Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

વડાપ્રધાન મોદીએ શિલાંગ-સિલચર કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું

નરેન્દ્ર મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા

પ્રોજેક્ટ તૈયાર થયા બાદ હાલ ગુવાહાટી-સિલચર વચ્ચેનો સફર પુરો કરવામાં જે ૮.૫ કલાકનો સમય લાગે છે, તે માત્ર પાંચ કલાકમાં પુરો થઈ શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૪ માર્ચ ૨૦૨૬ –– વડાપ્રધાને આસામમાં આજે એવા કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે, જેનાથી એક સાથે પાંચ રાજ્યોને ફાયદો થશે. વડાપ્રધાને આજે શિલાંગ-સિલચર કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કર્યું છે, જેનાથી આસામ સહિત મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર સહિતની કનેક્ટિવીટીમાં વધારો થશે. વડાપ્રધાન આ પ્રસંગે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોંગ્રેસ યુદ્ધ જેવા ગંભીર સમયમાં દહેશત ફેલાવવાની કામગીરી કરી રહી છે.

પ્રોજેક્ટ તૈયાર થયા બાદ હાલ ગુવાહાટી-સિલચર વચ્ચેનો સફર પુરો કરવામાં જે ૮.૫ કલાકનો સમય લાગે છે, તે માત્ર પાંચ કલાકમાં પુરો થઈ શક છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કોરિડોર ઉત્તર-પૂર્વ ભારતનો પ્રથમ એવો કોરિડોર છે, જે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફીલ્ડ સાથે ચાર-લેન હાઈ-સ્પીડમાં તૈયાર થવાનું છે. પ્રથમ તબક્કામાં કેપિટલ પોઈન્ટ પાસે ટ્રંક રોડથી રંગિરખારી પોઈન્ટ સુધીના નેશનલ હાઈવે પર એલિવેટેડ કોરિડોડના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.

૨૨,૮૬૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો ૧૬૬ કિલોમીટર લાંબો કોરિડોર તૈયાર થયા બાદ ગુવાહાટી અને સિલચર જવાનો સમય ઘણો ઘટી જશે. હાલ આ સફર પૂરો કરવામાં ૮.૫ કલાકનો સમય લાગે છે, ત્યારે કોરિડોર તૈયાર થયા બાદ સફર માત્ર પાંચ કલાકમાં પુરો કરી શકાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ પ્રોજેક્ટથી આસામ અને મેઘાલય બંનેને આર્થિક ફાયદો થવાનો છે, જેમાં વેપાર, પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. આ ઉપરાંત વ્યસ્ત રસ્તાઓ પર થતા ટ્રાફિક જામમાંથી પણ મોટી રાહત મળશે. આ સાથે મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર જેવા પડોશી રાજ્યો સાથેની કનેક્ટિવીટીમાં પણ વધારો થશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્મા સરમાએ કહ્યું કે, ભારત વિકસીત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય તરફ ઝડપથી વધી રહ્યું છે, તેમાં આસામ મહત્ત્વની ભૂમિકા નિભાવવા ઈચ્છે છે. અમારી સરકાર રાજ્યને એક મજબૂત અને વિકસિત રાજ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલા વડાપ્રધાને કરીમગંજ જિલ્લાના પથારકંડીમાં નવા કૃષિ મહાવિદ્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સંસ્થા આસામમાં કૃષિ શિક્ષણ અને સંશોધનને મજબૂત કરશે તેમજ બરાક ખીણ તથા આસપાસના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને પોતાના ઘર પાસે જ ઊચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળશે. વડાપ્રધાને ૧૩ માર્ચે પણ આસામના કોકરાઝારમાં ૪૫૭૦ કરોડ રૂપિયાથી વધુના જુદા જુદા પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગુવાહાટીમાં ૧૯૫૭૭.૫૮ કરોડ રૂપિયાના પાણી, વીજળી, રેલવે સહિતના ૧૩ પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ આસામની પ્રજાને સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ યુદ્ધ જેવા સંવેદનશીલ સમયમાં દહેશત ફેલાવવાનું રાજકારણ રમી રહી છે. કેટલાક લોકો ભારત વિરોધી તાકાતના હાથોની કઠપુતડી બની જાય છે અને દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશની સુરક્ષા અને એકતા સાથે ક્યારે રાજકારણ ન થવું જોઈએ. પરંતુ કોંગ્રેસ સતત એવા નિવેદનો આપી રહી છે, જે દેશના હિતમાં નથી.’

બંગાળની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોલકાતામાં પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું- બંગાળમાં હિન્દુઓને અલ્પસંખ્યક બનાવવામાં આવી રહ્યા છે.

હવે બંગાળમાંથી નિર્દય સરકારનો અંત આવીને જ રહેશે. હવે બંગાળમાંથી મહાજંગલરાજનો ખાતમો થશે. કાલે ટીએમસીએ આ રેલીમાં આવનારા આપ સૌ લોકોને ‘ચોર’ કહીને ગાળો આપી છે, અસલી ચોર કોણ છે તે બંગાળની બુદ્ધિશાળી જનતા જાણે છે. પોતાની ખુરશી જતી જોઈને અહીંની નિર્દય સરકાર નમાલી થઈ ગઈ છે. તે કેન્દ્ર સરકારની યોજનાઓ રોકી રહી છે. તેમને એક પૈસો નથી આપવો, છતાં નથી ઈચ્છતી કે કેન્દ્રની યોજનાઓનો લાભ બંગાળના લોકોને મળે.

પીએમ મોદીએ કહ્યું, આ ટીએમસી સરકાર પોતાની સ્વાર્થી રાજનીતિને કારણે અહીં આયુષ્માન ભારત યોજનાને પણ લાગુ કરી રહી નથી. દેશભરના કરોડો લોકો આ યોજના હેઠળ ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ લઈ રહ્યા છે. આ લાભ આપ સૌને પણ મળવો જોઈએ, પરંતુ બંગાળના પરિવારોને આ યોજનાના અધિકારથી પણ ટીએમસી સરકારે વંચિત રાખ્યા છે.
પીએમ મોદીએ કહ્યું- આપ સૌએ દેશભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સફળતા વિશે સાંભળ્યું છે. ગરીબ પરિવારોને પાકું ઘર મળી રહ્યું છે, પરંતુ અહીં શું થયું? યોજનાનું નામ બદલી દેવામાં આવ્યું, લાભાર્થીઓની યાદીમાં ગરબડ કરવામાં આવી અને જે ગરીબોને ઘર મળવાનું હતું તેઓ આજે પણ રાહ જોઈ રહ્યા છે. માત્ર વીજળી, પાણી, રસ્તા, ઘરની વાત નથી, ટીએમસી સરકાર પોતાની રાજનીતિને કારણે આયુષ્માન યોજનાને પણ લાગુ કરી રહી નથી.

Related posts

નામમાં સ્પેલિંગ મિસ-મેચ બાબતે ચૂંટણી પંચને સંવેદનશીલ રહેવા સુપ્રીમનો નિર્દેશ

Master Admin

લાલ કિલ્લા-દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Master Admin

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે : મોદી

Master Admin

Leave a Comment

Translate »