Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

કોકા-કોલા® ઇન્ડિયા ‘હાફટાઇમ’ ક્ષણોની પુનઃકલ્પના માટે દિલજીત દોસાંઝ અને જાન્હવી કપૂરને બોર્ડ પર લાવે છે

નેશનલ | ૧૫મી એપ્રિલ ૨૦૨૬ — કોકા-કોલા®એ આજે દિલજીત દોસાંઝ અને જાન્હવી કપૂરને સમાવતી પોતાની કેમ્પેનની ઘોષણા કરી છે, જે દરરોજની ક્ષણોમાં જીવનમાં “કોકા-કોલા હાફટાઇમ”નો ખ્યાલ લાવે છે. તેના મૂળમાં તે એવી માન્યતા પર નિર્માણ કરવામાં આવ્યું છે કે હાફટાઇમ ફક્ત દિવસને સ્થગિત કરતાં વધુ કામ કરે છે, તેણે તમને તેમાં પાછા ખેંચી લેવા જોઈએ.

પોતાના સ્વાદિષ્ટ અને તાજગીભર્યા સ્વાદ સાથે કોકા-કોલા ઉત્થાનકારી વિરામની ભૂમિકા ભજવે છે, જે દરરોજના અનુભવમાં ઉષ્મા અને જોડાણની સમજનું નિર્માણ કરે છે. તે એક સરળ, સુલભ ધાર્મિક વિધિ બની જાય છે, એક નાનો છતાં શક્તિશાળી હાફટાઇમ જે લોકોને વધુ હાજર રહેવા, તેમની આસપાસના લોકોની નજીક અનુભવવા અને તેમની આસપાસના વાતાવરણ સાથે સુસંગત રહેવાની મંજૂરી આપે છે.

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયના માર્કેટિંગના સિનીયર ડિરેક્ટર કાર્તિક સુબ્રમણીયમએ જણાવ્યું હતું કે:આજના ગ્રાહકો અગાઉ ક્યારેય ન હતી તેવી ભરચક અને ઝડપી જિંદગી ગાળી રહ્યા છે. તેમજ હજુ પણ તેઓ વધુને વધુ એવા નાના, અર્થપૂર્ણ રીતે વિરામો હોય તેની કિંમત કરે છે જે તેમને જે તે ક્ષણે વર્તમાનમાં રહેવામાં મદદ કરે છે. કોકા-કોલા પોતાના સિગ્નેચર સ્વાદ માટે જાણીતી છે, જે દૈનિક જીવનની વિધિઓમાં લાંબી ભૂમિકા ધરાવે છે અને આ કેમ્પેન લોકોને તેમની આસપાસ જે અગત્યનું છે તેની નજીક સરળ હાફટાઇમ લાવી શકે છે તેની ઉજવણી કરે છે.”

VMLના નેજા હેઠના WPP ઓપન X દ્વારા કલ્પિત આ ફિલ્મ્સને કેમ્પેનના ભાગરૂપે લોન્ચ કરવામાં આવી છે, જે ‘ઇન-બિટવીન’માં સુંદરતા શોધે છે, એવી ઓટો-પાઇલોટો ક્ષણો જ્યાં આપણે શારીરિક રીતે હાજર હોઇએ છીએ પરંતુ માનસિક રીતે બીજે ક્યાંક હોઇએ છીએ. ચાહે દિલજીત દોસાંઝ રિહર્સલના રિધમમાં ઝકડાયેલા હોય કે જાન્હવી કપૂર બહાર ફરતી વખતે તેના વિચારોમાં ખોવાઇ ગઇ કેમ ન હોય, કોકા-કોલા તાજગીના તણખા જેવું કામ કરે છે. એક ચૂસકી પણ વિશ્વને ફરી ફોકસમાં લાવી શકે છે, ઉત્થાનમાં નિયમિત વિરામને એવી રીતે વાળી શકે છે જે તમને વર્તમાનમાં લાવી દે છે.

ફિલ્મ વિશે વાત કરતા VMLના એક્ઝિક્યુટીવ ક્રિયેટીવ ડિરેક્ટર નકુલ શર્મા અને તિર્થ ઘોષએ જણાવ્યુ હતું કે,“અમારા માટે આ કેમ્પેન એવું ઝડપવા વિશે છે જે સનાતન માનવ સત્ય હોય. આપણે હંમેશા હાજરી ઝંખતા હોઇએ છીએ પરંતુ આધુનિક જિંદગી આપણે દૂર ખેંચી જાય છે. અમે એવું બતાવવા ઇચ્છતા હતા કે કોકા-કોલા ફક્ત એક પીણું નથી…તે પુનઃજોડાણની સૂક્ષ્મ ક્ષણ છે. આ એક સરળ, ઉત્સાહજનક ધૂન છે જે તમને વર્તમાનમાં પાછા ફરવામાં મદદ કરે છે, તે યાદગાર ક્ષણોને ખરેખર કંઇક જીવંતમાં રૂપાંતરિત કરે છે. તે અહીં હોવાનો આનંદ પાછો લાવવા વિશે છે.”

દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડૂ અને કર્ણાટકમાં દર્શાવવામાં આવનારી આ કેમ્પેનને ટેલિવીઝન, ડિજીટલ અને સોશિયલ હાજરીનો મજબૂત ટેકો છે. વધુમાં સ્થાનિક ઢબની વાર્તા દ્વારા જીવનમાં લાવવામાં આવી છે, કેમ કે દિલજીત દોસાંઝની ફિલ્મ દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં, જ્યારે જાન્હવી કપૂરની ફિલ્મ કન્નડને સમર્પિત ફિલ્મ સાથે તામિલમાં રજૂ થનાર છે.

આ કેમ્પેનમાં વધુમાં ડોન ભટ દ્વારા બનાવેલા મૂળ સાઉન્ડટ્રેકનો સમાવેશ થાય છે, જેમાં વિવેક હરિહરન અને આરિફા રેબેલો દ્વારા ગાવામાં આવ્યું છે, જે એક વિશિષ્ટ રેટ્રો સોનિક સ્તર ઉમેરે છે. આ સ્થાનિક રીતે મૂળ ધરાવતા કથાઓ દ્વારા, કોકા-કોલા પ્રેક્ષકો સાથે, એક સરળ કોકા કોલા હાફટાઇમની શક્તિની ઉજવણી કરતા  તેના જોડાણને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે.

Related posts

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ આગામી પેઢીના ઓટોમોટિવ ઉત્પાદન માટે વિશ્વકક્ષાનું પેટન્ટ ધરાવતું, આયાત પૂરકને ટેકો આપતું સ્ટીલ ઝાગ્નેલિસ પ્રોટેક્ટ લોન્ચ કર્યું

Master Admin

Nothing Phone (3a) sale starts on 11 March; Available for as low as ₹19,999

Reporter1

Samsung Innovation Campus Will Expand Six-Fold to Train 20,000 Indian Students in Future-Tech Domains During 2025

Reporter1

Leave a Comment

Translate »