૦૯ પ્રતિ કિલોગ્રામ છે, એટલે કે મુંબઈમાં સીએનજી હવે દિલ્હી કરતાં રૂ. ૧ જેટલો મોંઘો મળી રહ્યો છે. જોકે, બીજી તરફ નોઈડા અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોની સરખામણીએ મુંબઈમાં સીએનજી હજુ પણ રૂ. ૭ જેટલો સસ્તો છે.

Related posts

સુરત માટે ગૌરવની ક્ષણઃ હજીરામાં ઉત્પાદિત એએમ/એનએસ ઇન્ડિયાનું સ્ટીલ ભારતના નવા નૌસેના યુદ્ધજહાજ આઇએનએસ માલવનનું સંચાલન કરી રહ્યું છે

Master Admin

હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં પીએમ મોદી ચૂપ : રાહુલ ગાંધી

Master Admin

એલડીએલ કોલેસ્ટ્રોલ અંગેની 5 સામાન્ય માન્યતાઓનો પર્દાફાશ: ‘સારું લાગવું’ એનો અર્થ એ નથી કે તમારું હૃદય સુરક્ષિત છે

Master Admin

Leave a Comment

Translate »