Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of IndianationalPolitics

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ

પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત

ગિરીશ પાર્ક વિસ્તારમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી : અનેક કાર્યકર્તા ઘાયલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૧૪ માર્ચ ૨૦૨૬ — પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પૂર્વે સ્થિતિ તંગ બની ગઈ છે. ગિરીશ પાર્ક વિસ્તારમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં પથ્થરબાજીને કારણે અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે અને અદૃશ્ય તણાવને જોતાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
બંગાળના મંત્રી ડૉ. શશી પાંજાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, ભાજપના કાર્યકર્તાઓએ તેમના ગિરીશ પાર્ક સ્થિત કાર્યાલય અને નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો હતો.

ડૉ. પાંજાના જણાવ્યા અનુસાર બહારના લોકોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. ભાજપના સમર્થકોને લઈ જતી બસોમાં અગાઉથી જ પથ્થરો ભરેલા હતા. આ હુમલામાં અનેક TMC કાર્યકર્તાઓ ઘાયલ થયા છે.

બીજી તરફ, ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢતા વળતો પ્રહાર કર્યો છે. ભાજપનો દાવો છે કે, વડાપ્રધાનની રેલીમાં જઈ રહેલા ભાજપના વાહનો પર TMC કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં ઉત્તર કોલકાતા જિલ્લા ભાજપ પ્રમુખ તમોઘ્ન ઘોષ સહિત અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે.

ઘટનાની ગંભીરતાને જોતાં ગિરીશ પાર્ક અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોને ઉતારી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ રેલી પહેલા થયેલી આ અથડામણે રાજકીય વાતાવરણને વધુ ગરમાવી દીધું છે.

BJPએ આરોપ મૂક્યો છે કે TMC કાર્યકરોએ તેમના સમર્થકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટી નેતાઓના જણાવ્યા અનુસાર, જ્યારે મ્ત્નઁ કાર્યકરો બ્રિગેડ મેદાન તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને અટકાવ્યા અને બંને પક્ષો વચ્ચે વિવાદ વધ્યો હતો. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને નકારીને જવાબ આપ્યો છે. TMC નેતા શશી પાંજાએ આરોપ મૂક્યો કે BJP કાર્યકરોએ જ તેમના ઘરના નજીક પથ્થરમારો કર્યો અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનામાં ઘણા કાર્યકરોને ઈજા થઈ હોવાની માહિતી પણ મળી રહી છે. BJP નેતા તમોઘ્ના ઘોષ પર પણ હુમલો થયો હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, ગિરિશ પાર્ક વિસ્તારમાં તેમના પર હુમલો થયો હતો અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. BJPએ આરોપ મૂક્યો છે કે આ હુમલો TMC સાથે જોડાયેલા લોકોએ કર્યો છે.

બીજી તરફ, TMCએ આ આરોપોને સંપૂર્ણ પણે નકારી કાઢ્યા છે.TMC નેતા શશી પાંજાએ કહ્યું કે, BJPના કાર્યકરોએ જ તેમના ઘરના નજીક પથ્થરમારો કર્યો અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે તેમના પર ઈંટ અને પથ્થરથી હુમલો થયો હતો, જેમાં તેમને પણ ઈજા પહોંચી છે. TMCએ કહ્યું કે BJP કાર્યકરોએ બસો પર પણ હુમલો કર્યો છે, જેથી તેમના લોકો બ્રિગેડ મેદાન સુધી પહોંચી ન શકે.

Related posts

ઘરેલુ બજારમાં ચાંદીની કિંમતમાં રૂપિયા ૧૦ હજારનો ઉછાળો

Master Admin

ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો જય શ્રી રામ બોલી ચાલતી પકડી

Master Admin

આરબીઆઈના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં ૨.૧૯ અબજ ડૉલર ઘટી

Master Admin

Leave a Comment

Translate »