Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Automobilebusiness

ટાટા મોટર્સ તેના લખનૌ પ્લાન્ટ ખાતે 10 લાખ કમર્શિયલ વેહિકલ્સના ઉત્પાદનનું માઈલસ્ટોન હાંસલ કર્યું

ઉત્તર પ્રદેશમાં 35 વર્ષની ઔદ્યોગિક ઉત્કૃષ્ટતા અને કૌશલ્ય નિર્માણની ઉજવણી કરે છે

લખનૌ | ૧૫મી એપ્રિલ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ્સની ઉત્પાદક ટાટા મોટર્સ લિ. દ્વારા જે ઉત્તર પ્રદેશમાં તેની હાજરીના સાડાત્રણ દાયકાથી વધુ સમય અને ઔદ્યોગિક ઉત્કૃષ્ટતા, આર્થિક વૃદ્ધિ, કૌશલ્ય વિકાસ અને સક્ષમ આજીવિકા નિર્મિતીમાં તેના યોગદાનની યાદગીરીમાં તેના લખનૌ એકમમાંથી 10 લાખનું કમર્શિયલ વેહિકલ બહાર પાડવા સાથે વ્યાખ્યાત્મક માઈલસ્ટોન પાર કર્યું છે. ભારતનો કમર્શિયલ વેહિકલ ઉદ્યોગ હરિત, વધુ સ્માર્ટ અને વધુ કાર્યક્ષમ મોબિલિટી સમાધાન તરફ ઝડપથી પરિવર્તન થઈ રહ્યો છે ત્યારે આ માઈલસ્ટોન મોબિલિટીના ભવિષ્યને આકાર આપવામાં ટાટા મોટર્સની લીડરશિપ અધોરેખિત કરે છે. આ માઈલસ્ટોન વાહન શૂન્ય ઉત્સર્જન ઈલેક્ટ્રિક બસ છે, જે ઉત્તર પ્રદેશના નેટ ઝીરો 2070 વિઝન અને કંપનીના 2045ના નેટ- ઝીરો લક્ષ્ય સાથે સુમેળ સાધતી ગ્રીન મોબિલિટી પ્રત્યે ઉત્તર પ્રદેશ અને ટાટા મોટર્સની સમાન કટિબદ્ધતા આલેખિત કરે છે.

આ વાહનને ઉત્તર પ્રદેશના સન્માનનીય મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને ટાટા સન્સ લિ.ના ચેરમેન એન. ચંદ્રશેખરન દ્વારા સન્માનનીય ઉપ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠક અને ટાટા મોટર્સ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ગિરીશ વાઘ અને સન્માનનીય મંત્રીઓ, લોકપ્રતિનિધિઓ, વરિષ્ઠ અમલદારો, સરકારી અધિકારીઓ અને ટાટા મોટર્સન સિનિયર લીડર્સની હાજરીમાં લીલી ઝંડી બતાવવામાં આવી હતી.

આ અવસરે બોલતાં ઉત્તર પ્રદેશના સન્માનનીય મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું, ‘‘ટાટા મોટર્સના રોલઆઉટ લખનૌ એકમમાંથી 10 લાખના ટ્રક અને બસની રજૂઆત આખા રાજ્ય માટે ગૌરવજનક વાત છે. આ રાજ્યની ક્ષમતાઓ અને ભરપૂર સંભાવનાઓ તેમ જ તેના પ્રતિભાશાળી લોકોની ઓળખ છે. અમારો ધ્યેય ઉત્તર પ્રદેશને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો છે, જેમાં ઉદ્યોગ અને ઉદ્યોજકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. રાજ્ય ઉચ્ચ સ્તરના વેપારોને વિશાળ ગ્રાહક બજાર, યુવા, કુશળ કાર્યબળ અને આસાન કનેક્ટિવિટી દ્વારા ટેકા સાથે સુચારુ ઈકોસિસ્ટમ પ્રદાન કરે છે. ટાટા મોટર્સની ઉત્તર પ્રદેશમાં સફળતા આ ઈકોસિસ્ટમની શક્તિ પ્રદર્શિત કરે છે અને જવાબદાર ઔદ્યોગિક વૃદ્ધિ, નોકરી નિર્મિતી, કૌશલ્ય નિર્માણ અને પ્રગતિશીલ સક્ષમ સામાજિક આર્થિક વિકાસની કેળવવાની અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.’’

1992માં સ્થાપિત ટાટા મોટર્સનું લખનૌ એકમ તેનાં સૌથી નોંધપાત્ર કમર્શિયલ વેહિકલ ઉત્પાદન કેન્દ્રમાંથીએકમમાં ઉત્ક્રાંતિ પામ્યું છે, જે ઝીરો- એમિશન ઈલેક્ટ્રિક અને ફ્યુઅલ- સેલ ઈલેક્ટ્રિક વેહિકલ્સ સહિત ઘણા બધા પાવરટ્રેન્સમાં વૈશ્વિક ધોરણોને પહોંચી વળતા ટ્રકો અને બસોનું ઉત્પાદન કરે છે. 600થી વધુ એકરમાં ફેલાયેલું આ એકમ લોકો અને સક્ષમતા પર મજબૂત એકાગ્રતા સાથે ઉચ્ચ સ્તરના ઉત્પાદનને જોડીને 8000 આજીવિકાને ટેકો આપે છે, ફ્લગશિપ તાલીમ કાર્યક્રમ થકી ઉદ્યોગ સુસંગત કૌશલ્ય નિર્માણ કરે છે અને 100 ટકા નવીનીકરણક્ષમ ઊર્જા દ્વારા પાવર્ડ જળ હકારાત્મક એકમ તરીકે સંચાલન કરે છે, જે સમાવેશક વૃદ્ધિ અને સક્ષમ કેળવાયેલા જવાબદાર ઔદ્યોગિકીકરણ પ્રત્યે ટાટા મોટર્સની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. એકમ મજબૂત સપ્લાયર ઈકોસિસ્ટમને પણ ટેકો આપીને ઉત્તર પ્રદેશ અને તેની પાર એમએસએમઈ અને એન્સિલરી ઉદ્યોગોને અભિમુખ બનાવે છે.

આ અવસરે બોલતાં ટાટા સન્સ લિ.ના ચેરમેન શ્રી એન. ચંદ્રસેકરને જણાવ્યું કે, “ટાટા મોટર્સ દ્વારા તેના લખનૌ એકમમાંથી 10 લાખમા કમર્શિયલ વાહનનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ સાથે અમારી દીર્ઘ સ્થાયી ભાગીદારીની શક્તિ પ્રદર્શિત કરે છે. ત્રણ દાયતાથી વધુ સમયથી આ જોડાણ ઉદ્યોગ, સરકાર અને સમુદાયો ઔદ્યોગિક ઉત્કૃષ્ટતા પ્રેરિત કરવા, આજીવિકા નિર્માણ કરવા અને ઉચ્ચ સ્તરે ક્ષમતાઓ નિર્માણ કરવા માટે એકત્રિત કઈ રીતે આવે છે તે દર્શાવે છે. અમે સન્માનનીય મુખ્ય મંત્રી અને તેમના એકદાર્યા ટેકા માટે અને પ્રગતિશીલ, વૃદ્ધિલક્ષી અભિગમ કેળવવા માટે આખા રાજ્યના મનઃપૂર્વક આભારી છીએ. ઉત્તર પ્રદેશ સક્ષમ અને સમાવેશક વૃદ્ધિ તરફ તેનો પ્રવાસ આગળ વધારી રહ્યું છે ત્યારે અમે તેની પ્રગતિમાં યોગદાન આપવા અને ભવિષ્યલક્ષી મોબિલિટી ઈકોસિસ્ટમને આકાર આપવા માટે દ્રઢતાથી કટિબદ્ધ છીએ.’’

10 લાખ વાહનોનું સીમાચિહનરૂપ ઉત્પાદન માઈલસ્ટોન ઉત્તર પ્રદેશ પ્રત્યે ટાટા મોટર્સની મજબૂત કટિબદ્ધતા અધોરેખિત કરે છે, જેનું હાર્દ ઉત્પાદન ઉત્કૃષ્ટતા, લોકાભિમુખ વૃદ્ધિ અને જવાબદાર ઔદ્યોગિકીકરણમાં રહેલું છે. કંપની તેના નેટ- ઝીરો પ્રવાસમાં પ્રગતિ કરી રહી છે ત્યારે લખનૌ પ્લાન્ટ ભારત માટે વધુ સ્વચ્છ, વધુ સ્માર્ટ અને વધુ સક્ષમ મોબિલિટી ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.’’

ટાટા મોટર્સ કોમર્શિયલ વાહનો, લખનૌ: ઉત્પાદન શ્રેષ્ઠતા લોકો, ટકાઉપણું અને સ્કેલ પર આધારિત છે

આંતરરાષ્ટ્રીય ધોરણો અને સ્કેલના ટ્રક અને બસોનું ઉત્પાદન

1992માં સ્થાપિત ટાટા મોટર્સનું લખનૌ કમર્શિયલ વાહન ઉત્પાદન એકમ તેનાં સૌથી નોંધપાત્ર અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક ઉત્પાદન કેન્દ્રમાંથી એકમાં ઉત્ત્કાંતિ પામ્યું છે. 600થી વધુ એકરમાં ફેલાયેલું આ એકમ નેકસ્ટ જનરેશન ઝીરો- એમિશન ઈલેક્ટ્રિક બસો અને ટ્રકો તેમ જ ફ્યુઅલ સેલ ઈલેક્ટ્રિક વેહિકલ્સ (એફસીઈવી) સહિત ઘણા બધા પાવરટ્રેન્સમાં કાર્ગો અને પેસેન્જર કમર્શિયલ વાહનની વ્યાપક શ્રેણીનું ઉત્પાદન કરે છે.

સાનુકૂળતા અને ઉચ્ચ સ્તર માટે તૈયાર કરાયેલું આ એકમ એક લાખથી વધુ વાહનોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને ગુણવત્તા, સુરક્ષા અને સંચાલન કાર્યક્ષમતાનાં સઘન ધોરણો દ્વારા અધોરેખિત ઉત્પાદન ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે ઊભું છે. લખનૌમાં ઉત્પાદન કરાતાં વાહનો ભારતભરમાં કમર્શિયલ મોબિલિટી જરૂરતોને ટેકો આપે છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ પણ કરાય છે, જે વૈશ્વિક સ્તરે ગ્રાહકોને વિશ્વ કક્ષાની પ્રોડક્ટો પ્રદાન કરવામાં એકમની ભૂમિકા પર ભાર આપે છે.

લોકો, કુશળતા અને સમાવેશ દ્વારા સહિયારી સમૃદ્ધિનું નિર્માણ

ટાટા મોટર્સના લખનૌ એકમના હાર્દમાં લોકો, તકો અને સમાવેશક વૃદ્ધિ પ્રત્યે ઘેરી કટિબદ્ધતા રહેલી છે. પ્લાન્ટ કંપનીની એ માન્યતા પ્રદર્શિત કરે છે કે કૌશલ્ય, સમાન કાર્યસ્થળો અને લાંબા ગાળાના સમુદાય વિકાસમાં પ્રગતિ આદાનપ્રદાન કરાય ત્યારે વધુ અર્થપૂર્ણ બને છે.

એકમ 8000 લોકોને રોજગારીની તક આપે છે, જે પ્રાદેશિક અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા સાથે ઉત્તર પ્રદેશના પરિવારો અને સમુદાયોને ટેકો આપે છે. ટાટા મોટર્સની રાજ્યમાં એકધારી હાજરી આજીવિકાને પોષવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઉચ્ચ સ્તરના ઉત્પાદન માટે વિશ્વસનીય, ભવિષ્યલક્ષી સ્થળ તરીકે ઉત્તર પ્રદેશ ઊભરી રહ્યું છે એ વાત પર ભાર આપે છે.

સમાનતા, સન્માન અને સમાન તકની કદર કરતું વાતાવરણ નિર્માણ કરવાના સક્ષમ પ્રયાસ પ્રદર્શિત કરતાં મહિલાઓ આજે આખા કાર્યબળમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. સમાવેશકતા તરફ આગામી પગલું તરીકે પ્લાન્ટે રાજ્યમાં વિકલાંહ લોકો માટે પણ રોજગારની તકો નિર્માણ કરી છે.

એકમ તેના ફ્લેગશિપ અર્ન એન્ડ લર્ન પ્રોગ્રામ, જેમ કે, Kaushalya, Lakshya and Saksham સાથે પ્રદેશમાં મજબૂત સ્કિલિંગ અને ટ્રેનિંગ ઈકોસિસ્ટમ માટે પાયો તરીકે પણ કામકરે છે. આ તેની નવીન ડ્યુઅલ સિસ્ટમ ઓફ ટ્રેનિંગ (ડીએસટી) અને મોટા પાયા પર એપ્રેન્ટિસશિપ પહેલો થકી ટાટા મોટર્સ અર્થપૂર્ણ રોજગાર માટે માર્ગ નિર્માણ કરવા સ્થાનિક સમુદાયો સાથે નજીકથી કામ કરે છે. આ કાર્યક્રમોએ ઉદ્યોગ સુસંગત કુશળતા સાથે રાજ્યના હજારો યુવાનોને સુસજ્જ કર્યા હોઈ તેમને સ્થિરતા, કામનું ગૌરવ અને લાંબા ગાળાની તક પૂરી પાડતી સન્માનનીય અને આદરપાત્ર આજીવિકા તરફ આત્મવિશ્વાસથી પ્રગતિ કરવા અભિમુખ પણ બનાવે છે.

મોટા પાયે ઉત્પાદન સાથે પર્યાવરણીય સંચાલન ચલાવવું

ટાટા મોટર્સનું લખનૌ એકમ આધુનિક, જવાબદાર ઉત્પાદનનો દાખલો છે, જે ઉચ્ચ સ્તર, સક્ષમતા અને આધુનિક ટેકનોલોજીને એકત્ર લાવે છે. તેના હાર્દમાં પર્યાવરણીય સ્ટુઅર્ડશિપ સાથે તૈયાર કરાયેલું પ્લાન્ટ સીઆઈઆઈ- સર્ટિફાઈડ વોટર પોઝિટિવ છે અને 100 ટકા નવીનીકરણક્ષમ વીજળી સાથે સંચાલન કરે છે, જે એકમનું કાર્બન ઉત્સર્જન ઓછું કરે છે. આધુનિક ડિજિટલ એન્ડ ઈન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજીઓમાં મહત્ત્વપૂર્ણ ઉત્પાદન કામગીરીઓ અને એઆઈ- અભિમુખ મંચોમાં ઓટોમેશન અને રોબોટિક્સનો સમાવેશ થાય છે, જે સુરક્ષા, કાર્યક્ષમતા, ગુણવત્તા અને સંસાધન મહત્તમીકરણનાં ઉચ્ચ ધોરણોને ખાતરી રાખે છે.

એકંદરે આ ક્ષમતાઓએ લખનૌ પ્લાન્ટને ભવિષ્યલક્ષી ઉત્પાદન માટે મોડેલ બનાવ્યું છે, જે તેની પર્યાવરણીય અને સામાજિક જવાબદારીઓ પ્રત્યે ઊંડાણથી સતર્ક રહીને ઉત્કૃષ્ટતા પ્રદાન કરે છે.

Related posts

Toyota Kirloskar Motor Flags Off Environment Month 2025 – Themed “Sustainable Resource Management Drive”

Reporter1

Ujjivan Small Finance Bank receives RBI approval for foreign exchange services

Reporter1

Toyota Kirloskar Motor Partners with Union Bank of India to Offer Comprehensive Vehicle Financing Options

Reporter1

Leave a Comment

Translate »