ફાસ્ટેગ-યુપીઆઈ જ ચાલશે
નેશનલ હાઇવેના વપરાશકર્તા માટે અવજવરને સરળ બનાવવા હાઇવે ઓથોરિટીની વિચારણા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬: હાઇવે ઓથોરિટી NHAI પહેલી એપ્રિલથી હાઇવે ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીની પ્રથા સંપૂર્ણ બંધ કરવાની વિચારણા કરી કરી રહી છે. તેનાથી વાહન ચાલકોએ ટોલ ચુકવણી માટે ફક્ત FASTag અથવા UPI જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવો પડશે અને ટોલ પ્લાઝા સંપૂર્ણપણે કેશલેસ બને તેવી શક્યતા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ જણાવ્યું હતું કે આના અમલ પછી નેશનલ હાઇવે ફી પ્લાઝા પરની તમામ ટોલ ચૂકવણી ફક્ત ડિજિટલ માધ્યમથી થશે. ટોલની ચુકવણી માટે FASTag અથવા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરવો પડશે. આ સૂચિત પગલાનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમથી થયેલા લાભને વધુ મજબૂત કરવાનો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી પ્લાઝાની કામગીરીને કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવવાનો છે. આ પગલાંથી નેશનલ હાઇવેના વપરાશકર્તા માટે અવજવરની સરળતા વધારવામાં મદદ મળશે. ફી પ્લાઝા પર ભીડ ઓછી થશે અને ટોલ ટ્રાનઝેક્શનમાં વધુ સુસંગતતા અને પારદર્શકતા આવશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં FASTagના ૯૮ ટકાથી વધુ ઉપયોગથી દેશની ટોલ કલેક્શન સિસ્ટમમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. હાલમાં મોટાભાગના ટોલ ટ્રાન્ઝેક્શન વાહનો પર લગાવવામાં આવેલા RFID આધારિતFASTag દ્વારા થાય છે. તેનાથી તમામ ટોલ પ્લાઝામાં સીમલેસ અને ટોલ પ્લાઝા પર સીમલેસ અને કોન્ટેક્ટલેસ અવરજવર સરળ બની છે. આ ઉપરાંત નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર યુપીઆઇ પેમેન્ટ સુવિધાનો અમલ કરાયો છે. તેનાથી દેશભરમાં નેશનલ હાઇવેના મુસાફરો માટે ઇન્સ્ટન્ટ અને સરળ ડિજિટલ પેમેન્ટ વિકલ્પ મળ્યો છે. હાલના નેશનલ હાઇવે ફી નિયમો અનુસાર માન્ય અને કાર્યરત FASTag વગર ટોલ પ્લાઝામાં પ્રવેશતા વાહનો પાસેથી જો રોકડમમાં ચુકવામાં કરવામાં આવે તો બમણો ચાર્જ લેવામાં આવે છે. આ ઉપરાંત નેશનલ હાઇવે યુઝર્સ જો UPI દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરે છે તેમની પાસેથી ૧.૨૫ ગણા ચાર્જ વસૂલવામાં આવે છે. આ પગલાઓથી રોકડ વ્યવહારો પર નિર્ભરતા ઘટાડવા અને ટોલિંગ માળખાને ડિજિટાઇઝ કરવાના ઉદ્દેશ્યને આગળ ધપાવવામાં મદદ મળી છે. સામાન્ય રીતે રોકડ-આધારિત ચુકવણીઓ કરવામાં આવે તો ભીડમાં વધારો થતો હોય છે. તેનાથી પીક અવર્સના ટ્રાફિક સમયગાળા દરમિયાન રાહ જોવાનો સમય વધે છે અને ટ્રાન્ઝેક્શન સંબંધિત વિવાદો થાય છે.

