Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ડીસા તાલુકાના છત્રાલા ગામે બે ખેતરોમાંથી ગાંજાનું વાવેતર પકડાયું

એસઓજીએ ૨૩૬ છોડ સાથે ૨ ખેડૂતની અટકાયત કરી

એસઓજીની ટીમે ૩૮.૫૮૪ કિલોગ્રામ ગાંજાના છોડ જેની કિંમત ૧૯,૨૯,૨૦૦ના મુદ્દામાલને જપ્ત કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભીલડી, તા.૧૬ માર્ચ ૨૦૨૬ — બનાસકાંઠા એસઓજીની ટીમે બાતમી આધારે ડીસા તાલુકાના છત્રાલા ગામે બે ખેતરમાં રેડ કરી પશુઓના ઘાસચારાના વાવેતરની આડમાં પ્રતિબંધિત ગાંજાના છોડના કરેલા વાવેતરને ઝડપી પાડ્યું હતું. એસઓજીએ ૨૩૬ છોડ સાથે ૨ ખેડૂતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ડીસા તાલુકાના છત્રાલા ગામે ગાંજાની ખેતી થતી હોવાની એસ.ઓ.જી.ને બાતમી મળી હતી. આથી ટીમે છત્રાલા ગામની સીમમાં રહેતા સોલંકી ઇશ્વરજી મોબતાજીના ખેતરમાં રેડ કરતાં પશુઓના ઘાસચારાના આડમાં ખેતરમાં છુટાછવાયા ગાંજાના છોડનું વાવેતર કરાયેલું હતું. પોલીસે આ છોડની ગણતરી કરતાં ૧૦૯ છોડ જણાયા હતા. જેનું વજન કરાવતાં ૧૬.૧૪૮ કિલોગ્રામ જેની કિં.રૂ. ૮,૦૭,૪૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે સોલંકી રેવાજી ગોકાજીના ખેતરમાં રેડ કરતાં પશુઓના ઘાસચારાની આડમાં ખેતરમાં છુટાછવાયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યુ હતું. પોલીસે આ છોડની ગણતરી કરતાં ૧૨૭ છોડ જણાયા હતા. જેનું વજન કરાવતાં ૨૨.૪૩૬ કિલોગ્રામ જેની કિંમત ૧૧,૨૧,૮૦૦નો જથ્થો જણાયો હતો. એસઓજીએ બંને મળીને કુલ ૩૮.૫૮૪ કિલોગ્રામ ગાંજાના છોડ જેની કિં.૧૯,૨૯૨૦૦ના મુદ્દામાલને જપ્ત કર્યો હતો. પોલીસેબંને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શિહોરી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા.

Related posts

અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા ૩ આરોપી ઝડપાયા

Master Admin

શાળા સમયમાં ફેરફાર કરવાની શૈક્ષણિક મહાસંઘે કરી રજૂઆત

Master Admin

મ્યુનિ. કોર્પો.ની આવાસ યોજનાના ૨૦૦ લાભાર્થીને મકાન પરત લેવાની નોટિસ

Master Admin

Leave a Comment

Translate »