Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

૨૯ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થશે, IMD નું એલર્ટ

70 KM ની ઝડપે પવનો ફૂંકાશે

પશ્ચિમી વિક્ષોભને કારણે હવામાનમાં આવશે પલટો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૦ એપ્રિલ ૨૦૨૬ — પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં લૂ-ગરમીને કારણે તાપમાન ૪૦થી 46°C વચ્ચે રહ્યું. તો કોઈ જગ્યાએ આંધી અને તોફાનની સાથે હળવા વરસાદથી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશના બાંદામાં સતત ત્રીજા દિવસે પારો ૪૫ ડિગ્રીથી ઉપર રહ્યો. તો ઉત્તર પ્રદેશના ૧૦ શહેરોમાં વરસાદ થયો છે.

IMD અનુસાર દેશમાં સાઇક્લોનિક સર્કુલેશનના રૂપમાં પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ છે. પંજાબ, ઉત્તર-પૂર્વી રાજસ્થાન અને દક્ષિણ-પૂર્વી ઉત્તર પ્રદેશની આસ-પાસના ક્ષેત્રોમાં સાઇક્લોનિક સર્કુલેશન બનેલું છે. ૨ મેથી પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં એક નવું પશ્ચિમી વિક્ષોભ આવવાની સંભાવના પણ બનેલી છે. તેની અસરથી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ થશે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે ૩૦ એપ્રિલે વાદળો છવાયેલા રહેશે. સાંજે કે રાત્રે હળવા વરસાદની સંભાવના છે.

ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. એક અને બે મેએ વાદળો છવાયેલા રહેશે. ત્રણથી પાંચ મેથી હવાની ગતિ ૩૦થી ૪૦ કિમી સુધી પહોંચી શકે છે. IMD અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતમાં અને જમ્મુ-કાશ્મીરમાં ૩થી ૫ મે વચ્ચે હળવો વરસાદ અને બર્ફવર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં ૩થી ૪ મે, ઉત્તરાખંડમાં ૫ મે સુધી વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં ૨થી ૫ મે વચ્ચે હળવો વરસાદ થવાથી ગરમીમાં રાહત મળી શકે છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, પૂર્વી રાજસ્થાનમાં ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપી આંધી જોવા મળી શકે છે. તો કેટલીક જગ્યાએ વરસાદની સાથે કરાં પડી શકે છે.

IMDઅનુસાર પૂર્વોત્તરમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ ૫૦-૭૦ કિમી રહી શકે છે. અરૂણાચલ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

IMD અનુસાર પૂર્વી ભારતમાં ૧ મેથી ૫ મે વચ્ચે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગંગાના મેદાની વિસ્તાર, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં હળવો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. આઈએમડી અનુસાર દક્ષિણ ભારતમાં તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્ર પ્રદેશ, યમન, તેલંગણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, ઉત્તર આંતરિક કર્ણાટક, રાયલસીમા, કર્ણાટકમાં ૩૦ એપ્રિલથી બે મે સુધી વરસાદ થવાની સંભાવના છે.

Related posts

અમેરિકાએ અદાણી સામેના આરોપ પડતા મુક્યા, તમામ કેસ બંધ કરાયા

Master Admin

‘પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો’

Master Admin

દેશના હિત અને વ્યાપારી ધોરણોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ જ રહેશે

Master Admin

Leave a Comment

Translate »