૧૦ દિવસમાં ભાવ વધારાની હેટ્રિક
દેશમાં ઈંધણની વધતી કિંમતો અને સપ્લાયને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને આશ્વાસન આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ મે ૨૦૨૬ — મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ) માં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં ૮૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૯૧ પૈસા પ્રતિ લીટરનો ઝીંકાયો છે. સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા ૧૦ દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે ૫ રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા છે.આ અગાઉ ૧૫ મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકસાથે ૩-૩ રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯ મેના રોજ ફરી પેટ્રોલ ૮૭ પૈસા અને ડીઝલ ૯૧ પૈસા મોંઘું થયું હતું. હવે શનિવારના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૭ પૈસા વધીને ૯૮.૬૪ થી વધીને ૯૯.૫૧ પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત ૯૧ પૈસા વધીને ૯૧.૫૮ થી ૯૨.૪૯ પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.દેશમાં ઈંધણની વધતી કિંમતો અને સપ્લાયને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને આશ્વાસન આપ્યું છે. મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઉપલબ્ધતા છે અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સ્થિર છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે, પૅનિક બાઇંગ (ગભરાટમાં આવીને વધુ ખરીદી કરવી) થી બચે.”મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જે કામચલાઉ ભીડ કે દબાણ જોવા મળી રહ્યું છે તેને વહેલી તકે દૂર કરવામાં આવી રહ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ર્(ંસ્ઝ્રજ) સતત સપ્લાય પર નજર રાખી રહી છે અને પરસ્પર તાલમેલ સાથે તેલનું વિતરણ સુનિશ્ચિત કરી રહી છે.


1 comment
https://shorturl.fm/6IzGs