Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

૫ૅટ ડોગ દિકરો,પૂજ્ય બાપ ડોહોઃ સંસ્કારનું સંકટ!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

સોફા પર કુશન, છઝ્ર, ૫૦૦૦ નો ડોગ ફૂડ! “આ મારો બેટો છે” કહીને વહાલ કરે. બાજુના રૂમમાં ૭૫ વર્ષના બાપ. ખાટલો, પંખો, દવા ટાઈમે નહીં.

બોલાવે તો “અલ્યા ડોહા, ઉભા રહે”.

આ છે આજના ઘરની તસવીર. પ્રેમનું સરનામું બદલાઈ ગયું.

ભાગ ૧ઃ સંસ્કારના પતનના ૯ રસ્તા
૧. ભાવનાત્મક શિફ્ટઃ જાનવર ચૂપ રહે, માંગ ન કરે. એટલે “સરળ” લાગે. બાપ સવાલ પૂછે તો “ભાર” લાગે.
૨. સોશિયલ મીડિયાનો શોઃ ડોગ સાથે રીલ, બર્થ-ડે સેલિબ્રેશન. ૧૦૦૦ લાઈક. બાપની તબિયત પૂછે તો કોઈ જોતું નથી.
૩. પૈસાનો ખર્ચઃ કૂતરાના ગ્રુમિંગ, વેક્સિન, કપડા પર મહિને ૮૦૦૦. બાપની દવા માટે “પછી આપું”.
૪. સમયની ફાળવણીઃ કૂતરાને વોક ૨ વાર. બાપ સાથે ચા પીવાનો સમય નહીં.
૫. ભાષાનો બદલાવઃ “બેટા, શુન” “ગુડ બોય”. બાપ માટે “બૂઢા, હટ”. શબ્દોમાં જ અપમાન.
૬. જવાબદારીથી ભાગવુંઃ પાલન-પોષણ કાયદેસર ફરજ નથી. એટલે “મારી મરજી”. બાપની સેવા ફરજ છે, એટલે ટાળે.
૭. જૂની પેઢીનો તિરસ્કારઃ “તમને કંઈ ન સમજાય”. અનુભવને બદલે “જૂના વિચાર” નું લેબલ.
૮. સંયુક્ત પરિવારનો અંતઃ અલગ રહેવું = અલગ થવું. માતા-પિતા “જવાબદારી” બની ગયા.
૯. ગુરુ-શિષ્ય પરંપરાનો અભાવઃ બાપ દાદાનો આદર શીખવાયો જ નહીં. માત્ર “એન્જોય” શીખવાયું.
ભાગ ૨ઃ ઘરનાં ૪ મોટાં નુકસાન
૧. માનસિક ઘાઃ બાપ-મા એકલતા, ડિપ્રેશનમાં જાય. “અમે કોઈના નથી” એવી લાગણી.
૨. પેઢીનો તૂટઃ બાળકો શું શીખશે? કાલે એ પણ માતા-પિતાને “ડોહા” કહેશે.
૩. ઘરનું વાતાવરણઃ પ્રેમ નહીં, વેપાર. “તું મને શું આપે છે”.
૪. સમાજનું નુકસાનઃ વડીલોની અવગણના = અનુભવનું અપમાન. દેશની જડ જ નબળી પડે.
ભાગ ૩ઃ કાયદો અને આપણી ફરજ
સ્ટ્ઠૈહીંહટ્ઠહષ્ઠી ટ્ઠહઙ્ઘ ઉીઙ્મકટ્ઠિીર્ ક ઁટ્ઠિીહંજ ટ્ઠહઙ્ઘ જીીર્હૈિ ઝ્રૈૈંડીહજ છષ્ઠં ૨૦૦૭ મુજબઃ
૧. ભરણપોષણ ફરજિયાતઃ દિકરા-દિકરીએ માતા-પિતાને ભરણપોષણ આપવું જ પડે. ૧૦ હજાર સુધી દંડ.
૨. અપમાન ગુનોઃ માતા-પિતાનું અપમાન, ત્રાસ આપવો = ૩ મહિના જેલ.
૩. સંપત્તિ પરતઃ જો સેવા ન કરે તો આપેલી પ્રોપર્ટી પરત માંગી શકાય.
૪. ફરિયાદઃ ૧૪૫૬૭ હેલ્પલાઈન, જીડ્ઢસ્ કોર્ટ, પોલીસ.
પણ કાયદાથી પહેલા “કુળ” અને “કરજ” છે. ૯ મહિને કૂખમાં રાખ્યા, ૨૦ વર્ષ ભણાવ્યા. એ કરજ ડોગ ફૂડથી ન ચુકાય.
ભાગ ૪ઃ સુધરવાના ૫ રસ્તા
૧. ભાષા બદલોઃ “ડોહા” નહીં, “બાપુજી” કહો. શબ્દમાં જ સંસ્કાર છે.
૨. સમય નક્કી કરોઃ રોજ ૧૫ મિનિટ ફક્ત બાપ સાથે. મોબાઈલ બંધ.
૩. પ્રાથમિકતા નક્કી કરોઃ પહેલા માણસ, પછી જાનવર. બંનેને પ્રેમ કરી શકો, પણ તુલના નહીં.
૪. બાળકોને શીખવોઃ દાદા-દાદીના પગે લાગવાની, આશીર્વાદ લેવાની આદત પાડો.
૫. આભાર વ્યક્ત કરોઃ મહિનામાં ૧ વાર બાપ માટે કંઈક કરો. ચા, દવા, ડોક્ટર.
એ વાસ્તે પરામર્ષ પછી નિષ્કર્ષઃ
પેટ / ડોગ પાળવું પાપ નથી. પણ પિતાને તરછોડવો એ પાપ છે.
જે ઘરમાં બાપનું અપમાન, ત્યાં ભગવાન પણ નથી રહેતા.
દિકરો દિકરો જ રહે. ડોગ ડોગ જ રહે. સ્થાન ન બદલો!

Related posts

અયોધ્યા શ્રી રામ મંદિર ભેટ અને દાન મામલોઃ વિશ્વાસ, જવાબદારી અને પારદર્શિતાની એક કસોટી

Master Admin

Sandeep Choudhary Appointed as National President & Trustee of Viksit Bharat Sankalp Sansthan, Pledges to Build the World’s Largest Residential University Jaipur | 13 July 2025

Reporter1

શ્રદ્ધા સભર શ્રાદ્ધ પક્ષ! પિતૃ તર્પણ!

Master Admin

Leave a Comment

Translate »