Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

૧૨ ફેબ્રુઆરીએ ફરીથી બેંકોની હડતાળ: ગુજરાતમાં ૧૫ હજાર કરોડના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા

હાલના ૨૯ શ્રમ કાયદાઓને બદલે ૪ નવા લેબર કોડ અંગેની તાજેતરની સૂચના અને શ્રમજીવી વર્ગ પર વધતા હુમલાઓના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાત સહિત દેશભરમાં ફરી બેન્ક કર્મચારીઓ સહિત ટ્રેડ યુનિયનો આગામી ૧૨ ફેબ્રુઆરીએ હડતાળ પર જઈ રહ્યા છે. અલગ અલગ ટ્રેડ યુનિયનની હડતાળમાં ગુજરાતના ૨૫ હજાર બેન્ક કર્મચારીઓ જોડાશે. બેન્કોની હડતાળના પગલે ગુજરાતમાં ૧૫ હજાર કરોડના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા છે. ૧૨મીએ હડતાળ પહેલા ૧૧ ફેબ્રુઆરીએ આશ્રમ રોડ પર બેન્ક એમ્પ્લોયી અને ટ્રેડ યુનિયનનો રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે. ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો -INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC એ ૧૨ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા હાલના ૨૯ શ્રમ કાયદાઓને બદલે ૪ નવા લેબર કોડ અંગેની તાજેતરની સૂચના અને શ્રમજીવી વર્ગ પર વધતા હુમલાઓના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે.

યુનિયનોનું માનવું છે કે નવા લેબર કોડ હેઠળ, મહેનતથી મેળવેલા અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુનિયન શરૂ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતૃત્વ પૂરું પાડવું, હડતાળનું આયોજન કરવું વગેરે મુશ્કેલ બનશે. તેવી જ રીતે યુવાનો માટે વધુ રોજગારી ઊભી કરવાને બદલે, ફિસ્ક્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટ સ્કીમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકે છે. અત્યારે બેંક કર્મચારીઓ ૫ દિવસની બેન્કિંગ માંગ કરી રહ્યા છે જ્યારે બેન્ક સંચાલકો કામના કલાકો વધારવા માટે પ્રસ્તાવ મૂકી રહ્યા છે.નવા લેબર કોડ આવવાથી યુનિયનો દ્વારા હડતાળ મુશ્કેલ બનશે, માલિકો નવા શ્રમ કાયદા મુજબ કર્મચારીઓને મન ફાવે તેમ છૂટા કરી શકશે. માલિકોને તાળાબંધી અને છટણી કરવાની સત્તા મળશે જેનાથી કામદારોનું વધુ શોષણ થશે. બેન્કિંગ ઉદ્યોગમાં ૈંડ્ઢમ્ૈં બેંક વેચવાના પ્રયાસો, આપણી ખાનગી બેંકોને રોકાણકારોને વેચવાના પ્રયાસો, રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ તમામ કારણોને લઈને ૧૦ ટ્રેડ યુનિયન ૧૨મીએ હડતાળ પર જઈ રહ્યું છે અને નવા લેબર કોડનો વિરોધ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ૧૨મીની આ હડતાળમાં સ્ટેટ બેન્ક સિવાયની તમામ સરકારી બેન્કો, ફેડરલ બેન્ક અને કર્ણાટકા બેન્ક હડતાળમાં જોડાશે. ગુજરાતના ૨૫ હજાર બેન્ક કર્મચારીઓ જોડાશે. બેન્કોની હડતાળના પગલે ગુજરાતમાં ૧૫ હજાર કરોડના વ્યવહારો ખોરવાશે.

Related posts

ગુજરાતમાં એસટી કર્મચારીઓ હવે તંત્ર સામે આંદોલન કરશે

Master Admin

ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી

Master Admin

HCG Aastha Cancer Centre દ્વારા નરોડામાં HCG Aastha Day Care Centreનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Reporter1

Leave a Comment

Translate »