Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ગુજરાત વિધાનસભા ગૃહમાં UCC બિલ બહુમતીથી પસાર

ઉત્તરાખંડ બાદ ગુજરાત બન્યું બીજું રાજ્ય

લાંબી અને ગહન ચર્ચા ચાલી હતી, અંતે રાત્રે ૧૦.૩૭ કલાકે બિલને સત્તાવાર રીતે પસાર જાહેર કરવામાં આવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૫ માર્ચ ૨૦૨૬ — ગુજરાત વિધાનસભામાં મંગળવારે એક ઐતિહાસિક નિર્ણય લેતા સમાન નાગરિક સંહિતા (UCC) બિલ બહુમતીના આધારે પસાર કરવામાં આવ્યું છે. બપોરે ૩ વાગ્યે રજૂ થયેલા આ બિલ પર ગૃહમાં આશરે ૭.૩૦ કલાક સુધી લાંબી અને ગહન ચર્ચા ચાલી હતી. અંતે રાત્રે ૧૦.૩૭ કલાકે આ બિલને સત્તાવાર રીતે પસાર જાહેર કરવામાં આવ્યું હતું. UCC બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ બિલને ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે પ્રવર્ત સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી. જો કે, સરકારે આ પ્રસ્તાવ નકારતા અંતિમ મતદાન સમયે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. આ બિલ પસાર થતા હવે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વિષયો પર તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ કરવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત બીજું રાજ્ય બની ગયું છે. અગાઉ ઉત્તરાખંડમાં UCC બિલ પસાર કરનાર પ્રથમ રાજ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત બિલ નંબર ૧૭ ઓફ ૨૦૨૬ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાયું હતું, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં પ્રવચનમાં કહ્યું કે, સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.

Related posts

હાયર દ્વારા ઇન-વિસ્ટાની રજૂઆત સાથે પ્રીમિયમ રેફ્રિજરેશનને નવો આયામ, ભારતનું એકમાત્ર 5-ડોર બિલ્ટ-ઇન રેફ્રિજરેટર રજૂ કર્યું

Master Admin

ભારતમાં C-સૂટના 55 ટકા હોદ્દાઓ પર હવે મિલેનિયલ્સનું પ્રભુત્વ, નેતૃત્વ સુધી પહોંચવાનો માર્ગ બન્યો વધુ વૈવિધ્યસભર: લિંક્ડઇન

Reporter1

લદ્દાખમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું

Master Admin

1 comment

Alaina572 March 26, 2026 at 7:13 am Reply

Leave a Comment

Translate »