Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

વધુ એક ભારતીય ફાસ્ટ બોલર IPL 2026માંથી બહાર થયો

આકાશ દીપ ઈજાના કારણે આખી સીઝનમાંથી બહાર

KKRએ મિની-ઓક્શનમાં આકાશ દીપને ૧ કરોડમાં ખરીદ્યો હતો : આ પહેલા પણ બે ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થતાં બહાર થયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૨ માર્ચ ૨૦૨૬ — IPL 2026 શરૂ થાય તે પહેલા દ્ભદ્ભઇને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. ટુર્નામેન્ટ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો ફાસ્ટ બોલર આકાશ દીપ આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. દ્ભદ્ભઇએ મિની-ઓક્શન દરમિયાન આકાશ દીપને ૧ કરોડમાં ખરીદ્યો હતો. જો કે, ટીમની ફાસ્ટ-બોલિંગ યુનિટ પહેલેથી જ ઇજાઓથી ઝઝૂમી રહી છે ત્યારે હવે આકાશ દીપ બહાર થતાં ટીમની મુશ્કેલી વધી ગઈ છે.

શનિવારે આકાશ દીપની ગેરહાજરીની પુષ્ટિ કરતા KKR ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આકાશ દીપ આગામી IPL સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તે હજુ સુધી બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે રિહેબ માટે ગયો નથી, પરંતુ તે ચોક્કસ છે કે તે આ સીઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં. કોલકાતા નાઈટ રાઇડર્સ ૨૯ માર્ચે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે તેની નવી સીઝન શરૂ કરશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે.

KKRનો પ્રી-સીઝન કેમ્પ ૧૮ માર્ચે શરૂ થયો હતો. જો કે, આકાશ દીપ ટીમમાં જોડાયો નહોતો અને શુક્રવારે સાંજે ઇડન ગાર્ડન્સ ખાતે યોજાયેલી ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ દરમિયાન પણ તે જોવા મળ્યો નહોતો. અહેવાલો અનુસાર એવું માનવામાં આવે છે કે આકાશ દીપને ૧૫થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન કલ્યાણીના બંગાળ ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ પર જમ્મુ-કાશ્મીર સામેની રણજી ટ્રોફી સેમિફાઇનલ મેચમાં બંગાળ વતી રમતી વખતે તેની ડાબી એડી પર ઈજા થઈ હતી. આકાશ દીપ હવે બહાર થઈ ગયા પછી દ્ભદ્ભઇની તેના ફાસ્ટ-બોલિંગ વિભાગ અંગેની ચિંતાઓ વધુ તીવ્ર બની છે.

ભારતીય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હર્ષિત રાણા પહેલાથી જ બહાર છે, જ્યારે શ્રીલંકાના ફાસ્ટ બોલર મથેશા પથિરાણા તેની ઈજાને કારણે તેના ક્રિકેટ બોર્ડ તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. ખભાની ઈજાને કારણે પથિરાણા ૨૦૨૬ના મેન્સ T20 વર્લ્ડ કપમાં પણ બધી મેચોમાં રમી શક્યો નહોતો.

KKRની ફાસ્ટ બોલિંગ યુનિટમાં હાલમાં વૈભવ અરોરા, ઉમરાન મલિક, મુઝારાબાની અને કાર્તિક ત્યાગીનો સમાવેશ થાય છે, જ્યારે કેમેરોન ગ્રીન અને રમનદીપ સિંહ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડ વિકલ્પો તરીકે છે. પરિણામે KKR ઇડન ગાર્ડન્સ ખાતે ટ્રાયલ યોજીને તેના ફાસ્ટ બોલિંગ વિભાગને મજબૂત બનાવવા માટે નવી પ્રતિભાને સક્રિય રીતે શોધી રહ્યું છે. નવદીપ સૈની, આકાશ માધવાલ, સિમરજીત સિંહ, સંદીપ વોરિયર, કેએમ આસિફ અને સુનીલ કુમાર જેવા ખેલાડીઓ હવે આકાશ દીપને થયેલી ઇજાઓથી સર્જાયેલી ખાલી જગ્યાઓ ભરવા માટે આ ટ્રાયલ્સમાં ભાગ લઈ રહ્યા છે.

Related posts

નિર્માણ હાઇસ્કૂલ વસ્ત્રાપુર ખાતે ટી૨૦ વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનું ભવ્ય આગમન

Master Admin

IndianOil UTT Season 6: Snehit’s Statement Win Over Quadri Aruna Powers Ahmedabad SG Pipers Past Kolkata ThunderBlades

Reporter1

નીતિશ રાણાને ભૂલ પડી ગઈ ભારે ! BCCIએ ફટકારી કડક સજા

Master Admin

Leave a Comment

Translate »