Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મોદી કેબિનેટના ૩ મોટા નિર્ણયો લેવામાં આવ્યા,૧૪ ખરીફ પાકોની MSPમાં વધારો

ખેડૂતો માટે સારા સમાચાર

રૂ.૨૦૬૬૭ કરોડના ખર્ચે દેશનો પહેલો સેમી-હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અને કોલસામાંથી ગેસ બનાવવા રૂ.૩૭૫૦૦ કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩ મે ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક ખૂબ જ મહત્વના અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. એક તરફ સરકારે ખેડૂતોને મોટી ભેટ આપતા વર્ષ ૨૦૨૬-૨૭ની સીઝન માટે ૧૪ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં નોંધપાત્ર વધારો કર્યો છે. તો બીજી તરફ ગુજરાત માટે મોટી જાહેરાત કરતા, અમદાવાદ (સરખેજ) થી ધોલેરા વચ્ચે રૂ.૨૦૬૬૭ કરોડના ખર્ચે દેશની પહેલી સેમી-હાઈ-સ્પીડ ડબલ-લાઈન રેલ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે રૂ.૩૭૫૦૦ કરોડના ખર્ચે કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટને પણ કેબિનેટે પાસ કરી દીધો છે.

ખેડૂતોની આવક વધારવા અને તેમને પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે ૧૪ ખરીફ પાકોના MSP વધારવામાં આવ્યા છે. આ વખતે સૌથી મોટો ફાયદો સૂર્યમુખી પકવતા ખેડૂતોને થશે, કારણ કે તેના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.૬૨૨ નો જંગી વધારો કરાયો છે. ત્યારપછી કપાસના ભાવમાં રૂ.૫૫૭, નાઈજરસીડમાં રૂ.૫૧૫ અને તલના ભાવમાં રૂ.૫૦૦ નો પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત માટે સૌથી રોમાંચક સમાચાર એ છે કે હવે અમદાવાદથી ધોલેરા વચ્ચે ટ્રેનની મુસાફરી ખૂબ જ ઝડપી અને હાઈ-ટેક બનશે. આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ભારતીય રેલવેનો દેશનો આવો પહેલો સેમી-હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે, જે સંપૂર્ણપણે આપણી સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર થશે. આ નવી રેલ લાઈન અમદાવાદને ધોલેરા SIR, નવા બની રહેલા ધોલેરા એરપોર્ટ અને લોથલના નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથે સીધું જોડી દેશે. આનાથી લોકોનો મુસાફરીનો સમય બચશે અને તેઓ એક જ દિવસમાં સરળતાથી આવ-જા કરી શકશે. આ ૧૩૪ કિલોમીટર લાંબી રેલ લાઈન અમદાવાદ જિલ્લાના ૨૮૪ ગામોને સીધા જોડશે. આનાથી આશરે ૫ લાખ લોકોને વધુ સારી કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટ ધોલેરા એરપોર્ટ અને લોથલ મેરિટાઈમ કોમ્પ્લેક્સને પણ જોડશે. ખાસ વાત એ છે કે, આ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થશે. આનાથી અમદાવાદ અને ધોલેરા વચ્ચે મુસાફરી પહેલા કરતાં વધુ ઝડપી અને સરળ બનશે. સાથે જ દર વર્ષે ૦.૪૮ કરોડ લિટર પેટ્રોલ-ડીઝલની પણ બચત થશે.

આ સાથે જ સરકારે ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ.૩૭૫૦૦ કરોડના કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવે સમજાવ્યું હતું કે ભારત પાસે આગામી ૨૦૦ વર્ષ સુધી ચાલે તેટલો કોલસાનો વિશાળ ભંડાર છે. હવે આ જ કોલસામાંથી સીધો ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. ત્યારબાદ આ ગેસનો ઉપયોગ ખાતર બનાવવા, વીજળી પેદા કરવા અને વિવિધ પ્રકારના ઉપયોગી રસાયણો બનાવવા માટે કરવામાં આવશે. ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિઓને જોતા દેશને ગેસ અને ઊર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા તરફ આ એક બહુ મોટું પગલું છે.

કેબિનેટે કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટ્‌સને પ્રોત્સાહન આપવા માટે ૩૭,૫૦૦ કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતની પાસે ૨૦૦ વર્ષ સુધી ચાલે એટલો પૂરતો કોયલાનો ભંડાર છે, જેનો ઉપયોગ હવે ગેસ બનાવવા માટે થશે.

આમાં ૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે.આ ઉપરાંત, નાગપુર એરપોર્ટને હવે ઁઁઁ મોડલ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવામાં આવશે, જેના કારણે વિદર્ભ વિસ્તારમાં પ્રવાસન અને વેપારને પ્રોત્સાહન મળશે.

Related posts

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?

Master Admin

પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૧ રૂપિયાનો વધારો

Master Admin

શ્રીનગરમાંથી ૨ પાકિસ્તાની સહિત ૫ આતંકીઓ ઝડપાયા

Master Admin

Leave a Comment

Translate »